પશ્ચિમ રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી અનંત કુમારને મળશે અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર
પશ્ચિમ રેલવેના નિર્માણ વિભાગના ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી અનંત કુમારને વર્ષ 2022-23 દરમિયાન તેમના ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન માટે અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આગામી 15મી ડિસેમ્બરે નવી દિલ્હીમાં આયોજિત એક ગૌરવપૂર્ણ સમારોહમાં માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ તેમને આ સન્માન એનાયત કરશે.
પશ્ચિમ રેલવેના નિર્માણ વિભાગના ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી અનંત કુમારને વર્ષ 2022-23 દરમિયાન તેમના ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન માટે અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આગામી 15મી ડિસેમ્બરે નવી દિલ્હીમાં આયોજિત એક ગૌરવપૂર્ણ સમારોહમાં માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ તેમને આ સન્માન એનાયત કરશે.
પશ્ચિમ રેલવેના નિર્માણ વિભાગના ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી અનંત કુમારે તેમની ટીમનું ઉત્કૃષ્ટ નેતૃત્વ કરતાં વર્ષ 2022-23 દરમિયાન ગુજરાતના અનુક્રમે ડબલિંગ, ત્રીજી લાઇન અને નવી લાઇનના 3 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તેમણે અમદાવાદ-મહેસાણાનું ગેજ કન્વર્ઝન અને ડબલિંગના પ્રોજેક્ટમાં ડાંગરવા જગુદણ અને જગુદણ મહેસાણાના સેક્શન તથા અમદાવાદ-વટવા વચ્ચેની ત્રીજી લાઇન અને જગુદણ-મહેસાણા વચ્ચેની નવી લાઇનને વર્ષમાં મુખ્ય રેલવે સુરક્ષા કમિશનર દ્વારા ત્રણ મોટા નિરીક્ષણો બાદ રેલ ટ્રાફિક ખોલવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી.
શ્રી અનંત કુમારે તેમના સમર્પણ, ભૂમિ અને કાયદાકીય બાબતોની સારી જાણકારી અને સિવિલ એડમિનિસ્ટ્રેશન સાથેના ગાઢ સંકલનને કારણે રેલવેની તરફેણમાં હાઇકોર્ટ ગાંધીનગરમાં અમદાવાદ વટવા 3જી લાઇન પ્રોજેક્ટનો કોર્ટ કેસ જીતવામાં સફળ રહ્યા હતા અને તેમણે રેલવે જમીનમાં થયેલ અતિક્રમણને તોડી પાડ્યા હતાં જે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં અવરોધરૂપ બની રહ્યા હતાં
તેમના કુશળ આયોજન અને ઝીણવટભરી દેખરેખ સાથ, તેમણે તેમના કાર્યબળને એક સાથે અનેક મોરચે વિતરિત કરવામાં સફળતા મેળવી જેના પરિણામે મહેસાણા, જગુદણ, આંબલિયાસણ, સાણંદ અને ગોરઘુમા ખાતે મુખ્ય યાર્ડ રિમોડેલિંગ કામો પૂર્ણ થયા. સાણંદ, ગોરઘુમાના રિમોડેલિંગ અને જગુદણ મહેસાણાની નવી લાઇન શરૂ થવાને કારણે પાલનપુરથી સાણંદ સુધીનું DFCCIL નેટવર્ક ભારતીય રેલવેના નેટવર્ક સાથે જોડાઈ ગયું જેનાથી ક્ષેત્રમાં નૂર લોડિંગમાં વધારો થયો છે અને DFCCIL પર માલગાડીઓની મુશ્કેલી મુક્ત અવરજવર સાથે.ભારતીય રેલવે માર્ગ પર રેલ પરિવહન પણ સરળ બની રહ્યું છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત નિર્માણ વિભાગના મુખ્ય વહીવટી અધિકારી શ્રી સંજય ગુપ્તાએ આ અંગે આનંદ વ્યક્ત કરતાં શ્રી અનંત કુમારને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી ગુપ્તાએ તેને અન્ય રેલવે કર્મચારીઓ માટે પ્રેરણાદાયી અને અનુકરણીય ગણાવ્યું હતું.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.