સોનીએ ઇમર્સિવ ઓપન બેક મોનિટર હેડફોન્સ અને સ્ટુડિયો રેકોર્ડિંગ માટે કન્ડેન્સર માઇક્રોફોન લોન્ચ કર્યા
MDR-MV1 સાઉન્ડ એન્જિનિયરો અને સર્જકો દ્વારા ઇચ્છિત ગુણવત્તા અને આરામ સાથે ચોક્કસ સ્પેશલ સાઉન્ડ ફિલ્ડ રિપ્રોડક્શનને જોડે છે. નવું એન્ટ્રી લેવલ C-80 સુલભ કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા અવાજની ઓફર કરવા માટે સોનીના પ્રોફેશનલ માઇક્રોફોન્સના વારસા પર આધારિત છે
સોનીએ MDR-MV1 રેફરન્સ મોનિટર હેડફોન્સની જાહેરાત કરી છે, જે પ્રોફેશનલ સાઉન્ડ એન્જિનિયરો અને સંગીત સર્જકો માટે રચાયેલ છે. હેડફોન્સ લાંબા સમય સુધી ચાલે તેવા અને વિશ્વસનીયતા સાથે બેજોડ અવાજની ગુણવત્તા ધરાવે છે. તેમની ઓપન બેક ડિઝાઇન વિશાળ સાઉન્ડ ફિલ્ડનું સચોટ રિપ્રોડક્શન સક્ષમ કરે છે, જે તેમને 360 રિયાલિટી ઓડિયો, તેમજ હાઇ-રિઝોલ્યુશન ક્ષમતા સાથે સ્ટીરિયો સાઉન્ડ જેવા ઇમર્સિવ સ્પેશલ સાઉન્ડને મિક્સ કરવા અને માસ્ટર કરવા માટે યોગ્ય વિકલ્પ બનાવે છે. સોનીએ હોમ સ્ટુડિયો માટે નવા માઇક્રોફોનની પણ જાહેરાત કરી છે. C-80 એક યુનિ-ડાયરેક્શનલ કન્ડેન્સર માઇક્રોફોન છે જે વોકલ/વોઇસ રેકોર્ડિંગ, ઇન્સ્ટ્રુમેન્ટલ રેકોર્ડિંગ, વ્લોગિંગ, વેબકાસ્ટિંગ અને પોડકાસ્ટિંગ માટે આદર્શ છે. આ નવી પ્રોડક્ટ સોનીના લોકપ્રિય C-800G અને C-100 માઇક્રોફોનની ટેક્નોલોજીને વારસામાં આપે છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા અવાજને વધુ સુલભ બનાવે છે.
સ્પેશલ સાઉન્ડ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી સ્ટ્રીમિંગ મ્યુઝિક સેવાઓમાં વધારો થવા સાથે, અમે હેડફોન્સની માંગ જોઈ રહ્યા છીએ જે આ બધી ઇમર્સિવ જરૂરિયાતોને અનુકૂલનશીલ રીતે સંબોધિત કરી શકે અને સમૃદ્ધ બનાવી શકે," એમ સોની ઈન્ડિયાના હેડ ઓફ ઓડિયો બિઝનેસ શોહેઇ ટોયોડાએ જણાવ્યું હતું. “MDR-MV1ની રજૂઆત સાથે ઓડિયોમાં સોનીનો ઊંડો વારસો પ્રદર્શિત થાય છે, જે ઘર અથવા સ્ટુડિયોના ઉપયોગ માટે એક ફ્લેક્સિબલ અને સ્ટાઇલિશ નવો વિકલ્પ છે. હેડફોન્સ આરામને પ્રાધાન્ય આપે છે, સોનીની કારીગરીનું પ્રદર્શન કરે છે અને વપરાશકર્તાઓને અવાજને સચોટ રીતે પુનઃઉત્પાદિત કરવાની ક્ષમતા પ્રદાન કરતી વખતે લાંબા ગાળાની ટકાઉપણું એ રીતે પ્રદાન કરે છે જે રીતે કલાકાર તેમને સાંભળવા માંગે છે.
MDR-MV1 વિસ્તૃત સ્પેશલ સાઉન્ડ રિપ્રોડ્યુસિબિલિટી અને 360-ડિગ્રી સ્પેસમાં સચોટ સાઉન્ડ ઓબ્જેક્ટ પોઝિશનિંગ તેમજ સુપર-વાઇડ ફ્રીક્વન્સી રેન્જ અને સચોટ સાઉન્ડ સ્ટેજ સાથે સ્પષ્ટ, હાઇ-રિઝોલ્યુશન, સૂક્ષ્મ અવાજ પ્રદાન કરે છે. હેડફોન્સના અનન્ય રીતે વિકસિત ડ્રાઇવર યુનિટ્સ કુદરતી ઉચ્ચ ફ્રીક્વન્સીઝ સાથે અલ્ટ્રા-વાઇડબેન્ડ પ્લેબેક (5Hz – 80 kHz) પ્રદાન કરે છે. આ પ્રોફેશનલ્સ માટે લોકલાઈઝેશન, સ્પેશિયસનેસ અને સાઉન્ડ પ્રોસેસિંગમાં ડિટેલ્ડ ચેન્જીસને કેપ્ચર કરવાનું સરળ બનાવે છે. હેડફોન્સની ખુલ્લી પાછળની રચના આંતરિક રીતે પ્રતિબિંબિત અવાજોને ઘટાડે છે અને કુદરતી, રિચ સ્પેશલ ઇન્ફોર્મેશન અને અવાજોનું ચોક્કસ રિપ્રોડક્શન કરતી વખતે એકોસ્ટિક રેઝોનન્સને દૂર કરે છે. ઓડિયો એન્જિનિયર્સના ઉચ્ચતમ ધોરણોને સમાયોજિત કરતી વખતે આ મજબૂત સુવિધાઓ પ્રોફેશનલ મિક્સિંગ અને માસ્ટરિંગ એન્વાર્યમેન્ટ્સમાં તેમના ઉપયોગને સમર્થન આપે છે.
આરામને ધ્યાનમાં રાખીને બનાવેલા MDR-MV1માં બ્રેધેબલ ઇયરપેડની સુવિધા ધરાવે છે અને તે હેતુપૂર્વક હળવા વજનના, નરમ અને એ રીતે ફિટ કરાયેલા છે કે ઉપયોગના કલાકો પછી પણ પહેરવાનો આનંદદાયક અનુભવ પ્રદાન કરે છે. MDR-MV1માં મશીન કરેલ એલ્યુમિનિયમ કનેક્ટર્સ
સાથે ઉચ્ચ ગુણવત્તાનો બદલી શકાય તેવો ડિટેચેબલ કેબલ છે અને પ્રોફેશનલ સેટિંગમાં ઉપયોગમાં સરળતા માટે સ્ટીરિયો મિની-જેક એડેપ્ટરનો સમાવેશ થાય છે.
C-80 માઈક્રોફોન
1. C-80ના મુખ્ય ફીચર્સ
C-80 એ સોનીના લોકપ્રિય C-800G અને C-100 માઇક્રોફોન્સનો સાર વારસામાં મેળવ્યો છે, જેમાં C- 100માંથી મેળવેલા માઇક્રોફોન કેપ્સ્યૂલ અને C- 800Gમાં ઉપયોગમાં લેવાતા બે ભાગની મેટાલિક એન્ટિ-વાઇબ્રેશનલ બોડી સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું નોઈઝ એલિમિનેશન
કન્સ્ટ્રક્શન માઇક્રોફોન બોડીના એકોસ્ટિક વાઇબ્રેશનને પણ અટકાવે છે, જેના પરિણામે ઓછો ઘોંઘાટ અને સ્પષ્ટ અવાજ આવે છે. C-80ની અંદર ડ્યુઅલ ડાયાફ્રેમ કન્ફિગરેશન પણ છે, જે અંતર (પ્રોક્સિમિટી ઇફેક્ટ) સાથે સોનિક ફેરફારોને દબાવી દે છે અને વોકલ રેકોર્ડિંગ પ્રોસેસમાં વધુ સ્થિરતા આપે છે.
2. C-80ની સોનિક લાક્ષણિકતાઓ
C-80માં ટાઈટ અને રિચ મિડ-રેન્જ કેપ્ચર ક્લિયર કોર અને પ્રેઝન્સ સાથે વોકલ સાઉન્ડ પ્રદાન કરે છે, જે અન્ય ઇન્સ્ટ્રુમેન્ટલ અવાજો સાથે મિશ્રિત હોવા છતાં પણ ગાયક અલગ રહી શકે છે. C- 80 ગિટાર સ્ટ્રિંગ્સનો અવાજ અને બોડી રિસોનન્સઇ જેવી ઈન્સ્ટ્રુમેન્ટની લાક્ષણિકતાઓનું વાસ્તવિક
રિપ્રોડક્શન પણ પ્રદાન કરે છે અને માઇક્રોફોનની નજીક હોય ત્યારે બૂમી લો ફ્રીક્વન્સીઝ અને ઘોંઘાટને દબાવીને કુદરતી અને સ્પષ્ટ રેકોર્ડિંગ પ્રાપ્ત થાય છે.
કિંમત અને ઉપલબ્ધતા
MDR-MV1 હેડફોન અને C-80 માઈક્રોફોન ત્રીજી જુલાઈ, 2023થી ભારતમાં સોની રિટેલ સ્ટોર્સ (સોની સેન્ટર અને સોની એક્સક્લુઝિવ), www.ShopatSC.com પોર્ટલ, મુખ્ય ઈલેક્ટ્રોનિક સ્ટોર્સ અને અન્ય ઈ-કોમર્સ વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.
નોકિયાએ વધુ બે સસ્તા 4G ફોન લોન્ચ કર્યા છે. નોકિયાના આ બંને ફોન MP3 પ્લેયર, વાયરલેસ એફએમ રેડિયો અને ક્લાસિક સ્નેક ગેમ જેવા ફીચર્સ સાથે આવે છે. કંપનીએ આ બંને ફોનને પોતાની વેબસાઈટ પર લિસ્ટ કર્યા છે.
Xiaomi 15, Xiaomi 15 Pro લોન્ચ કરવામાં આવ્યા છે. Xiaomi ના આ બંને ફોન Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર સાથે આવનારા પ્રથમ ફોન છે. OnePlus અને Realme પણ જલ્દી જ આ પ્રોસેસર સાથે તેમના ફ્લેગશિપ ફોન લોન્ચ કરવા જઈ રહ્યા છે.
Google Pixel 9a આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. ગૂગલનો આ ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 16ની સરખામણીમાં વધુ સારા કેમેરા અને AI ફીચર્સ સાથે આવી શકે છે. લોન્ચ પહેલા ફોનની ઘણી વિગતો સામે આવી છે.