ગોધરા-વાવડી ખુર્દ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના આણંદ-ગોધરા સેક્શનના ગોધરા-વાવડી ખુર્દ સ્ટેશનો વચ્ચે ડબલિંગના નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે મેમુ ટ્રેન રદ રહેશે. જેની વિગતો આ મુજબ છે.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ના આણંદ-ગોધરા સેક્શનના ગોધરા-વાવડી ખુર્દ સ્ટેશનો વચ્ચે ડબલિંગના નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે મેમુ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
1 ટ્રેન નંબર 09393 આણંદ - ગોધરા મેમુ ટ્રેન 26 ડિસેમ્બર 2024 થી 05 જાન્યુઆરી 2025 સુધી રદ રહેશે.
2 ટ્રેન નંબર 09396 ગોધરા - આણંદ મેમુ ટ્રેન 26 ડિસેમ્બર2024 થી 05જાન્યુઆરી 2025 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 19319 વેરાવળ - ઇન્દોર મહામના એક્સપ્રેસ 01 જાન્યુઆરી 2025 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા ગેરતપુર-આણંદ-બાજવા-છાયાપુરી - ગોધરા- થઈને ચલાવવામાં આવશે.
રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. . ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે નાગરિકોની સંલગ્નતા વધારવા અને શાસનમાં સુધારો કરવાના હેતુથી એક નવી પહેલ છે.
ઉંચા તાપમાન અને ભેજને કારણે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતમાં વિઝિબિલિટી નબળી રહી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પણ અનુભવાયો હતો
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.