શ્રી સિમેન્ટ લિમિટેડે બાંગુર કોંક્રીટ લોંચની જાહેરાત કરી
શ્રી સિમેન્ટ લિમિટેડે હૈદરાબાદમાં તેના પ્રથમ ગ્રીનફિલ્ડ રેડી મિક્સ કોંક્રીટ પ્લાન્ટના પ્રારંભ સાથે બાંગુર કોંક્રીટના લોંચની જાહેરાત કરી છે. આ પ્લાન્ટનું ઉદઘાટન શ્રી સિમેન્ટના ચેરમેન શ્રી એચએમ બાંગુરે કર્યું હતું
શ્રી સિમેન્ટ લિમિટેડે હૈદરાબાદમાં તેના પ્રથમ ગ્રીનફિલ્ડ રેડી મિક્સ કોંક્રીટ (આરએમસી) પ્લાન્ટના પ્રારંભ સાથે બાંગુર કોંક્રીટના લોંચની જાહેરાત કરી છે. આ પ્લાન્ટનું ઉદઘાટન શ્રી સિમેન્ટના ચેરમેન શ્રી એચએમ બાંગુરે કર્યું હતું અને તેની પ્રતિ કલાક 90 ક્યુબિક મીટરની ક્ષમતા છે. અત્યાધુનિક યુનિટની શરૂઆત મુખ્ય સિમેન્ટ બિઝનેસમાં મલ્ટી-પ્રોડક્ટ કંપની તરીકે ઉભરી આવવાના કંપનીના વિઝનને અનુરૂપ છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે શ્રી સિમેન્ટે મહિનાની શરૂઆતમાં મુંબઇમાં રૂ. 33.5 કરોડમાં સ્ટારક્રેટ એલએલપીના પાંચ ઓપરેશનલ પ્લાન્ટ હસ્તગત કર્યાં હતાં. હવે કંપનીની કુલ આરએમસી ક્ષમતા પ્રતિ કલાક 512 ક્યુબિક મીટર થઇ છે.
આ પ્રસંગે વાત કરતાં શ્રી સિમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નીરજ અખૌરીએ કહ્યું હતું કે, “રેડી મિક્સ કોંક્રીટનું આ સાહસ બિઝનેસમાં નવી આશાસ્પદ લાઇનમાં અમારા પ્રવેશને ચિહ્નિત કરે છે. અમે આરએમસી બિઝનેસની વિશાળ ક્ષમતાઓને ઓળખીએ છીએ, જે ભારતના વિકાસની ગતિ, અદ્યતન માળખાકીય પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના કેન્દ્રિત પ્રયાસો અને હાઉસિંગ સેક્ટરમાં તેજીથી પ્રેરિત છે. અમે નવા યુનિટ્સની સ્થાપના તથા પ્લાન્ટ્સના હસ્તાંતરણ દ્વારા આ માર્કેટમાં અમારી ઉપસ્થિતિ આક્રમક ધોરણે વિસ્તારવા માટે કટીબદ્ધ છીએ.”
તેમણે ઉમેર્યું હતું કે, “બિલ્ડ સ્માર્ટના અમારા મુખ્ય દ્રષ્ટિકોણથી પ્રેરિત શ્રી સિમેન્ટ આધુનિક અને ગ્રીન બિલ્ડિંગ મટિરિયલ કંપની બનવાની દિશામાં મજબૂતાઇથી આગળ વધી રહ્યું છે. અમારા ઉદ્યોગમાં પ્રદર્શનના શ્રેષ્ઠ બેંચમાર્ક જાળવી રાખતા અમે અમારી ક્ષમતાનો ઉપયોગ વધારી રહ્યાં છીએ, અમારી બ્રાન્ડ ઇક્વિટી વધારી રહ્યાં છીએ, ખર્ચ કાર્યક્ષમતા વધારી રહ્યાં છીએ તથા અમારા આરએન્ડડીના પ્રયાસોને મજબૂત કરી રહ્યાં છીએ. આ વ્યૂહાત્મક અભિગમ સુનિશ્ચિત કરે છે કે અમે ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતાના નવા ધોરણો સ્થાપિત કરવાનું જાળવી રાખીએ છીએ.”
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.