અમદાવાદમાાં મેકડોનાલ્ડના ગ્રાહકો હવે સિમ્પલના 1-ટેપ દ્વારા ચકૂવણી કરી શકશે
આ ભાગીદારી ઓનલાઈન ઓર્ડર કરતા ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવામાં કારગત સાબિત થશે.
બેંગલુરુ મે, ૨૦૨૩- ભારતના અગ્રણી ૧-ટૅપ ચેકઆઉટ નેટવર્ક; સિમ્પલે, અમદાવાદમાં લાખો ગ્રાહકોને ખૂબ જ સરળ રીતે ઑનલાઇન ચેકઆઉટનો અનુભવ કરાવવા માટે આજે મેકડોનાલ્ડ ઇન્ડિયા (પશ્ચિમ અને દક્ષિણ) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. એસોસિએશનના ભાગ રૂપે મેકડિલિવરી એપ્લિકેશન સાથે સિમ્પલનું જોડાણ સરળ ઑનલાઇન ચેકઆઉટ અનુભવ પૂરો
પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
મેકડિલિવરી પ્લેટફોર્મ્સ (એપ અને વેબસાઈટ)નો ઉપયોગ કરતા ગ્રાહકો સરળતાથી તેમના ઓર્ડર આપવા માટે સિમ્પલના 1- ટેપ પેનો ઉપયોગ કરી શકશે. માર્ચ ૨૦૨૩ સુધીમાં, મેકડોનાલ્ડ ઇન્ડિયા પાસે સમગ્ર પશ્ચિમ અને દક્ષિણ ભારતના ૫૬ શહેરોમાં ૩૫૭ રેસ્ટોરેન્ટ છે, જે સમગ્ર પ્રદેશોમાં લાખો નોંધાયેલા ગ્રાહકોને સેવા આપે છે. આ કંપની ૨૦૨૪ના નાણાકીય વર્ષમાં નવા ૪૦ થી ૪૫ રેસ્ટોરન્ટ્સ અને ૨૦૨૭ સુધીમાં ૫૮૦ થી ૬૮૦ જેટલા નવા રેસ્ટોરન્ટ્સ ઉમેરવાની દિશામાં ગતિ કરી રહી છે.
સિમ્પલના સ્થાપક અને સીઇઓ નિત્યા શર્માએ આ ભાગીદારી અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "ગ્રાહકોને મુશ્કેલી રહિત ઓનલાઇન ખરીદી અને ચેકઆઉટનો અનુભવ પ્રદાન કરાવવા માટે પ્રતિબદ્ધ સંસ્થા તરીકે, અમે નાના, મધ્યમ અને મોટા એન્ટરપ્રાઇઝ વેપારીઓ સાથે વધુને વધુ ભાગીદારી કરી રહ્યા છીએ જેથી તેઓના લાખો ગ્રાહકોને અમારી અદ્યતન 1-ટેપ ચુકવણીનો અનુભવ પૂરો પાડી શકીએ.
આ પ્રકારના ચેકઆઉટ નેટવર્ક નવા ગ્રાહકોને ઓનલાઇન લાવવામાં અને પ્લેટફોર્મ સાથે ગ્રાહકોના જોડાણ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે જેથી તેનું મહત્વ ખૂબ જ વધી રહ્યું છે. વેપારીઓને સશક્ત બનાવવાના આ પ્રયાસમાં, અમે તેમના ગ્રાહકોને અનોખો અને સરળ અનુભવ કરાવવા માટે મેકડોનાલ્ડ ઇન્ડિયા સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ કારણ કે તેઓ તેમના પોતાના પ્લેટફોર્મ પર ઉદભવતી માંગને પહોંચી વળવામાં મજબૂત રીતે કામ કરે છે.
મેકડોનાલ્ડ ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર અરવિંદ આર.પી.એ જણાવ્યું હતું કે, “મેકડોનાલ્ડ ઇન્ડિયામાં અમે અમારા ગ્રાહકોને સમગ્ર પ્લેટ્ફોર્મસ પર શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા મેકડિલિવરી પ્લેટફોર્મમાં સિમ્પલની ટેક્નોલોજીને ઉમેરીને, અમે લાખો ગ્રાહકોને 1-ટેપ ચેકઆઉટ અનુભવ અને તેમના મનપસંદ મેકડોનાલ્ડના ભોજનનો આનંદ માણવા માટે સક્ષમ બનાવી રહ્યા છીએ. અમે અમારું વિસ્તરણ કરવા સાથે નવીનતા લાવીએ છીએ; ત્યારે અમે સિમ્પલ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ, કારણકે તેઓ નવીનતા અને ગ્રાહકના સંતોષ માટે અમારી પ્રતિબદ્ધતાને બળ પૂરું પાડે છે.”
મેકડોનાલ્ડની એપ અને મેકડિલિવરી એપના સામૂહિક રીતે 24 મિલિયનથી વધુ ગ્રાહકોએ ડાઉનલોડ કરી છે અને બે પ્રદેશોમાંથી લાખો ગ્રાહકો નોંધાયેલા છે. ઓનલાઈન ઓર્ડર કરતા ગ્રાહકોની વધતી જતી સંખ્યા સાથે, આ ગ્રાહકોને એક અનોખો અનુભવ પ્રદાન કરવો ખૂબ જ જરૂરી બની જાય છે; જે પ્લેટફોર્મને ગ્રાહક સાથે સંબંધ બાંધવામાં અને બ્રાન્ડની વફાદારી દર્શાવવામાં ઉપયોગી બને છે. મેકડોનાલ્ડ ઇન્ડિયા સાથે સિમ્પલનું જોડાણ; લાખો ગ્રાહકોને ઉચ્ચ સ્તરનો અને સરળ ઓનલાઈન અનુભવ પૂરો પાડશે. હાલમાં, દેશભરમાં ૨૬ હજારથી વધુ વેપારીઓ વેપાર વધારવા અને નવા ગ્રાહકો સાથે વિશ્વાસ વધારવા માટે સિમ્પલના 1-ટેપ પેનો ઉપયોગ કરે છે.
ટેક્સટાઇલ ઉદ્યોગ અને કેમિકલ સેક્ટર વચ્ચે એક ટ્રાયલબ્લેઝિંગ સહયોગ શોધો, જે વિશ્વભરમાં ઉત્પાદન અને ટકાઉપણાના પ્રયાસોમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.
અનિલ નાઇક ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટરએ લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી)ના ચેરમેન એએમ નાઇકના જન્મદિવસ નિમિત્તે આજે તેના વાર્ષિક ફાઉન્ડર્સ ડેની ઉજવણી કરી હતી.એલએન્ડટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર માટે આ ખૂબજ મહત્વપૂર્ણ પ્રસંગ છે કારણકે ઘણાં લોકોના જીવનને સ્પર્શીને સકારાત્મક પરિવર્તન લાવનાર તેમના સ્વપ્નદ્રષ્ટા લીડરની ઉમદા પ્રવૃત્તિઓની તેમણે ઉજવણી કરી હતી.
ક્રોમાએ સાણંદમાં તેના પ્રથમ સ્ટોર, સુરત ભાગલમાં 56માં સ્ટોર અને વડોદરા કોઠીમાં 57માં સ્ટોરના પ્રારંભ સાથે ગુજરાતમાં તેના વિસ્તરણની જાહેરાત કરી છે. સાણંદમાં નવો ક્રોમા સ્ટોર વર્ધમાન સ્કવેરમાં આવેલો છે.