નર્મદા જિલ્લામાં લાગુ થયેલા જંત્રીના નવા ભાવો સામે નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે કેટલીક જરૂરી સ્પષ્ટતા
દસ્તાવેજમાં તા.૧૫મી એપ્રિલ, ૨૦૨૩ પહેલાં મત્તુ થયેલા હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલા હોય તેવા લેખો ચાર માસની સમયમર્યાદામાં તા.૧૪મી ઓગષ્ટ, ૨૦૨૩ સુધી નોંધણી કરાવી લેવા જિલ્લાના નાગરિકોને કરાયેલો અનુરોધ, જે પક્ષકારોને કોઈ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોઈ સ્ટેમ્પ ખરીદ્યા તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે.
ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૨-કના અસરકારક અમલ માટે રાજય સહિત નર્મદા જિલ્લાની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ના ભાવોમાં તા.૧૫/૦૪/૨૦૨૩ થી વધારો અમલમાં આવ્યો છે. જેથી તા.૧૫/૦૪/૨૦૩ કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે.
રાજ્ય સ્તરેથી સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા દર્શાવાયેલી સ્પષ્ટતા મુજબ તા.૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં કરી આપેલો હશે એટલે કે દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં (તા.૧૪/૦૪/૨૦૨૩ સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે તો આવા દસ્તાવેજો ઉપર પક્ષકારીની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલો હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે. તેવા દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩થી વધારેલી જંત્રીનો ભાવ લાગુ પડશે નહીં, પરંતુ, તે પહેલાનાં ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજારકિંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.
આ મુજબ તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં સહી થયેલા અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલા લેખ તા.૧૫/૦૪/૨૦૨૩થી ચાર માસ એટલે કે તા.૧૪/૦૮/૨૦૨૩ સુધી દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે તો જુની જંત્રીનો લાભ આપવામાં આવશે. જે ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થવામાં થોડાક જ દિવસ બાકી છે. તેથી જેના દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં મત્તુ થયેલા હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલા હોય તેવા લેખો નોંધણી અધિનિયમ મુજબ ચાર માસની સમયમર્યાદામાં તા.૧૪/૦૮/૨૦૨૩ સુધી નોંધણી કરાવી લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનિય છે કે, જે પક્ષકારોને કોઈ પણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોઈ અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો, સ્ટેમ્પ ખરીદ્યા તારીખથી છ માસની સમય મર્યાદામાં
રીફંડ માટે સક્ષમ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે. જેની પણ જાહેર જનતાએ ખાસ નોંધ લેવા નર્મદા જિલ્લા નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી દ્વારા જણાવ્યું છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.