ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં તેમના નિવાસસ્થાને સ્માર્ટ વીજ મીટર લગાવાયું
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપાથિતીમાં તેમના વાપી સ્થિત નિવાસસ્થાનથી તેમના ધર્મપત્નીના હસ્તે કુમકુમ તિલક કરી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી.
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપાથિતીમાં તેમના વાપી સ્થિત નિવાસસ્થાનથી તેમના ધર્મપત્નીના હસ્તે કુમકુમ તિલક કરી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોશિયેશન ખાતે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર અંતર્ગતના ‘સ્માર્ટ મીટર, સ્માર્ટ શરૂઆત’ કાર્યક્રમમાં સ્માર્ટ મીટરને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી.
મંત્રીશ્રીએ સ્માર્ટ મીટર ઈન્ટોલેશન અંગે ખોટી ધારણાઓથી દૂર રહી સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરતા કહ્યું હતું કે, સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે. દરેકે દેશના વિકાસમાં ફાળો આપવા સ્માર્ટ મીટર લગાવવા જોઈએ. સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી. આ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગે ડે ટુ ડે માહિતી મળી જશે. સ્માર્ટ મીટર લગાવવાથી અનેક ફાયદાઓ થશે. આ મીટરથી વધુ બીલ આવતું નથી પરંતુ વીજ વપરાશની સચોટ માહિતી મળશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના ‘વન નેશન, વન ગ્રીડ’ ના કોન્સેપ્ટથી સમગ્ર દેશાને સરખો વીજ પુરવઠો પહોચાડવાનું કાર્ય કરી રહ્યા છે. તેમની દીર્ઘદ્રષ્ટિથી જ એશિયામાં સૌ પ્રથમ ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગની રચના કરવામાં આવી હતી. સમગ્ર ભારત ભવિષ્યમાં ૫૦% ઊર્જા રિન્યુએબલ હશે.
કાર્યક્રમમાં અમાર્ટ મીટર અંગેનો ડેમો બતાવવામાં આવ્યો હતો તેમજ સ્માર્ટ મીટર શું છે, સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે, સ્માર્ટ મીટરના ફાયદાઓ, સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા, ગ્રાહક સુવિધા કેન્દ્ર, સ્માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓ અને મોબાઈલ એપ્લિકેશનમાં સ્માર્ટ મીટર વપરાશની સચોટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
સ્માર્ટ મીટર એ હયાત વીજ મીટરની જેમ જ વીજ વપરાશ નોધાવાનું કાર્ય કરે છે. સ્માર્ટ મીટર વીજ વપરાશની સચોટ માહિતી વધુ સ્પષ્ટતા સાથે પ્રદાન કરે છે. ઉપરાંત ઈ ટુ-વે કોમ્યુનિકેશનની વિશેષતા પણ ધરાવે છે.
કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતિષ પટેલ, ડીજીવીસીએલ મેનેજિંગ ડાયરેક્ટર યોગેશે ચૌધરી,જેટકોના મેનેજીંગ ડાયરેક્ટર ઉપેંદ્ર પાંડે, ડીજીવીસીએલના આધિકારી-કર્માચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઊપસ્થિત રહ્યા હતા
(૧) કન્ઝ્યુમર ઇન્ડેક્ષિંગ - ડીજીવીએલના નિયુક્ત પ્રતિનિધિ મીટરની વિગત, ગ્રાહકની વિગત, અક્ષાંશ રેખાંશ, મીટર બોક્સની વિગત, કેબલની વિગત, વગેરે એપ્લિકેશનમાં નોધણી કરશે.
(૨) મીટર ઈન્સ્ટોલેશન - ડીજીવીએલ કર્મચારી ગ્રાહકના હયાત મીટરના સ્થાને સ્માર્ટ મીટર લગાવાશે. જૂના તથા નવા મીટરની મોબાઈલ એપ્લિકેશનમાં નોધણી કરશે. ત્યાર બાદ મીટર સીલ કરી મીટર બદલવાના પ્રોફોર્માની નકલ ગ્રાહકને આપશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.