સોમનાથ મહોત્સવ : મૈસૂર મંજૂનાથની વાયોલીન શૈલીમા તલ્લીન થયા કલારસિકો
મહાશિવરાત્રીના પાવન અવસરે ઘૂઘવતા દરિયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને કળાના સમન્વય 'સોમનાથ મહોત્સવ'માં પ્રખ્યાત વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ, શ્રી સુમંત મંજૂનાથ અને મૃદંગવાદક ડૉ.તીરૂવરૂરની ત્રિપુટીએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી તરખાટ મચાવ્યો હતો.
મહાશિવરાત્રીના પાવન અવસરે ઘૂઘવતા દરિયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને કળાના સમન્વય 'સોમનાથ મહોત્સવ'માં પ્રખ્યાત વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ, શ્રી સુમંત મંજૂનાથ અને મૃદંગવાદક ડૉ.તીરૂવરૂરની ત્રિપુટીએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી તરખાટ મચાવ્યો હતો.
વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ અને શ્રી સુમંત મંજૂનાથે 'હંસધ્વની' રાગથી શરૂ કરીને 'ચારૂકેશી' રાગમાં તાલબદ્ધ રાગ છેડી એક પછી એક અતિસુંદર પ્રસ્તુતીઓ રજૂ કરી હતી.
મૃદંગ મેસ્ટ્રો તરીકે ખ્યાત ડૉ.તીરૂવરૂર ભક્તવત્સલમે બન્ને મહારથીઓનો એવો સાથ આપ્યો હતો કે વાયોલિન સાથે મૃદંગની એક-એક થાપે શ્રોતાઓને તાળીઓ પાડવા પ્રેર્યા હતાં.
શ્રોતાઓએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી 'વૈષ્ણવજન તો તેને રે કહીએ...' , 'સુંદર શંકર શશિશેખરા સોમનાથ ભવ: સહિતની 'શિવસ્તુતિ' અને અન્ય પ્રસ્તુતિઓને એકચિત્તે માણી હતી.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.
ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને, મેળામાં સુરક્ષા માટે કરવામાં આવતા સીસીટીવી મોનિટરિંગની માહિતી મેળવી: જૂનાગઢ પોલીસની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટેની કામગીરીને બિરદાવી.
શ્રદ્ધા અને કલાના સમન્વય એવા 'સોમનાથ મહોત્સવ'ના તૃતીય દિવસે અનેકવિધ નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંના ભરતનાટ્યમ નૃત્યાંગના શ્રી રાજશ્રી વારિયર અને નૃત્યવૃંદ દ્વારા સંગીત, સાહિત્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સમાન ભારતનાટ્યમના માધ્યમથી શિવની ઉપાસના રજૂ કરાઈ હતી.