સ્નેપડીલે તેના લાઈફસ્ટાઈલ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું, વિવિધ બ્રાન્ડ્સને ઓનબોર્ડ કરી
ભારતનું અગ્રણી વેલ્યૂ ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્નેપડીલે વાજબી ભાવે બ્રાન્ડેડ મર્ચેન્ડાઈઝની વધતી માગને પહોંચી વળવા વેલ્યૂ લાઈફસ્ટાઈલ પોર્ટફોલિયોને વિસ્તરિત કરતાં મજબૂત બનાવ્યો છે.
ભારતનું અગ્રણી વેલ્યૂ ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્નેપડીલે વાજબી ભાવે બ્રાન્ડેડ મર્ચેન્ડાઈઝની વધતી માગને પહોંચી વળવા વેલ્યૂ લાઈફસ્ટાઈલ પોર્ટફોલિયોને વિસ્તરિત કરતાં મજબૂત બનાવ્યો છે. સ્નેપડીલ બ્રાન્ડ આધારિત વલણ, વેલ્યૂ-ફોકસ્ડ શોપિંગ સહિતની બાબતોને ઓળખી વેલ્યૂ-સેવી ગ્રાહકોને ટાર્ગેટ કરતાં ગુણવત્તાયુક્ત મર્ચેન્ડાઈઝ ઓફર કરતા લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સની વિવિધ શ્રેણી ઓફર કરશે.
સ્નેપડીલની નવી ફેશન લાઈનઅપમાં જોકી, રોસલાઈન બાય ઝિવામે, વરંગા, હાઉસ ઓફ રામરાજ કોટન, જ્હોન પ્લેયર્સ, ક્લોવિયા, રેડ ટેપ, જનસ્ય, ઓરેલિયા, નૌટી નટી અને હાલમાં લોન્ચ કેચ સહિતની આકર્ષક બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો સમાવિષ્ટ કર્યો છે. આ બ્રાન્ડ્સ સ્ટાઈલ અને ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના રૂ. 249થી માંડી રૂ. 999 સુધીની રેન્જમાં કપડાંઓની વિશાળ રેન્જ ઓફર કરે છે.
ફુટવેર કેટેગરીમાં સ્નેપડીલે કાલર્ટન લંડન, સ્પાર્ક્સ, કેમ્પસ અને એક્શન જેવી બ્રાન્ડને આવરી લીધી છે. જે કમ્ફર્ટ, સ્ટાઈલ અને અર્ફોડેબિલિટી સાથે માત્ર રૂ. 599માં સ્ટાઈલિશ વિકલ્પ ઓફર કરે છે. આ બ્રાન્ડની ફુટવેર ફેશન સ્નેપડીલના વિસ્તિરત ગ્રાહક આધાર માટે નવો વિકલ્પ પ્રદાન કરશે. વધુમાં સ્નેપડીલની એસેસરીઝ લાઈનઅપમાં બેગિટ, ડેનિઅલ ક્લેન, અને અન્ય પ્રચલિત બ્રાન્ડની વિશાળ રેન્જ ઓફર કરશે. જે કોઈપણ કપડાંના શ્રેષ્ઠ અને આકર્ષક લુકમાં વધારો કરશે.
વાજબી/સસ્તા દરે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઓફર કરવાની પ્રતિબદ્ધતા સાથે સ્નેપડીલ એ ગ્રાહકો માટે તેમની ફેશન પસંદગીઓમાં સ્ટાઈલ અને પરવડે તેવી ક્ષમતાનો સહયોગ પૂરો પાડે છે. પ્લેટફોર્મનું આ વ્યૂહાત્મક પગલું વાજબી મૂલ્ય પ્રત્યે સભાન દુકાનદારોની માંગને પહોંચી વળવા માટે તૈયાર કરાયેલ મર્ચેન્ડાઇઝ સાથે વિવિધ બ્રાન્ડ્સને ઓનબોર્ડ કરે છે.
સ્નેપડીલના સીઈઓ હિમાંશુ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, "અમારૂ વિઝન સ્નેપડીલને મૂલ્ય-કેન્દ્રિત લાઈફસ્ટાઈલ માટેનું લોકપ્રિય સ્થળ તરીકે સ્થાપિત કરવાનું છે. સ્નેપડીલ નોંધપાત્ર વૃદ્ધિના તબક્કામાં પ્રવેશી છે, આ એક સર્વગ્રાહી ફેશન સેગમેન્ટમાં વિકસિત થવાના અમારા પ્રગતિશીલ વલણને પ્રતિબિંબિત કરે છે. ગ્રાહકો માટે કે જેઓ વાજબી ભાવે ગુણવત્તાયુક્ત લાઈફસ્ટાઈલને પ્રાથમિકતા આપે છે. અમે પોર્ટફોલિયોમાં સતત નવી બ્રાન્ડ ઉમેરીને સ્ટાઇલિશ અને મૂલ્યો આધારિત પ્રોડક્ટ્સ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છીએ."
સ્નેપડીલના 72 ટકા ખરીદદારો નાના શહેરો અને નગરોમાંથી આવવાની સાથે તેના 86 ટકા ઓર્ડર મેટ્રો શહેરોની બહારના હોય છે. તદુપરાંત સ્નેપડીલ પર 95 ટકા પ્રોડક્ટ્સ રૂ. 1000થી નીચી કિંમતે ઉપલબ્ધ હોવાથી ટીઅર-2 અને ટીઅર-3 શહેરોના ગ્રાહકો માટે સરળતા અને અફોર્ડેબિલિટીની ખાતરી સુનિશ્ચિત કરે છે. સ્નેપડીલની વેબસાઈટ કે મોબાઈલ એપ મારફત તેની લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ અને લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ્સ જોઈ અને ખરીદી શકો છો. જે ગુણવત્તાની સાથે વાજબી કિંમતે ઉપલબ્ધ છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.