સોમનાથ મહોત્સવ - નૃત્યાંગના રાજશ્રી વારિયર અને નૃત્યવૃંદ દ્વારા ભરતનાટ્યમની પ્રસ્તુતિ રજૂ કરાઈ
શ્રદ્ધા અને કલાના સમન્વય એવા 'સોમનાથ મહોત્સવ'ના તૃતીય દિવસે અનેકવિધ નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંના ભરતનાટ્યમ નૃત્યાંગના શ્રી રાજશ્રી વારિયર અને નૃત્યવૃંદ દ્વારા સંગીત, સાહિત્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સમાન ભારતનાટ્યમના માધ્યમથી શિવની ઉપાસના રજૂ કરાઈ હતી.

શિવજીનું તાંડવ-નૃત્ય લયબદ્ધતાનું પ્રતિક છે.'ગણેશ સ્તુતિ', 'શિવ તાંડવ નૃત્ય', દુર્ગા રાગમાં 'શિવ સ્તુતિ'ના માધ્યમથી શ્રી રાજશ્રી વારિયર અને તેમના વૃંદે એક જ ક્ષણે રૌદ્રરૂપ, વ્યગ્રતા, કરુણા, વિહવળતા, ભવ્યતા તેમજ સર્જન અને સંહાર તાદ્રશ્ય કર્યા હતાં.
ભરતનાટ્યમની વિવિધ પ્રસ્તુતિઓ થકી લય, તાલ અને તેના આરોહ અવરોહ, ઉતાર-ચઢાવ, ભાવભંગીમાઓના માધ્યમથી કલારસિકો શિવભક્તિમાં લીન થયાં હતાં.
"જમ્મુ-કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનમાં ફસાયેલા 50 ગુજરાતી મુસાફરોની સલામતી માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની તાત્કાલિક કાર્યવાહી. જાણો બચાવ કામગીરી, ગુજરાત પોલીસ અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના સંકલનની સંપૂર્ણ વિગતો."
"ગાંધીનગરના સરગાસણમાં MKC ટાવરમાં 20 એપ્રિલ, 2025ના રોજ ભીષણ આગ લાગી, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો અને અફરાતફરી મચી. ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી આગને કાબૂમાં લીધી. વધુ જાણો આ ઘટના વિશે."
"ડાંગ-સાપુતારા ઘાટ પર મીઠાના સરઘસ માટે જઈ રહેલો ટેમ્પો પલટી જતાં ૧૩ લોકો ઘાયલ. અકસ્માતનું કારણ, સારવાર અને નવીનતમ અપડેટ્સ જાણો. કીવર્ડ્સ: ડાંગ અકસ્માત, સાપુતારા ઘાટ, ટેમ્પો પલટી ગયો."