સોનીએ નવા વ્લોગ કેમેરા ઝેડવી-1એફની જાહેરાત કરી
સોનીએ આજે નવા વ્લોગ કેમેરા ઝેડવી-1એફની જાહેરાત કરી છે. રચનાત્મકતા, ઉપયોગમાં સરળ વ્લોગિંગ ફંક્શન, ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી અને પર્યાવરણને અનુકૂળ વિશેષતાઓથી સજ્જ આ નવો વિશ્વસનીય કેમેરા એવાં બ્લોગર્સ અને ક્રિએટર્સ માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે કે જેઓ અદ્ભુત ફોટો અને વિડિયો કેપ્ચર કરવા માગે છે. આ પોકેટ-સાઇઝ કેમેરાને સોનીની નવીનતમ ટેક્નીકની સાથે બ્લોગિંગ માટે અનુકૂળ કરાયો છે, જેથી બેજોડ કન્ટેન્ટ તૈયાર કરી શકાય.
નવી દિલ્હી : સોનીએ આજે નવા વ્લોગ કેમેરા ઝેડવી-1એફની જાહેરાત કરી છે. રચનાત્મકતા, ઉપયોગમાં સરળ વ્લોગિંગ ફંક્શન, ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી અને પર્યાવરણને અનુકૂળ વિશેષતાઓથી સજ્જ આ નવો વિશ્વસનીય કેમેરા એવાં બ્લોગર્સ અને ક્રિએટર્સ માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે કે જેઓ અદ્ભુત ફોટો અને વિડિયો કેપ્ચર કરવા માગે છે. આ પોકેટ-સાઇઝ કેમેરાને સોનીની નવીનતમ ટેક્નીકની સાથે બ્લોગિંગ માટે અનુકૂળ કરાયો છે, જેથી બેજોડ કન્ટેન્ટ તૈયાર કરી શકાય.
સોની ઇન્ડિયાના ડિજિટલ ઇમેજિંગ બિઝનેસ હેડ મૂકેશ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, “ઝેડવી-1એફ એવો કોમ્પેક્ટ કેમેરા છે, જે આગામી પેઢીના કન્ટેન્ટ ક્રિએટર્સના વ્લોગિંગના અનુભવમાં વધારો કરવા માટે ડિઝાઇન કરાયો છે. ઉચ્ચ-ગુણવત્તાયુક્ત સામગ્રીની સતત વધતી માગ સાથે ક્રિએટર્સને એક ઓલ-ઇન-વન કેમેરાની જરૂર હોય છે, જે સરળ હોવાની સાથે-સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત આઉટપુટ પ્રદાન કરે છે. વિશેષરૂપે વાયરલેસ સામગ્રી શેર કરવા માટે તેને ડિઝાઇન કરાયું છે. અમે ઝેડવી-1એફમાં પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ પણ સામેલ કરી છે, જેનો ઉદ્દેશ્ય શૂન્ય એનવાયર્નમેન્ટ ફૂટપ્રિન્ટ પ્રાપ્ત કરવાનો છે કારણકે ટકાઉપણું સોનીના મુખ્ય ફોકસ ક્ષેત્રો પૈકીનું એક છે.”
1.અલ્ટ્રા-વાઇડ-એંગલ 20 મિમિ પ્રાઇમ લેન્સ, જે સામૂહિક સેલ્ફી અને બેકગ્રાઉન્ડ માટે ઉપયુક્ત છે
ઝેડવી-1એફને કોઇપણ દ્રષ્યમાં સબ્જેક્ટને શાઇન પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયું છે, જેમાં અલ્ટ્રા-વાઇડ 20 મિમિ પ્રાઇમ લેન્સ છે. તે મહત્તમ સેલ્ફી શૂટિંગ અને વધુ બેકગ્રાઉન્ડ કેપ્ચર કરવા માટે મદદરૂપ બને છે. વ્લોગ કેમેરા વિષયને વધુ હાઇલાઇટ કરવા અથવા નરમાશ જાળવી રાખવા માટે સ્ટિલ અને વિડિયો બંન્નેમાં બેકગ્રાઉન્ડ બોકેહ પ્રદાન કરે છે.
2. સેલ્ફી માટે વેરી-એંગલ એલસીડી
ઝેડવી-1એફને ઉપયોગમાં સંપૂર્ણ સરળતા રહે તે પ્રકારે ડિઝાઇન કરાયો છે, જેથી બ્લોગર કન્ટેન્ટ કેપ્ચર કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે તથા કોઇપણ મૂશ્કેલી વગર સહજ રીતે કેમેરાનો ઉપયોગ કરી શકે. લગભગ માત્ર 229 ગ્રામ વજન સાથે તે દૈનિક ઉપયોગ માટે પર્યાપ્ત કોમ્પેક્ટ અને વજનમાં હલકો છે અને કોઇપણ જગ્યાએ સરળતાથી લઇ જઇ શકાય છે. તેમાં એક વેરી-એંગલ એલસીડી ટચ સ્ક્રીન પણ છે, જે ઝુમ કરવાની ક્ષમતા સહિત સુવિધાઓ અને સેટિંગ્સને ટચ દ્વારા બદલી નાખવામાં આવ્યાં છે. તેનાથી કામગીરી સહજ બની છે. નવા વ્લોગ કેમેરામાં એક બોકેહ સ્વિચ બટન પણ સામેલ છે, જે યુઝર્સને વિડિયો રેકોર્ડ કરતી વખતે ચહેરાને હાઇલાઇટ કરવા દરમિયાન અને કોઇપણ પૃષ્ઠભૂમિ વગર બોકેહ વચ્ચે ઝડપથી સ્વિચ કરવામાં મદદરૂપ બને છે. આ એક પ્રોડક્ટ શોકેસ સેટિંગ પણ રજૂ કરે છે, જે યુઝર્સના ચહેરા અને પ્રોડક્ટ વચ્ચે મૂળરૂપે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બને છએ – સમીક્ષા માટે એકદમ ઉપયુક્ત. ઝેડવી-1એફમાં વિડિયો સામગ્રીને કેપ્ચર કરવાને વધુ સરળ બનાવવા માટે એક સેલ્ફ-ટાઇમર રેકોર્ડિંગ લેપ પણ છે.
3.ઝેડવી-1એફ તમારા સ્કિન ટોનને સચોટ રીતે કેપ્ચર કરે છે અને તમારા હેલ્ધી અને નેચરલ લૂકને સુનિશ્ચિત કરે છે
સોફ્ટ સ્કિન ઇફેક્ટ વિકલ્પની સાથે કેમેરા વિડિયો શૂટ કરતી વખતે કરચલીઓને ઘટાડે છે તથા સ્ટિલ માટે એક પ્રાકૃતિક સ્કિન ટોન ઇફેક્ટ બનાવે છે. ફેસ પ્રાયોરિટી એઇ શૂટિંગ દરમિયાન આપમેળે બ્રાઇટનેસ સુનિશ્ચિત કરે છે, જેથી ચહેરાને મહત્તમ ચમકની સાથે કેપ્ચર કરી શકાય. એવી પરિસ્થિતિઓમાં પણ કે જ્યાં લાઇટ બદલાતી હોય.
4.હાઇ-પ્રિસિઝન ફોકસ માટે 425 કોન્ટ્રાસ્ટ-ડિટેક્શન એએફ ફ્રેમ પોઇન્ટ્સ
ઝેડવી-1એફમાં વ્યક્તિઓ અને પશુઓ બંન્ને માટે હાઇ પ્રિસિઝન ફોકસિંગ અને આઇ એએફ પણ છે, જે ઓટોફોકસને બીજા વિષયોની અવગણના કરતાં ચહેરા અને આંખો પર મજબૂતાઇથી ફોકસ કરવામાં મદદરૂપ બને છે. યુઝર્સ કેમેરાના ટચસ્ક્રીનના માધ્યમથી સરળતાથી વિષય બદલી શકે છે. આ ઉપરાંત વિડિયો શૂટ કરતી વખતે ઇમેજ સ્ટેબિલાઇઝેશન એક્ટિવ મોડ (ઇલેક્ટ્રોનિક)માં ઉપલબ્ધ છે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે ચાલતી વખતે ફુટેજ સ્થિર અને સ્પષ્ટ હોય. નવા ઉપલબ્ધ ક્રિએટિવ લૂક ફંક્શન યુઝર્સને ટોન, બ્રાઇટનેસ, કલર ડેપ્થ અને બીજામાં તફાવત સાથે સ્ટિલ અને વિડિયો બંન્નેમાં અપેક્ષિત માહોલ તૈયાર કરવા માટે ઘણાં પ્રિસેટ વિકલ્પ આપે છે. રચનાત્મકતામાં વધારો કરવા માટે કુલ 10 મોડ ઉપલબ્ધ છે અને યુઝર્સ એડિટિંગની જરૂરિયાતો વગર તરત જ કન્ટેન્ટ શેર કરી શકે છે. ઝેડવી-1એફમાં અપેક્ષિત અસર પ્રાપ્ત કરવા માટે 5X ધીમી ગતિ ઉપર ધીમી ગતિ તથા 60X ઝડપી હાઇપર લેપ્સ ગતિ ઉપર ત્વરિત ગતિ બંન્નેમાં શૂટ માટે એસએન્ડક્યુ મોડ પણ સામેલ છે.
5.ઘરની બાહર સ્પષ્ટ વોઇસ રેકોર્ડિંગ માટે વિન્ડ સ્ક્રીન
સ્ટિલ્સ અને વિડિયો ઉપરાંત ઉત્તમ કન્ટેન્ટ કેપ્ચર કરવા માટે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત સાઉન્ડ પણ મહત્વપૂર્ણ છે. વિન્ડ સ્ક્રીન સ્પષ્ટ અવાજ રેકોર્ડિંગ અને બહાર ઝડપી ગતિએ હવાની પરિસ્થિતિઓમાં ઓછો ઘોંઘાટ પ્રદાન કરે છે.
6.ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઓડિયો માટે બિલ્ટ-ઇન ડાયરેક્શનલ 3-કેપ્સુલ માઇક
ઝેડવી-1એફમાં એક ઇન-બિલ્ટ ડાયરેક્શનલ 3-કેપ્સુલ માઇક છે, જે તમારા વિડિયો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાઉન્ડ સુનિશ્ચિત કરે છે.
7.કનેક્ટિવિટી અને એસેસરિઝ
નવા વ્લોગ કેમેરા ઝેડવી-1એફ સ્માર્ટફોનની સાથે ઉપયોગમાં લઇ શકાય તે પ્રકારે ડિઝાઇન કરાયો છે. સોનીના નવા સ્માર્ટફોન એપ ઇમેજિંગ એજ મોબાઇલ પ્લસ યુઝર્સને બ્લુટુથ અથવા વાઇ-ફાઇના માધ્યમથી કેમેરા સાથે કનેક્ટ કરવા તથા ઇમેજ અને વિડિયોને ટ્રાન્સફર કરવામાં મદદરૂપ રહે છે. કેપ્ચર કરાયેલી સામગ્રીને સરળતાથી સ્માર્ટફોનમાં ટ્રાન્સફર કરી શકાય છે અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરી શકાય છે. યુઝર્સ શૂટિંગ દરમિયાન અથવા કેમેરા ઉફર શોટના નિશાનનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા માટે શોટ્સને પસંદ કરી શકે છે. આ ઉપરાંત યુઝર્સ વિશિષ્ટ 15, 30 અથવા 60 સેકંડની પસંદગીની ક્લિપને પોતાના સ્માર્ટફોન માટે કટ કરીને ટ્રાન્સફર કરી શકે છે તેમજ પ્લેટફોર્મને અનુરૂપ લંબાઇને એડિટ કરવા જેવી જરૂરિયાતો વગર સીધા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી શકે છે. ઇમેજિંગ એજ મોબાઇલ પ્લસ એપ પણ યુઝર્સને કેમેરામાં ઘણાં સેટિંગ્સ જેમકે તારીખ, સમય અને ક્ષેત્રની સાથે-સાથે સોફ્ટવેર અપડેટ અને માર્ગદર્શિકાઓને નિયંત્રિત કરવામાં મદદરૂપ રહે છે. આ ઝેડવી-1એફને દૂરથી પણ સંચાલિત કરી શકાય છે તેમજ બેટરીના લેવલ અને સ્ટોરેજની ક્ષમતા પણ પ્રદર્શિત કરી શકે છે. યુઝર્સ ઝેડવી-1એફનો ઉપયોગ ઉચ્ચ-ગુણવત્તાયુક્ત લાઇવ-સ્ટ્રીમિંગ ડિવાઇસ તરીકે પણ કરી શકે છે. ઉપર્યુક્ત વિડિયો કોન્ફરન્સ એપ્લીકેશન અથવા તેના જેવા સોફ્ટવેરની સાથે ઝેડવી-1એફ યુએસબીના માધ્યમથી કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન સાથે કનેક્ટ થતાં એક હાઇ-પર્ફોર્મન્સ વેબ કેમેરા તરીકે પણ કાર્ય કરે છે.
ઝેડવી-1એફ વાયરલેસ રિમોટ કમાંડરની સાથે જીપી-વીપીટી2બી શૂટિંગ ગ્રીપની સાથે સુસંગત છે, જે કેબલ-ફ્રી ઝુમ કંટ્રોલ, રેકોર્ડિંગ વગેરે ઓફર કરે છે તેમજ સ્થિર હેન્ડ્સ-ફ્રી શોટ્સ માટે મિનિ-ટ્રાઇપોડમાં વિસ્તરિત કરી શકાય છે. સ્પષ્ટ સાઉન્ડ રેકોર્ડિંગ માટે એક બાહ્ય માઇક્રોફોન પણ એસેસિઝ સાથે જોડી શકાય છે.
8.ટકાઉ ભવિષ્યમાં સહાયક
ઝેડવી-1એફને ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ અને ટેક્નોલોજી સાથે ડિઝાઇન કરાયો છે. રિસાઇકલ્ડ સામગ્રી જેમકે એસઓઆરપીએલએએસ તેમાં સામેલ છે, જેનો ઉપયોગ કેમેરાની બોડી અને બંડલ કરાયેલી સામગ્રીઓ જેમકે નવી વિકસિત વિન્ડ સ્ક્રીન બંન્નેમાં થાય છે. પ્લાસ્ટિક પેકેજિંગને ઘટાડવા માટે પ્રોડક્ટ બેગ માટે પ્લાન્ટ-બેઝ્ડ નોન-વુવમ ફેબ્રિક્સનો ઉપયોગ કરાય છે.
કિંમત અને ઉપલબ્ધતા
ઝેડવી-1એફ તમામ સોની સેન્ટર, આલ્ફા ફ્લેગશીપ સ્ટોર્સ, સોની અધિકૃત ડીલર્સ, ઇકોમર્સ વેબસાઇટ (એમેઝોન અને ફ્લિપકાર્ટ) તેમજ સમગ્ર ભારતમાં અગ્રણી ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ઉપર 5 એપ્રિલ, 2023થી ઉપલબ્ધ બનશ.
મોડલ |
બેસ્ટ બાય (રૂ.માં) |
ઉપલબ્ધતા |
50,690/- |
5 એપ્રિલ, 2023થી |
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.