આગામી 12 મહિનામાં ચાંદી સ્પર્શશે 85,000 નો આંકડો: મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીસ
મોતીલાલ ઓસવાલ ફાઈનેંશિયલ સર્વિસિસ લિ. (MOFSL) સલાહ આપે છે કે નીચલા સ્તરે તાત્કાલિક ટેકાના ભાવ ₹ 70,500 પર છે, જો કે, મજબૂત મધ્યમ ગાળાના સમર્થનનો ભાવ ₹ 68,000 પર છે. મોતીલાલ ઓસવાલ ફાઈનેંશિયલ સર્વિસિસના અનુસાર, ભાવ ₹ 82,000 સુધી પહોંચી શકે છે અને પછી આગામી 12 મહિનામાં ₹ 85,000ની ઊંચી સપાટીએ પહોંચી શકે છે.
મોતીલાલ ઓસવાલ ફાઈનેંશિયલ સર્વિસિસના અહેવાલ અનુસાર, 2023ના પ્રથમ ચાર મહિનામાં નોંધપાત્ર ઉછાળો જોયા પછી,ચાંદીના ઊંચા ભાવમાં થોડી અસ્થિરતા જોવા મળી. દરેક મોટા ઘટાડા પછી, ચાંદીના ભાવ ઊંચા થતાં જાય છે અને મોતીલાલ ઓસવાલ ફાઈનેંશિયલ સર્વિસીસ આ વલણ સતત ચાલુ રહેવાનું અનુમાન લગાડે છે. મોતીલાલ ઓસવાલ ફાઈનેંશિયલ સર્વિસિસના અનુમાન અનુસાર ચાંદીમાં આ વલણ ચાલુ રહેવાની સંભાવના છે અને આવનાર ત્રિમાસિકમાં આમાં હજુ 15% નો વધારો થઈ શકે છે.
મોતીલાલ ઓસવાલ ફાઈનેંશિયલ સર્વિસિસ લિ. (MOFSL) સલાહ આપે છે કે નીચલા સ્તરે તાત્કાલિક ટેકાના ભાવ ₹ 70,500 પર છે, જો કે, મજબૂત મધ્યમ ગાળાના સમર્થનનો ભાવ ₹ 68,000 પર છે. મોતીલાલ ઓસવાલ ફાઈનેંશિયલ સર્વિસિસના અનુસાર, ભાવ ₹ 82,000 સુધી પહોંચી શકે છે અને પછી આગામી 12 મહિનામાં ₹ 85,000ની ઊંચી સપાટીએ પહોંચી શકે છે.
2023 ની શરૂઆતમાં, ચાંદીમાં મજબૂતી દેખાતાં પ્રથમ ચાર મહિનામાં આશરે 11% નો વધારો દર્શાવતા એકંદરે 6% નો વધારો જાળવી રાખ્યો. ચાંદીના ભાવમાં પ્રારંભિક ઉછાળો સંયુક્ત રાજ્યના બેંકિંગ અને ધિરાણ ક્ષેત્રની ચિંતાઓને કારણે થયો હતો, પરંતુ ફેડરલ રિઝર્વની હૉકીશ પોઝ નીતિથી આ વધારામાં થોડો અવરોધ આવ્યો, તથા આની અસર કિંમતી અને ઔદ્યોગિક ધાતુઓ બંને પર જોવા મળી.
સંયુક્ત રાષ્ટ્ર ઉપભોગતા મૂલ્ય ઇન્ડેક્સ (સીપીઆઈ) ના 3.2% પર રહેવાને કારણ, જે જુલાઈ 2022 માં 9.1% ના ઉચ્ચતમ સ્તરે હતું, સેન્ટ્રલ બેંકો દ્વારા પોતાની નીતિઓનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે જેનાથી ફેડની સ્થિતિમાં તણાવથી રાહત મેળવી શકાય છે અને તેનાથી ચાંદી જેવી ધાતુઓને લાભ થઈ શકે છે.
ભૂ-રાજનૈતિક તણાવ સુરક્ષા પ્રીમિયમમાં ફાળો આપી રહ્યા છે, જેનાથી ચાંદીના ભાવને ટેકો મળી રહ્યો છે. તદુપરાંત ડૉલર ઇન્ડેક્સ 99.60 થી 104 ની આસપાસ ઝડપથી આગળ વધ્યો. ફેડની સંયુક્ત રાષ્ટ્ર માટેની 2023માં વિકાસનું પૂર્વાનુમાન, જે સૉફ્ટ લેંડિંગનો સંકેત આપે છે, જે ચાંદી અને ઔદ્યોગિક બંને ધાતુઓ માટે અનુકૂળ છે.
સિલ્વર ઈન્સ્ટિટ્યૂટથી પ્રાપ્ત ડેટા દર્શાવે છે કે બજાર સંતુલનમાં સતત ત્રીજા વર્ષે પણ ખોટ રહી શકે છે, જેના કારણે ચાંદીના ભાવમાં ઉછાળો આવશે. ચીન તરફથી આર્થિક વિકાસ અને ઔદ્યોગિક માંગના હકારાત્મક સંકેત ચાંદીના પ્રદર્શન માટે સશક્ત ઉત્પ્રેરક છે. છેલ્લે, ગ્રીન ટેક્નોલોજી જેમ કે સૌર ઉર્જા, વિદ્યુત વાહનો અને 5G ટેક્નોલોજી વગેરેમાં ચાંદીની માંગ ચાંદીના બજાર માટે આશાસ્પદ રેખાચિત્ર બનાવે છે.
માનક પીઈઆરસી ડિઝાઇનની જગ્યાએ ચાંદીની વધારે જરૂરિયાતવળી તકનીકોનો ઉપયોગ
ચીન અત્યંત ઝડપી ગતિએ સૌર પેનલ લગાવી રહ્યું છે
ઔદ્યોગિક માંગમાં અપેક્ષિત વધારો એક મજબૂત ભૂમિકા ભજવે છે, જે ગ્રીન ટેક્નોલોજીના વિકાસની પૂરક છે. મધ્યમ ગાળાના દૃષ્ટિકોણમાં વૈશ્વિક આર્થિક વિકાસ સૂચકાંકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
તહેવારોની મોસમ નજીક આવી રહી છે, સ્થાનિક માંગને કારણે ચાંદીના ભાવમાં હકારાત્મક વધારો થવાની ધારણા છે. જો કે મંદીની ચિંતાઓ પૂરી થઈ ગઈ હોવા છતાં, આર્થિક વૃદ્ધિને લગતી કોઈ અનિશ્ચિતતા ઊભી થાય તો સુરક્ષિત સંપત્તિ તરીકે સોનાની સાથે ચાંદીની માંગ પણ વધી શકે છે.
ચાંદીને બંને બાજુ લાભ છે કારણ કે તેમાં કિંમતી ધાતુ અને ઔદ્યોગિક ધાતુ બંનેના ગુણધર્મો છે, જે યોગ્ય સમયે ટેકો આપે છે. ઐતિહાસિક રીતે, નોંધપાત્ર ઘટાડો થયા પછી, સ્થાનિક ચાંદીના ભાવમાં વધારો દર્શાવે છે અને મોતીલાલ ઓસવાલ ફાઈનેંશિયલ સર્વિસીસ લિમિટેડ આ પેટર્ન બન્યા રહેવાની સંભાવનાનો અનુમાન લગાડે છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.