ક્યાક ગર્લફ્રેન્ડના શરીરના ટુકડાઓને કૂકરમાં ઉકાળ્યા, ક્યાંક હથોડી વડે માર્યા તો ક્યાંક ગળું દબાવી હત્યા... આવી 3 ઘટનાઓથી દેશ હચમચી ગયો છે...
જધન્ય ગુનાની દુનિયામાંથી આવા સમાચાર બહાર આવતા હોય છે, જેનાથી વ્યક્તિ હચમચી જાય છે. આવા સમાચારો જે દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કેવી રીતે નિર્દયતા તેમજ ક્રૂરતાની તેની તમામ હદો પાર કરી શકે છે. આવા વ્યક્તિ કેવી રીતે માણસમાંથી ખૂની રાક્ષસ બની જાય છે. આવા સમાચારો કે જે એક વાર જાણીએ તો કદાચ આપણે ક્યારેય ફરી તેને સાંભળવા તેમજ જોવા નહિ ઈચ્છીએ. છેલ્લા 24 કલાકમાં આવા ખૂની ૩સમાચારોએ દેશને હચમચાવી નાખ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યો અને શહેરોમાંથી મલતા આ સમાચારોએ અપરાધ તેમજ બર્બરતાની નવી કહાની લખી છે. આપને જણાવી દઈએ કે, આ ૩ઘટનાઓ જેણે શ્રદ્ધા હત્યા કેસ અને તેના જેવા મામલાઓને પણ પાછળ છોડી દીધા છે.તો આવો જાણીએ આ ઘટનાઓ વિશે.
છેલ્લા 24 કલાકમાં આ 3 ઘટનાઓના સમાચારથી દેશને હચમચાવી નાખ્યો છે. જુદા જુદા રાજ્યો અને શહેરોમાંથી મલતા આ સમાચારોએ અપરાધ અને બર્બરતાની નવી ખૂની કહાની લખી છે. તમને જણાવી દઈએ કે, તે ત્રણ ઘટનાઓ જેણે શ્રદ્ધા હત્યા કેસ અને તેના જેવા મામલાઓને પણ પાછળ છોડી મૂક્યા છે.
મુંબઈથી આવો જ એક કિસ્સો હાલમાં પ્રકાશમાં આવી રહ્યો છે, આ કિસ્સામાં આરોપીએ ક્રૂરતાના મામલામાં આફતાબને પણ ઘણો પાછળ મૂકી દીધો છે. ઘટનામાં પહેલા લિવ-ઈન પાર્ટનરએ મહિલાની નિર્દયતાથી હત્યા કરી પછી તેના શરીરના ટુકડાઓ કરી તેને પ્રેશર કૂકરમાં ઉકાળી દીધા. માણસ રસોડામાં ગયો અને માનવ શરીરના ટુકડા પ્રેશર કૂકરમાં નાખીને ગેસ પર મૂક્યા.
પોલિસ દ્વારા આરોપીની ઓળખ 56 વર્ષના મનોજ સાને તરીકે થઈ છે. અપરાધમાં શિકાર બનેલી મહિલાની ઓળખ 32 વર્ષીની સરસ્વતી વૈદ્ય તરીકે થઈ હતી. આ બંને આકાશગંગા સોસાયટીમાં આવેલ મકાનમાં ભાડાના ફ્લેટમાં 3 વર્ષથી જોડે રહેતા હતા. પોલીસ દ્વારા હત્યારાના લિવ-ઈન પાર્ટનર તરીકે રહેતા મનોજની ધરપકડ કરાઇ છે. હત્યારાની ધરપકડ માટે પોલીસે વિશેષ ટીમ બનાવી હતી. ઘટના બુધવારે રાત્રે પ્રકાશમાં આવી હતી. વધુ માહિતી જણાવતા નયાનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે હત્યાની આ ઘૃણાસ્પદ ઘટના આકાશગંગા સોસાયટીના સાતમા માળના ફ્લેટ નંબર 704માં બની હતી, જોકે હજુ આ હત્યાની તારીખ નક્કી કરવામાં આવી નથી.
મુંબઈ DCP જયત બજબલેએ જણાવ્યું હતું કે ગીતા આકાશગંગા સોસાયટીમાંથી એક ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતી મળ્યા પછી, પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને જ્યારે પોલીસ ઘટનાસ્થળે જ્યારે પહોંચી અને ફ્લેટનો દરવાજો ખોલ્યો, ત્યારે રૂમમાંથી ખૂબ જ તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. વધુ તપાસ કરતાં પોલીસને ત્યાંથી મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા. પોલીસે ટુકડાઓ પોતાના કબજામાં લઈને વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ ફ્લેટની તપાસ કરી રહી હતી ત્યારે રસોડામાં રાખેલ કૂકર જોઈને પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જાણવા મડી રહ્યું છે આરોપીએ પ્રેશર કૂકરમાં લાશના ટુકડા ઉકાળયા હતા. એટલે કે, આરોપી એટલો રાક્ષસ અને હેવાન બની ગયો હતો કે મર્ડર પછી, તેણે મૃતદેહના ટુકડા કર્યા અને પછી તેને પ્રેશર કુકરમાં નાખીને ઉકાળી દીધા, જેથી લાશનો સરળતાથી નિકાલ થઈ શકે.
પોલિસ દ્વારા વધુ તપાસ દરમિયાન ખબર પડી કે આરોપી મનોજ સાને અને સરસ્વતી લિવ-ઈન રિલેશનશિપમાં આ ફ્લેટમાં રહેતા હતા. મનોજે પહેલા સરસ્વતીની હત્યા કરી અને પછી તેના શરીરના ટુકડાઓ કર્યા. ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે કેટલાક પડોશીઓ દ્વારા બંધ ફ્લેટમાંથી દુર્ગંધ આવવા અંગે પોલીસને જાણ કરી. ત્યારબાદ નયાનગર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોચી અને ઘરનું તાળું તોડી નાખ્યું. જ્યાં લાશ અનેક ટુકડાઓમળી આવ્યા હતા. તેમાથી કેટલાક ટુકડા ગાયબ હતા અથવા હત્યારા મનોજે તેને ઉકાળીને છુપાવી દીધા હતા. હાલ પોલીસ આરોપી મનોજની પૂછપરછ કરી રહી છે.
આ ઘટનામાં જ્યાં એક શખ્સે શિકારી બનીને સગીર બાળકી પર હુમલો કર્યો હતો. શખ્સે પહેલા બાળકી પર બળાત્કાર કર્યો અને પછી તેની નિર્દયતાથી હત્યા કરી નાખી. હત્યારાએ જે રીતે હત્યાને અંજામ આપ્યો તે જાણીને કોઈપણ વ્યક્તિનું હૃદય હચમચી જાય. તમારું હૃદય ટ્રેનની ઝડપે દોડવા લાગશે અને જ્યારે પણ આપણે આ ઘટના વિશે વિચારીએ તો ઊંઘ ઊડી જશે.
ખરેખર, આ સનસનાટીભર્યા હત્યાની ઘટના લખનૌમાં આવેલા ઈન્દિરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જહાં તકરોહી વિસ્તારમાં બુધવારે શાહિદ નામના આરોપીએ આ ઘટનાને ખૂની અંજામ આપ્યો. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા તક જોઈને આરોપી સગીર છોકરીના ઘરમાં ઘુસી ગયો અને પછી તેની સાથે બળજબરીથી તેની પર રેપ કર્યો હતો. જ્યારે આરોપીના માથા પરથી વાસનાનું ભૂત ઉતર્યું ત્યારે તેને લાગ્યું કે હવે તે પકડાઈ જશે. જેનાથી ડરીને આરોપીએ પીડિત યુવતીના માથા પર હથોડી વડે ઘા માર્યો, જેના કારણે છોકરીનું મોત થયું. ત્યારબાદ આરોપીએ છોકરીના મૃતદેહને રૂમમાં જ તેને ગળામાં ફાંસો લગાવી દીધો. જાણે યુવતીએ પોતેજ આત્મહત્યા કરી લીધી હોય. તેના પરિવારના સભ્યો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરનું આ દ્રશ્ય જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એક રૂમમાં બાળકીની લાશ ફાંસીથી લટકતી હતી. આ ખૂની માહોલ જોઈ પીડિતાના પિતાએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી.
માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ત્યાં જઈને પહેલા બાળકીના મૃતદેહને જાળમાંથી બહાર કાઢ્યો ત્યારબાદ પંચનામાની કાર્યવાહી બાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપાયો હતો. હવે પીડિતાના પિતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ આપતાં શાહિદ નામના યુવક પર બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવ્યો છે. પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ ચાલુ કરી છે.
હવે આવીએ બેંગ્લોર, કર્ણાટકની ઘટના તરફ, દિલ્હીના ટેક એક્સપર્ટે બેંગલુરુમાં તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી. મૃતક આકાંક્ષા શહેરના ગોદાવરીખાની વિસ્તારની રહેવાસી હતી. અને તે સોફ્ટવેર એન્જિનિયર હતી. હૈદરાબાદમાં એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતી વખતે તે અર્પિત નામના વ્યક્તિ સાથે મળી અને પ્રેમમાં પડી.
પોલીસના જણાવ્યા અનુસાર, અર્પિતે પહેલા આકાંક્ષાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને પછી તેને ફાંસી આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે મંગળવારે તેમની વચ્ચે કોઈ લડાઈ થઈ ન હતી. આકાંક્ષાના મિત્રોએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેઓ આકાંક્ષાના રૂમમાં પહોંચ્યા ત્યારે તે બેભાન અવસ્થામાં પડી હતી. આ પછી તેણે પોલીસને જાણ કરી અને આકાંક્ષાને હોસ્પિટલ લઈ ગયા હતા.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટના વિષે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ બેંગલુરુ પોલીસે જ આકાંક્ષાના પરિવારને તેના મૃત્યુ અંગે જાણ કરી હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ અને તપાસ બાદ આકાંક્ષાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પોલીસે આરોપી અર્પિતની ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બિહારમાં ગુનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ખાસ કરીને પોલીસકર્મીઓ પર હુમલા વધી રહ્યા છે. હવે પટણા એસએસપીએ 44 પોલીસકર્મીઓની બદલી કરી છે. સંપૂર્ણ યાદી જુઓ...
IIT JAM 2025 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો સમાચારમાં નીચે આપેલ સીધી લિંક દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.
બજેટ સત્ર દરમિયાન ઓડિશાના ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના નિવેદન પર વિવાદ થયો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજનો પુનર્જન્મ ગણાવ્યા, જેના પછી ગૃહમાં ભારે હોબાળો થયો. આ નિવેદન પર કોંગ્રેસે તેમને ઘેર્યા અને દેશની માફી માંગવા કહ્યું.