શ્રી કેશવ સિમેન્ટ એન્ડ ઇન્ફ્રા લિમિટેડે નાણાકીય વર્ષ 24ના બીજા ત્રિમાસિકમાં ₹26 કરોડની કુલ આવક નોંધાવી
શ્રી કેશવ સિમેન્ટ એન્ડ ઇન્ફ્રા લિમિટેડ (BSE – 530977), જે કર્ણાટક રાજ્યમાં સિમેન્ટ અને સોલાર પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશનના ઉત્પાદન સાથે સંકળાયેલ છે, તેણે નાણાકીય વર્ષ 24ના બીજા ત્રિમાસિક માટેના તેના અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
એક નજરમાં મુખ્ય નાણાકીય બાબતો
કુલ આવક ₹25.76 કરોડ
EBITDA ₹7.95 કરોડ
EBITDA માર્જિન 30.84% રહ્યું
ચોખ્ખો નફો ₹0.07 કરોડ
ચોખ્ખા નફા માર્જિન 0.28% પર રહ્યું
શેર દીઠ કમાણી ₹0.05
કુલ આવક ₹57.50 કરોડ
EBITDA ₹18.22 કરોડ
EBITDA માર્જિન 31.68% રહ્યું
ચોખ્ખો નફો ₹2.75 કરોડ
ચોખ્ખા નફા માર્જિન 4.78% રહ્યું
શેર દીઠ કમાણી ₹1.84
કંપનીએ તેની સૌર ક્ષમતા 37 MWpથી 40 MWp સુધી વધારવા માટે અરજી કરી છે. ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો નાણાકીય વર્ષ 2022-23ના 3.7થી વધીને નાણાકીય વર્ષ 24માં 2.3 થયો છે.
પ્રદર્શન અંગે ટિપ્પણી કરતાં, શ્રી કેશવ સિમેન્ટ એન્ડ ઇન્ફ્રા લિમિટેડના ચેરમેન શ્રી વેંકટેશ કટવાએ જણાવ્યું, "પરંપરાગત રીતે, દરેક નાણાકીય વર્ષનું બીજું ત્રિમાસિક ચોમાસાની ઋતુની અસરને કારણે સુસ્ત રહે છે. વધુમાં, આ વર્ષે કર્ણાટકની ચૂંટણીએ પ્રથમ ત્રિમાસિક અને બીજા ત્રિમાસિક બંનેમાં અમારા પ્રદર્શનને વધુ અસર કરી. વધુમાં, કાચા માલના ઊંચા ખર્ચને કારણે અમારા માર્જિનને દબાણનો સામનો કરવો પડ્યો. જો કે, મને એ નોંધ લેતા આનંદ થઇ રહ્યો છે કે પરિસ્થિતિઓ સ્થિર થઈ છે અને અમે નાણાકીય વર્ષ 24ના બાકીના ભાગને લઇને આશાવાદી છીએ.
ટકાઉપણાની અમારી પ્રતિબદ્ધતામાં, અમે અમારા સોલર પાવર પ્લાન્ટની ક્ષમતા વર્તમાન 37 મેગાવોટથી વધારીને 40 મેગાવોટ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ પહેલનો હેતુ ભારતમાં સિમેન્ટ ઉત્પાદન માટે 100% ગ્રીન પાવરનો ઉપયોગ કરતા એકમાત્ર સિમેન્ટ પ્લાન્ટ તરીકેની અમારી સ્થિતિને વધુ મજબૂત કરવાનો છે.
મને જાણ કરતાં આનંદ થાય છે કે અમારા સિમેન્ટ પ્લાન્ટની આધુનિકીકરણ પ્રક્રિયા, અમારી ક્ષમતાને 0.35 એમટીપીએથી 1 એમટીપીએ સુધી વધારવાની દિશામાં નિર્ધારિત રીતે આગળ વધી રહી છે. અમે પ્રોજેક્ટના સમયસર પૂર્ણ થવાની અપેક્ષા ધરાવીએ છીએ, જે અમારી
સંચાલકીય ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે. જેમ જેમ અમે આગળ તરફ જોઈ રહ્યા છીએ તેમ, અમારા સિમેન્ટ પ્લાન્ટના ચાલી રહેલા
આધુનિકીકરણ, અમારી બ્રાન્ડ પ્રત્યે વધી રહેલી જાગૃતતા અને અમારી સમર્પિત ટીમની અસાધારણ ક્ષમતાઓ દ્વારા અમારા આશાવાદને બળ મળે છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.