પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ સાથે મહેન્દ્ર લોઢા ડિરેક્ટર અને CFO તરીકે જોડાયા
પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (PFS), સસ્ટેનેબલ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સમાં અગ્રણી નાણાકીય સંસ્થામાં શ્રી મહેન્દ્ર લોઢાને કંપનીના ડિરેક્ટર (ફાઇનાન્સ) અને CFO તરીકે જોડાયાની જાહેરાત કરતાં આનંદ થાય છે. શ્રી લોઢા ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં અનુભવ અને કુશળતાનો ભંડાર લઇને આવ્યા છે, જે PFSની નાણાકીય વ્યૂહરચનાઓ અને કામગીરીને વધુ મજબૂત બનાવશે.
પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (PFS), સસ્ટેનેબલ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સમાં અગ્રણી નાણાકીય સંસ્થામાં શ્રી મહેન્દ્ર લોઢાને કંપનીના ડિરેક્ટર (ફાઇનાન્સ) અને CFO તરીકે જોડાયાની જાહેરાત કરતાં આનંદ થાય છે. શ્રી લોઢા ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં અનુભવ અને કુશળતાનો ભંડાર લઇને આવ્યા છે, જે PFSની નાણાકીય વ્યૂહરચનાઓ અને કામગીરીને વધુ મજબૂત બનાવશે.
શ્રી લોઢાએ વિવિધ પ્રમુખ નેતૃત્વ હોદ્દાઓ પર ત્રણ દાયકાથી પણ વધુ સમયની સાથે તેઓએ ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર, SIDBI વેન્ચર કેપિટલ લિમિટેડ (SVCL) ઉપરાંત રાજસ્થાન એસેટ મેનેજમેન્ટ કંપની પ્રા. લિ. (RAMC) અને રાજસ્થાન સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ ઇનવેસ્ટમેન્ટ કોર્પોરેશન લિ.માં (RIICO) મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. વેન્ચર કેપિટલ ફંડ્સના સંચાલનમાં તેમના સફળ ટ્રેક રેકોર્ડ રોકાણો અને નફાકારક એક્ઝિટ સાથે શ્રી લોઢા પીએફએસના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
પીએફએસના ડિરેક્ટર (ફાઇનાન્સ) અને CFO તરીકે શ્રી મહેન્દ્ર લોઢા પીએફએસના નાણાકીય કાર્યોની દેખરેખ માટે જવાબદાર રહેશે જેમાં વ્યૂહાત્મક નાણાકીય આયોજન, સંસાધન એકત્રીકરણ અને ફંડ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સના સંચાલનમાં તેમની કુશળતા, ફાઇનાન્સ સેક્ટરની તેમની મજબૂત સમજ સાથે PFSની નાણાકીય વૃદ્ધિને આકાર આપવામાં અને તેની કામગીરીને ઓપ્ટિમાઇઝ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
પીએફએસના એમડી અને સીઇઓ ડો. પવન સિંઘે નિમણુંક અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે “અમને PFSમાં ડિરેક્ટર (ફાઇનાન્સ) અને CFO તરીકે શ્રી મહેન્દ્ર લોઢાનું સ્વાગત કરતાં આનંદ થાય છે. ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટમાં તેમનો બહોળો અનુભવ અને કુશળતા મેનેજમેન્ટનું ઊંડું જ્ઞાન છે જે અમને ઉપયોગી થશે. PFSના બિઝનેસ ઉદ્દેશ્યો ચલાવવામાં અમૂલ્ય બનશે. અમે માનીએ છીએ કે તેમની વ્યૂહાત્મક સૂઝ અને નેતૃત્વ ઇન્ફ્રા ફાઇનાન્સિંગ સેક્ટરમાં પીએફએસની સતત સફળતામાં નોંધપાત્ર યોગદાન આપશે.
શ્રી મહેન્દ્ર લોઢાએ આ પ્રસંગે નિવેદન કરતાં જણાવ્યું હતું કે,“સસ્ટેનેબલ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સમાં અગ્રણી સંસ્થા PFS સાથે જોડાવા બદલ હું સન્માનિત છું. હું PFS ખાતેની ટીમ સાથે નજીકથી કામ કરવા આતુર છું અને કંપનીની નાણાકીય વૃદ્ધિ અને સફળતામાં યોગદાન આપવા આતુર છું. હું વ્યૂહાત્મક ધિરાણ પહેલ ચલાવવા અને પીએફએસના ગ્રીન ઇન્ફ્રા ફાઇનાન્સ માટે ટકાઉ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ પૂરા પાડવાના મિશનને સમર્થન આપવા માટે મારા અનુભવનો લાભ લેવા પ્રતિબદ્ધ છું. શ્રી મહેન્દ્ર લોઢા એક યોગ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A.) અને કંપની સેક્રેટરી (C.S.) છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન શ્રી લોઢાએ નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે અને વેન્ચર કેપિટલ ફંડ્સ, ઇનવેસ્ટમેન્ટ અને નાણાકીય વ્યૂહરચનાઓનું સંચાલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ભારતીય શેરબજાર બુધવારના ટ્રેડિંગ સેશનમાં વ્યાપક ઘટાડાનો અનુભવ કરી રહ્યું છે, લગભગ તમામ સૂચકાંકો લાલ નિશાનમાં છે.
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.