વડોદરાની કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં ૪૧,૮૦૬ પશુ-પક્ષીઓને સારવાર અપાઇ
ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ-પાલન વિભાગના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ જે વડોદરા સિટી વિસ્તાર માટે અબોલા પશુ-પક્ષીઓની સારવાર માટે કાર્યરત છે.
ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ-પાલન વિભાગના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ જે વડોદરા સિટી વિસ્તાર માટે અબોલા પશુ-પક્ષીઓની સારવાર માટે કાર્યરત છે. વડોદરામાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં ૪૧૮૦૬ પશુ પક્ષીઓ ઓને સારવાર આપીને જીવનદાન આપવામાં સફળ થઇ છે. ત્યારે વડોદરાના સમા વિસ્તારમાંથી જીવપ્રેમીનો કોલ આવતા તાત્કાલીક કરુણા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
પહોંચીને શ્વાનનો જીવ બચાવ્યો હતો.
સમા વિસ્તારમાં રહેતા જીવપ્રેમી એ કરુણા હેલ્પ લાઇન નંબર ૧૯૬૨ પર કોલ કરીને શ્વાનના મુખમાં હાડકું ફસાયુ હતું તે અંગે જાણ કરી હતી. શ્વાનના મુખમાં હાડકું ફસાઇ જવાના કારણે ૨ દિવસથી ખાવા પીવામાં તકલીફ અનુભવતો હતો. આ વિશે જાણ થતા કરુણા એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે
પહોંચી ગઇ હતી. ડો. ચિરાગ પરમાર અને પાયલોટ રતનસિંહ સુજબૂજથી શ્વાનને બેભાન કરીને અસ્થિ કાઢવામાં આવ્યુ હતુ. સમગ્ર ઓપરેશન ૧ કલાક ની ભારે જહેમત બાદ પૂર્ણ થયું હતું અને અસ્થિ ને કાઢી લેવામાં આવ્યું હતું. જરૂરી ઈંજેક્સન આપી શ્વાનને છોડી દેવામાં આવ્યો હતો. હવે આ શ્વાન સંપૂર્ણ રીતે સ્વસ્થ થયેલ છે. વિશેષ રીતે કરુણા એમ્બ્યુલન્સના પ્રોજેકટ મેનેજર ડો.રવિ રીંકે આ ઓપરેશનનો ભાગ બન્યા હતા.
ડો. ચિરાગ પરમાર અને પાયલોટ રતનસિંહ દ્વારા ભારે મહેનત બાદ શ્વાને રાહતનો શ્વાસ લીધો હતો. અબોલા પશુ-પક્ષીઓને બચાવવા માટેની કાર્યદક્ષતા જોઇને હાજર લોકોએ કરુણા એમ્બ્યુલન્સનો આભાર માન્યો હતો. વધુમાં વડોદરા જિલ્લાના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી યોગેશ દોશી દ્વારા આ કામની પ્રશંસા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કરુણા એમ્બ્યુલન્સ દ્વારા હાલ સુધીમાં ૪૧૮૦૬ પશુ પક્ષીઓ ઓને સારવાર આપવામાં આવી છે. કરુણા એમ્બ્યુલન્સની મુક જીવોને સારવાર આપીને બચાવવાની કામગીરી સરાહનીય છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી