સિગ્નેચર ગ્લોબલના શેર ₹2000 સુધી પહોંચી શકે છેઃ મોતીલાલ ઓસવાલ
અગ્રણી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે તે સંભાવના દર્શાવી છે કે સિગ્નેચર ગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડનો સ્ટોક ₹2000 પ્રતિ શેર સુધી પહોંચી શકે છે અને તેના કારણે મોતીલાલ ઓસવાલે રોકાણકારોને સિગ્નેચર ગ્લોબલના સ્ટોક ખરીદવાની સલાહ આપી છે.
અગ્રણી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે તે સંભાવના દર્શાવી છે કે સિગ્નેચર ગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડનો સ્ટોક ₹2000 પ્રતિ શેર સુધી પહોંચી શકે છે અને તેના કારણે મોતીલાલ ઓસવાલે રોકાણકારોને સિગ્નેચર ગ્લોબલના સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. 2 જાન્યુઆરી, 2025ના રોજ સિગ્નેચર ગ્લોબલનો સ્ટોક શેર ₹1,393.05 પર બંધ થયો હતો અને આ સ્તરથી આ સ્ટોક આશરે 50 ટકાની વૃદ્ધિ નોંધાવી શકે છે તેવુ મોતીલાલ ઓસવાલનું માનવું છે. 2 જાન્યુઆરીએ કંપનીની કુલ માર્કેટ કેપ ₹19,734.73 કરોડ હતી.
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે તેના અહેવાલમાં સિગ્નેચર ગ્લોબલના સ્ટોક પરના સકારાત્મક વલણના અનેક કારણ ગણાવ્યા છે. મોતીલાલ ઓસવાલનું એવું માનવું છે કે સિગ્નેચર ગ્લોબલના પ્રોજેક્ટ ગુડગાંવના વ્યૂહાત્મક સ્થાનોમાં ઉપસ્થિત છે અને આગામી સમયમાં કંપનીને તેનો લાભ મળી શકે છે. સાથે જ સિગ્નેચર ગ્લોબલ આવનારા કેટલાંક વર્ષોમાં 24.3 મિલિયન ચોરસ ફૂટમાં નવા પ્રોજેક્ટ લાવી શકે છે, જેનો સિગ્નેચર ગ્લોબલને લાભ મળવાની સંભાવના છે.
મોતીલાલ ઓસવાલના અનુસાર સિગ્નેચર ગ્લોબલ નાણાકીય વર્ષ 24થી 27માં 35%ના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દરથી ₹28,500 કરોડની સંપત્તિ ગ્રાહકોને વેચાણ કરવામાં સફળ રહી શકે છે. થોડા સમય પહેલા સુધી અફોર્ડેબલ હાઉસિંગ કંપની તરીકે ઓળખ ધરાવતી હતી તે સિગ્નેચર ગ્લોબલનું મિડ/મિડ-પ્રીમિયમ સેગમેન્ટમાં આગળ વધવું કંપની માટે લાભકારક સાબિત થઇ શકે છે. બ્રોકરેજ ફર્મ અનુસાર સિગ્નેચર ગ્લોબલ આ વ્યૂહાત્મક પરિવર્તનથી કંપનીની ઑપરેટિંગ કેશ સરપ્લસ ₹9,500 કરોડ થઈ શકે છે, જેનો ઉપયોગ કંપની અન્ય વધુ જમીન ખરીદવા માટે કરી શકે છે.
સિગ્નેચર ગ્લોબલના ગુરૂગ્રામના ચાર અગ્રણી બજાર – દક્ષિણી પેરિફેરલ રોડ (એસપીઆર), દ્વારકા એક્સપ્રેસ હાઇવે (ડીઈએચ), સોહના અને માનેસરમાં મજબૂત ઉપસ્થિતિ છે, જેમાં ભવિષ્યમાં 23.4 મિલિયન ચોરસ ફૂટના વિસ્તારની સંભવના છે. તાજેતરના 9.6 મિલિયન ચોરસ ફૂટના પ્રોજેક્ટના લોન્ચિંગને જોતાં, મજબૂત પ્રતિસાદની અપેક્ષા છે. ઉત્તમ અમલીકરણને કારણે નાણાકીય વર્ષ 24-27માં 90% સીએજીઆર ટોપલાઈન વૃદ્ધિની અપેક્ષા છે સિગ્નેચર ગ્લોબલ, અંદાજિત આંકડાઓ પ્રમાણે, આઠ વર્ષના રેકોર્ડ સમયગાળામાં ~51 મિલિયન ચોરસ ફૂટના ચાલી રહેલા અને આગામી પ્રોજેક્ટ્સનું નિર્માણ પૂર્ણ કરવાની યોજના બનાવી રહી છે. તેનાથી નાણાકીય વર્ષ 2024-27 દરમિયાન 90%નો અંદાજિત ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (સીએજીઆર)ની સાથે આવકમાં વૃદ્ધિ થશે. સિગ્નેચર ગ્લોબલને આશા છે કે તે નાણાકીય વર્ષ 2025-32 દરમિયાન ₹92,600 કરોડની કુલ આવક પેદા કરશે, જ્યારે ~51 મિલિયન ચોરસ ફૂટની ડિલિવરી ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે એક ધોરણ નિર્ધારિત કરશે.
સિગ્નેચર ગ્લોબલના પ્રીમિયમ પ્રોજેક્ટ્સથી મજબૂત લૉન્ચ પાઇપલાઇનની તૌયારી સાથે, મોતીલાલ ઓસવાલને આશા છે કે તે નાણાકીય વર્ષ 24-27માં બૂકિંગ્સમાં 35%નો સીએજીઆર નોંધાવશે, જે વૃદ્ધિની ગતિને જાળવી રાખશે. બ્રોકરેજ ફર્મે આગળ જણાવ્યું કે પ્રી-સેલ્સમાં મજબૂત વૃદ્ધિ કેશ ફ્લો, આવક અને નફાકારકતા જેવા મુખ્ય પાસાઓ ઝડપથી વૃદ્ધિ તરફ દોરી થશે, જેનાથી કંપનીની કાર્ય ક્ષમતા અને ભવિષ્યમાં વિકાસની સંભાવનાઓ પરનો વિશ્વાસ મજબૂત થશે.
સિગ્નેચર ગ્લોબલ લિમિટેડે નાણાકીય વર્ષ 2025ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ₹4.15 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગત નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિકમાં ₹19.92 કરોડની ચોખ્ખી ખોટથી સુધર્યો હતો. કુલ આવક ₹777.42 કરોડ સુધી વધી ગઈ, જે ગત નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ₹121.16 કરોડ હતી.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.