અમદાવાદ મંડળની કેટલીક સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે
ઉત્તર મધ્ય રેલવે પર પ્રયાગરાજ સ્ટેશનના મેજર અપગ્રેડેશનના કામના સંબંધમાં પ્લેટફોર્મ નંબર 4 અને 05 બંધ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ, અમદાવાદ-પટના એક્સપ્રેસ અને અમદાવાદ પટના સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત કરાયેલામાર્ગ પર દોડશે. જેની વિગતો માટે વધુ જાણો.
•14 જૂનથી 19 જુલાઈ, 2024 સુધી, અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીને બદલે પરિવર્તિત માર્ગ વાયા માણિકપુર-પ્રયાગરાજ છિવકી-વારાણસી થઈને દોડશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યા છે.
• 12 જૂનથી 24 જુલાઈ 2024 સુધીં દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-પ્રયાગરાજ છિવકી-માણિકપુર થઈને દોડશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યા છે.
• 16 જૂનથી 21 જુલાઈ 2024 સુધી અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ વાયા માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસી-પં. દીનદયાલ ઉપાધ્યાય ના બદલે પરિવર્તિત માર્ગ વાયા માનિકપુર-પ્રયાગરાજ છિવકી-પં. દીનદયાળ ઉપાધ્યાય થઈને ચાલશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યો છે.
• 18 જૂનથી 23 જુલાઈ 2024 સુધી પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ વાયા પં. દીનદયાલ ઉપાધ્યાય-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ- માણિકપુર ના બદલે પં. દીનદયાલ ઉપાધ્યાય-પ્રયાગરાજ છિવકી-માણિકપુરના રસ્તે ચાલશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યો છે.
• 12 જૂનથી 24 જુલાઈ 2024 સુધી અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સાપ્તાહિક વિશેષ તેના નિર્ધારિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-પ્રયાગરાજ-પં. દીનદયાલ ઉપાધ્યાય ના બદલે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનઉ-પં.દીનદયાલ ઉપાધ્યાય થઈને ચાલશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઈ શકે છે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલાના છેવાડાનું વણોટ ગામે 68 લાભાર્થીઓને જાહેર હરાજી થી આપેલા પ્લોટોનું સનદ વિતરણ કરતા ધારાસભ્ય કસવાલા.
એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ- OPRS દ્વારા કુલ રૂ. ૧,૦૩૬ કરોડથી વધુની આવક મેળવી.