સોનીએ નવી BRAVIA XR A80L OLED શ્રેણી લોન્ચ કરી
નવીનતમ XR 4K અપસ્કેલિંગની સાથે XR ક્લિયર ઇમેજ અને XR OLED મોશન ટેક્નોલોજી તમને 4K એક્શનનો આનંદ આપે છે. તેનાથી પિક્ચર બિલકુલ બ્લર થયા વગર એકદમ સ્મુધ,બ્રાઇટ અને સ્પષ્ટ જોવા મળે છે
નવી દિલ્હી : સોની ઇન્ડિયાએ આજે કોગ્નિટિવ પ્રોસેસર XRથી સંચાલિત નવી BRAVIA XR A80L OLED શ્રેણી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવી લૉન્ચ કરવામાં આવેલી OLED ટીવી સિરીઝ અત્યાધુનિક કોગ્નિટિવ પ્રોસેસર XR સાથે વિઝન અને સાઉન્ડને ઉચ્ચ સ્તર પર લઈ જાય છે જે માનવીના મગજની જેમ જ વિચારે છે. જે એક રોમાંચક અનુભવ આપે છે અને તમને તમારી આસપાસની દુનિયાનો અનુભવ કરાવે છે. બેસ્ટ-ઇન-ક્લાસ, અલ્ટ્રા-વાસ્તવિક પિક્ચર ક્વોલિટી ઉપરાંત, જીવંત કોન્ટ્રાસ્ટથી ભરપૂર એવું નવું કોગ્નિટિવ પ્રોસેસર XR પણ સાઉન્ડ-ફ્રોમ- પિક્ચર રિયાલિટી સાથે અવિશ્વસનીય અવાજ પેદા કરે છે.
• નેક્સ્ટ જેન કોગ્નિટિવ પ્રોસેસર XR માનવ મગજની જેમ વિચારે છે અને એક ક્રાંતિકારી અનુભવ પ્રદાન કરે છે જે દર્શકોને તેમની મનપસંદ સામગ્રીમાં સંપૂર્ણપણે તરબોળ કરી દે છે
નવી BRAVIA XR OLED A80L સિરીઝ 210 cm (83), 195 cm (77), 164 cm (65) અને 139 cm (55) સ્ક્રીન સાઇઝમાં ઉપલબ્ધ થશે. તેનું કોગ્નિટિવ ઈન્ટેલિજન્સ પર કામ કરતું પ્રોસેસર એટલે કે કોગ્નિટિવ પ્રોસેસર XR™ તમારા BRAVIA XR ટીવીને તમે વાસ્તવિક દુનિયામાં જે રીતે જુઓ છો અને સાંભળો છો તેવી જ રીતે પિક્ચર અને સાઉન્ડ પેદા કરે છે. તે સમજે છે કે માનવીની આંખ કેવી રીતે ફોકસ કરે છે, રિયલ લાઈફ ઊંડાઈ માપે છે, તેમાં અસાધારણ કોન્ટ્રાસ્ટ અને સુંદર આબેહૂબ રંગો આપવાની સાથે પિક્ચરનું વિશ્લેષણ કરે છે. તેના કોગ્નિટિવ પ્રોસેસર XR™ ના
કારણે તમારા મનપસંદ કન્ટેન્ટને આટલું વાસ્તવિક બનાવવામાં આવે છે કે તમે તેને અનુભવી શકો છો. તમે જે પણ જોઈ રહ્યા છો તેને XR પ્રોસેસર XR™ દ્વારા 4K ગુણવત્તાની નજીક અપસ્કેલ કરવામાં આવશે. હવે OLED સ્ક્રીન પર અદભૂત કોન્ટ્રાસ્ટનો આનંદ માણો જે દરેક દ્રશ્યમાં રિયલ
લાઈફ ડેપ્થ આપવા અને પ્યોર બ્લેકનો અનુભવ કરાવવા માટે વિશિષ્ટ તકનીક દ્વારા નિયંત્રિત છે.
• XR OLED કોન્ટ્રાસ્ટ પ્રો સાથે પ્યોર બ્લેક અને ચમકદાર પ્રકાશ સાથે વધુ ડેપ્થ અને ટેક્સચરનો અનુભવ કરો
A80L શ્રેણીમાં XR OLED કોન્ટ્રાસ્ટ પ્રો હોય છે જે સંપૂર્ણ પ્યોર બ્લેક અને પીક બ્રાઇટનેસ દ્વારા પ્રકાશિત જગ્યામાં પણ અદભૂત પિક્ચર અને કલર પેદા કરે છે. તાપમાન સેન્સર અને હાઈ લ્યુમિનેન્સ પેનલ સાથે આ OLED ટીવી સ્ક્રીનના તાપમાનને જાણવા અને પ્રકાશને ચોક્કસપણે નિયંત્રિત કરવા માટે અમારા કોગ્નિટિવ પ્રોસેસર XR™નો ઉપયોગ કરે છે જેથી બ્રાઇટ એરિયામાં પણ પિક્સેલ એકસમાન રીતે પ્રકાશિત થાય.
• અત્યાધુનિક XR 4K અપસ્કેલિંગ સાથે, XR ક્લિયર ઇમેજ અને XR OLED મોશન ટેક્નોલોજી 4K એક્શનનો આનંદ આપે છે. તેનાથી પિક્ચર બિલકુલ બ્લર થયા વગર એકદમ સ્મુધ, બ્રાઇટ અને સ્પષ્ટ જોવા મળે છે.
A80L શ્રેણીમાં XR 4K અપસ્કેલિંગ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. તેથી તમે 4K ગુણવત્તામાં મનોરંજન માણી શકો છો. પછી ભલે ગમે તે કન્ટેન્ટ અથવા સ્ત્રોત હોય. કોગ્નિટિવ પ્રોસેસર XR™ વિશાળ માત્રામાં ડેટા એક્સેસ કરે છે, વાસ્તવિક પિક્ચર માટે ખોવાયેલા ટેક્સચર અને ડિટેલને
ઈન્ટેલિજન્ટ રીતે ફરીથી પેદા કરે છે. XR ક્લિયર ઇમેજ ઝોન ડિવિઝન અને ડાયનેમિક ફ્રેમ વિશ્લેષણનો ઉપયોગ કરીને ઘોંઘાટ ઓછો કરે છે અને અસ્પષ્ટતાને ઘટાડે છે. કોગ્નિટિવ પ્રોસેસર XR™ દ્વારા સંચાલિત OLED XR મોશન ક્લેરિટી ટેક્નોલોજી સાથે A80L શ્રેણી ક્રમિક ફ્રેમ્સ પરના
મુખ્ય વિઝ્યુઅલ એલિમેન્ટ્સને શોધી અને ક્રોસ એનાલાઈધ કરીને અસ્પષ્ટતા દૂર કરે છે. તે મૂળ ફ્રેમ્સ વચ્ચે વધારાની ફ્રેમ બનાવીને દાખલ કરે છે જેથી તમે ઝડપી-મૂવિંગ સિક્વન્સમાં પણ જોરદાર એક્શનનો આનંદ માણી શકો.
• A80Lમાં XR Triluminos Pro છે જે દરેક ડિટેલમાં કુદરતી શેડ્સ આપે છે અને X-વાઇડ એંગલ કોઈપણ દિશામાંથી સુંદર રંગો પ્રદાન કરે છે
અમારા કોગ્નિટિવ પ્રોસેસર XR™ દ્વારા સંચાલિત XR Triluminos Pro A80L એક અબજથી વધુ રંગોને ઍક્સેસ કરવા માટે સક્ષમ બનાવે છે. રિયલ વર્લ્ડમાં જોવા મળતા સૂક્ષ્મ તફાવતો સાથે દરેકને રિપ્રોડ્યુસ કરે છે. અમારી વાઈડ કલર gamut panel અને માનવ-કેન્દ્રિત પ્રોસેસર સાથે તે
દરેક ડિટેલમાં કુદરતી શેડ્સ પહોંચાડવા માટે સેચ્યુરેશન, ઝાંય અને બ્રાઇટનેસ શોધી શકે છે. X- વાઇડ એંગલ સાથે હવે તમે કોઈ પણ બાજુઓથી ટેલિવિઝન જોઈ શકો છો. આ OLED પેનલ રંગોને સુસંગત અને રિયલ રાખે છે ભલે પછી તમે ગમે ત્યાંથી જોઈ રહ્યાં હોવ.
700,000+ મૂવીઝ અને ટીવી સિરિઝની સાથે 10,000થી વધારે એપ્લિકેશન્સ અને ગેમ્સ દ્વારા અનલિમિટેડ મનોરંજન માણો. હેન્ડ્સફ્રી વૉઇસ સર્ચની સાથે સુપરફ્લુઇડ Google TV યુઝર ઇન્ટરફેસનો આનંદ માણો. આ ઉપરાંત તે Apple AirPlay2 અને HomeKit સાથે પણ સીમલેસ રીતે કામ કરે છે.
નવી BRAVIA A80L શ્રેણી સાથે 10,000થી વધારે એપ્સ ડાઉનલોડ કરો, 700,000 પ્લસ મૂવીઝ અને ટીવી એપિસોડ્સ તથા લાઇવ ટીવી જુઓ. આ બધું એક જ જગ્યાએ મળશે. Google TV દરેક એપ્લિકેશનો અને સબ્સ્ક્રિપ્શન્સમાંથી દરેકની મનપસંદ સામગ્રી પ્રસ્તુત કરે છે અને તેને ગોઠવે છે. તેમાં સર્ચ કરવું સાવ સરળ છે- માત્ર Google ને પૂછો. બધી ઍપમાં શોધવા માટે "હેય Google, ફાઈન્ડ ઍક્શન મૂવી" એટલું બોલો. ગ્રાહકો Google સર્ચ સાથે ફોન અથવા લેપટોપમાંથી વૉચલિસ્ટ ઉમેરીને વ્યક્તિગત ભલામણો અને બુકમાર્ક શો જોઈ શકે છે. તેમને બધું એક જ જગ્યાએ મળી જશે. BRAVIA A80L એપલ હોમ કિટ અને AirPlayને પણ સપોર્ટ કરે છે જે બહુ સરળતાથી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ માટે ટીવીની સાથે iPads અને iPhones જેવા Apple ઉપકરણોને પણ ઈન્ટીગ્રેટ કરે છે.
• હેન્ડ્સફ્રી વૉઇસ સર્ચ સુવિધાની મદદથી તમે તમારા મનપસંદ શો અને મૂવીઝ પ્લે કરવા માટે ટીવી સાથે ઈન્ટરેક્ટ કરી શકો છો
તમારા અવાજની શક્તિનો ઉપયોગ કરીને તમારા મનપસંદ કન્ટેન્ટને અગાઉ કરતાં વધુ ઝડપથી શોધો. તેમાં કોઈ રિમોટની જરૂર નથી. A80L OLEDમાં બિલ્ટ ઈન હેન્ડ્સ-ફ્રી વૉઇસ કંટ્રોલ હોવાથી જટિલ નેવિગેશન અથવા કંટાળાજનક ટાઇપિંગને હવે ભૂલી જ જાઓ. તમે રિમોટને પણ બાજુ પર મૂકી શકો છો. માત્ર તમારા અવાજનો ઉપયોગ કરીને એન્ટરટેન્મેન્ટ શોધી શકો, જવાબો મેળવી શકો અને ટીવી તથા સ્માર્ટ હોમ ઉપકરણોને નિયંત્રિત કરી શકો છો. તમારે ફક્ત એટલું જ કહેવાની જરૂર છે, 'ઓકે ગૂગલ, ટર્ન ઓન ધ ટીવી' અથવા "ઓકે ગૂગલ, વ્હોટ શુડ આઈ વોચ?' અને પછી શું થાય છે તે જુઓ.
• HDMI 2.1 સુસંગતતા, 4K 120fps, વેરિયેબલ રિફ્રેશ રેટ (VRR) અને ઓટો લો લેટન્સી મોડ (ALLM) સાથે ઓટો જેનર પિક્ચર મોડ અને ઓટો HDR ટોન મેપિંગ ફીચર્સ સાથે બેસ્ટ-ઇન- ક્લાસ ગેમિંગ અનુભવ આપે છે.
ગેમિંગને હવે તમે અભૂતપૂર્વ લાઈવ બનાવી શકો છો કારણ કે A80L સિરીઝમાં ગેમ મેનૂ, ઑટો જેનર પિક્ચર મોડ, HDMI 2.1 સુસંગતતા દ્વારા સપોર્ટેડ ઑટો HDR ટોન મેપિંગ, 4K 120fps, વેરિયેબલ રિફ્રેશ રેટ (VRR) અને ઑટો લો લેટન્સી મોડ (ALLM) જેવી વિશિષ્ટ ગેમિંગ સુવિધાઓ
આપેલી છે. તે જબ્બરજસ્ત ગ્રાફિક્સ પેદા કરે છે, આશ્ચર્યજનક દ્રશ્યો અને વાતાવરણ આધારિત સાઉન્ડ ઓફર કરે છે. A80Lમાં ઓટો જેનર પિક્ચર મોડ લેગ ઘટાડવા અને મહત્તમ રિસ્પોન્સ આપવા માટે PS5™ સાથે ગેમ મોડમાં આપમેળે સ્વિચ કરે છે. વધુ એક્સપ્રેસિવ દ્રશ્યો માટે તે મૂવી જોતી વખતે તેને ફરી સ્ટાન્ડર્ડ મોડમાં સ્વિચ કરે છે. ઑટો HDR ટોન મેપિંગ તમારા PS5™ પ્રારંભિક સેટઅપ દરમિયાન HDR સેટિંગ્સને તરત જ ઑપ્ટિમાઇઝ કરે છે. ડાર્ક પડછાયા અને બ્રાઇટ હાઇલાઇટ્સમાં પણ તમે સુંદર ડિટેલ અને સાચો રંગ જોઈ શકો છો. 4K/120fps, વેરિયેબલ રિફ્રેશ રેટ અને ઓટો લો લેટન્સી મોડની સાથે આ ટેલિવિઝન તમને રિસ્પોન્સિવ ગેમપ્લે માટે અલ્ટ્રા-સ્મુધ અનુભવ અને ક્લિયર મુવમેન્ટ આપે છે.
• A80L સાથે આ ટીવીનું ગેમ મેનુ ફીચર તમને ગેમિંગ સ્ટેટસ, સેટિંગ્સ અને ગેમિંગ આસિસ્ટ ફંક્શનને એક જ જગ્યાએ સરળતાથી એક્સેસ કરવાની સુવિધા આપે છે. A80L સિરિઝમાં ઉપયોગમાં સરળ એવા ગેમ મેનૂનો સમાવેશ થાય છે જેમાં ગેમર્સ તેમના સેટિંગ્સને તેમની પસંદગીઓને અનુરૂપ બનાવી શકે છે. જેમ કે VRRને ચાલુ અથવા બંધ કરવું અથવા ઝડપી ઍક્સેસ સાથે મોશન બ્લર રિડક્શન કરવું. તેનું ગેમ મેનૂ યુઝર્સને બ્લેક ઇક્વિલાઇઝર વડે ઑબ્જેક્ટ્સ અને પ્રતિસ્પર્ધીઓને સરળતાથી ઓળખવા માટે ડાર્ક એરિયામાં બ્રાઇટનેસ વધારવાની પણ સુવિધા આપે છે અને છ પ્રકારના ક્રોસહેયર વડે સરળતાથી તેમના દુશ્મનો પર નિશાન તાકી શકે છે. આ વર્ષે નવી ચીજ એ છે કે તેમાં નાની, ફોકસ્ડ સ્ક્રીન સાથે
ગેમિંગને કેન્દ્રિત કરવા માટે સ્ક્રીનના કદને કસ્ટમાઇઝ કરવાની ક્ષમતા આપવામાં આવી છે.
• A80L સિરીઝ BRAVIA CORE સાથે આવે છે જેથી 80mbps સુધીની ઉચ્ચ ગુણવત્તાવાળી Pure Stream™ સાથે IMAX એન્હાન્સ્ડ મૂવીઝના સૌથી મોટા સંગ્રહનો આનંદ માણી શકાય છે. BRAVIA કોર એપ એક પ્રી-લોડેડ મૂવી સર્વિસ છે જે 24 મહિના સુધીની ટોચની ફિલ્મોના
અમર્યાદિત સ્ટ્રીમિંગ સાથે 10 વર્તમાન રિલિઝ અને ક્લાસિક બ્લોકબસ્ટર ફિલ્મોને માણવાની સગવડ આપે છે. તે તમને 4K બ્લુ-રે ટેક્નોલોજીની નજીકની ગુણવત્તામાં સ્ટ્રીમ માટે સોની પિક્ચરની મૂવીઝની મોટી લાઇબ્રેરીનું ઍક્સેસ આપે છે. BRAVIA A80L એક્સપિરિયન્સ Pure Stream™ સાથે ઉચ્ચ કક્ષાની સ્ટ્રીમિંગ પિક્ચર ક્વોલિટી અને IMAX® એન્હાન્સ્ડ મૂવીઝના સૌથી મોટા સંગ્રહને ઍક્સેસ કરો. તમે જે જોશો તે બધું અદભૂત દ્રશ્યો અને સાઉન્ડની ક્વોલિટી સાથે ડિલિવર કરવામાં આવે છે. BRAVIA CORE કેલિબ્રેટેડ મોડમાં શ્રેષ્ઠ પિક્ચર સેટિંગ્સ આપમેળે એડજસ્ટ થઈ જશે જેથી તમે ઘરે બેઠા મૂવી જોવાનો અભૂતપૂર્વ અનુભવ માણી શકશો.
• હાવભાવ નિયંત્રણ (જેસ્ચર કન્ટ્રોલ), એમ્બિયન્ટ ઑપ્ટિમાઇઝેશન અને Google મીટ સહિત BRAVIA CAM સાથે મજેદાર નવા ટીવી અનુભવો માણો
તમારા BRAVIA XR A80L OLED TVને BRAVIA CAM (અલગથી વેચવામાં આવે છે) સાથે કનેક્ટ કરો. તેનાથી તમને ટીવી જોવાનો વધુ અદભૂત અનુભવ મળશે. BRAVIA CAM તમે રૂમમાં ક્યાં છો અને ટીવીથી કેટલા દૂર છો તે જાણી લે છે. ત્યાર પછી અવાજ અને પિક્ચરના સેટિંગ્સને
એડજસ્ટ કરે છે જેથી તે એકદમ યોગ્ય હોય. તમે જેસ્ચર કન્ટ્રોલ સહિત BRAVIA CAM સાથે અનેક પ્રકારના ટીવી અનુભવોનો આનંદ માણી શકો છો, તમે Google મીટ સુવિધા દ્વારા મોટી સ્ક્રીન પર તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે પણ મળી શકો છો. ટીવી અને તમારા વચ્ચેનું અંતર શોધીને
BRAVIA CAM ટીવીની બ્રાઇટનેસને એડજસ્ટ કરે છે, જેથી તમે હંમેશા પરફેક્ટ પિક્ચર ગુણવત્તાનો આનંદ માણી શકો, ભલે પછી તમે રૂમમાં ગમે ત્યાં હોવ. ટીવીમાં આપેલું લાઇટ અને કલર સેન્સર બેસ્ટ સંભવિત વ્યૂઇંગ અનુભવ માટે પિક્ચરને પ્રકાશની સ્થિતિમાં ઑપ્ટિમાઇઝ કરે છે.
• BRAVIA XR ટેક્નોલોજી, Pure Stream™ અને IMAX એન્હાન્સ્ડ સાથે અસાધારણ વિઝ્યુઅલ અને ઑડિયો અનુભવ સાથે ઘરમાં જ તમારું પોતાનું સિનેમા બનાવો બેસ્ટ ક્વોલિટીના પિક્ચર માટે A80L હાઇ ડાયનેમિક રેન્જ (HDR)ની તેજસ્વીતા, રંગ અને ડિટેલ સાથે 4K ક્લેરિટીના પરફોર્મન્સને જોડે છે. IMAX Enhanced સાથે આ ટીવી ડિરેક્ટરની કલ્પના મુજબ તમામ ડ્રામા અને ઉત્તેજના પેદા કરે છે.
• સંપૂર્ણ સુમેળ સાથે પિક્ચર અને અવાજનો આનંદ માણો કારણ કે સ્ક્રીનમાં એકોસ્ટિક સરફેસ ઓડિયો+ અને 3D સરાઉન્ડ અપસ્કેલિંગ સાથે XR સરાઉન્ડ સાથેનું સ્પીકર છે.
નવી A80Lમાં વધુ સ્પષ્ટ ચિત્રો અને ધ્વનિની હાર્મનીનો અનુભવ કરો. XR સાઉન્ડ પોઝિશન હેઠળ એકોસ્ટિક સરફેસ ઑડિઓ+™ સાથે સ્ક્રીન પરથી અવાજ સીધો આવે છે. ટીવીની પાછળના ટ્રિપલ એક્ચ્યુએટર્સ વાઇબ્રેટ કરે છે અને એકોસ્ટિક્સ બનાવે છે જે ચિત્ર સાથે આગળ વધે છે. ટીવીમાં ત્રણ એક્ચ્યુએટર્સ અને બે સબવૂફરનો સમાવેશ થાય છે, જેમાંથી બે એક્ચ્યુએટર્સ ધ્વનિના લોકલાઈઝેશન અને આસપાસના અવાજને મજબૂત કરવા ખાસ ટ્રેબલ માટે છે. બાજુ પરના બે એક્ચ્યુએટર્સ સ્પષ્ટ અને કુદરતી સંવાદ સાથે હાઈ ફ્રિકવન્સી અવાજને પણ સુધારે છે. ડાબી
બાજુના અને જમણા સબવૂફર્સ ઘરમાં ઇમર્સિવ અવાજ માટે બાસને બૂસ્ટ કરે છે. BRAVIA XR™ માં તમે જે જુઓ છો તેને વાસ્તવિક સરાઉન્ડ સાઉન્ડ ટ્રીટમેન્ટ મળે છે. XR સરાઉન્ડ વર્ચ્યુઅલ રીતે બાજુઓમાંથી અને ઊભી રીતે માત્ર ટીવી સ્પીકર્સનો ઉપયોગ કરીને સરાઉન્ડ સાઉન્ડ બનાવે છે. તેથી તમે ઇન-સીલિંગ અથવા અપ-ફાયરિંગ સ્પીકર્સની જરૂર વગર 3D ઑડિયોનો અનુભવ કરી શકો.
⦁ એમ્બિયન્ટ ઓપ્ટિમાઇઝેશન, લાઇટ સેન્સર અને એકોસ્ટિક ઓટો કેલિબ્રેશન ટેકનોલોજી સાથે દરેક વાતાવરણમાં ઉત્કૃષ્ટ પિક્ચર અને સાઉન્ડ
લાઇટ સેન્સર સાથેની એમ્બિયન્ટ ઓપ્ટિમાઇઝેશન ટેક્નોલોજી સાથેનું A80L આપમેળે રૂમની પરિસ્થિતિ મુજબ પિક્ચરની બ્રાઇટનેસને એડજસ્ટ કરે છે, પ્રકાશિત રૂમમાં બ્રાઇટનેસ વધારે છે અને અંધારામાં તેને ઘટાડે છે જેથી તમને સંપૂર્ણ દૃશ્ય મળે છે. લાઇટ સેન્સર સાથેની ખાસ એમ્બિયન્ટ
ઓપ્ટિમાઇઝેશન ટેક્નોલોજી આપમેળે તમારી આસપાસના વાતાવરણ પ્રમાણે ચિત્ર અને ધ્વનિને એડજસ્ટ કરે છે. એકોસ્ટિક ઓટો કેલિબ્રેશન ટેક્નોલોજી તમારી સ્થિતિને શોધી કાઢે છે અને સાઉન્ડને તે મુજબ શ્રેષ્ઠ બનાવે છે. જેથી તમે ટીવીની સામે બેઠા હોવ તેવા જ અવાજની ગુણવત્તાનો આનંદ માણી શકો છો. તમારા રૂમના વાતાવરણના આધારે અવાજ બદલાઈ શકે છે. OLED શ્રેણીમાં લાઇટ સેન્સરનો પણ સમાવેશ થાય છે જે રૂમની સ્થિતિ પ્રમાણે પિક્ચરની બ્રાઇટનેસને શ્રેષ્ઠ બનાવે છે. તે પ્રકાશિત રૂમમાં તેજને વધારે છે અને અંધારામાં તેને ઘટાડે છે જેથી તમને પરફેક્ટ પિક્ચર મળે.
• A80L શ્રેણી XR પ્રોટેક્શન PRO સાથે સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઉત્તમ પ્રદર્શન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. નવી A80L OLED સિરિઝના ટીવી નવી અને સુધા રેલી X-Protection PRO ટેક્નોલોજી સાથે ટકી રહેવા માટે બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં આ ટેલિવિઝન ધૂળ અને ભેજ સામે સુરક્ષા ધરાવે છે કારણ કે તે સોનીના લાઈટનિંગ ટેસ્ટના ઉચ્ચતમ ધોરણોને પણ પાસ કરે છે. એટલે કે તમારું ટીવી વીજળીના આંચકા અને અચાનક પાવરમાં વધારા સામે સુરક્ષિત છે. તેથી લાંબા સમય સુધી ટકાઉ ટીવી સાથે સીમલેસ મનોરંજન માણતા રહો.
• મિનિમમ 'વન સ્લેટ' ડિઝાઇન અને 'મેટલ ફ્લશ સરફેસ' બેઝલ સાથે સરળતાથી તમારી જાતને પિક્ચરમાં તરબોળ કરી દો મેટલ ફ્લશ સપાટી સાથેની મિનિમલિસ્ટ વન સ્લેટ ડિઝાઇનમાં કાચની સિંગલ પેન બને છે જે કુદરતી રીતે છટાદાર છે અને દર્શકો વિક્ષેપ વિના પિક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તેનું થ્રી- વે સ્ટેન્ડ તમને સ્ટાન્ડર્ડ સેટિંગની પસંદગી આપે છે જેમાં ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત થાય છે. નાની છાજલીઓ માટે સાંકડું સેટિંગ છે અને તેનું સાઉન્ડબાર સેટિંગ એવું છે જેથી તમારી સાઉન્ડ સિસ્ટમને આદર્શ સ્થિતિમાં રાખી શકો. તેનું સ્ટેન્ડ ડાયમંડ આકારના ક્રોસ-સેક્શન સાથેની નવી ડિઝાઇન છે, જે દેખાવને વધુ પાતળો અને હળવો બનાવે છે.
• પર્યાવરણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી. વધુને વધુ મોટી સ્ક્રીનના ટીવીની માંગ વધવાની સાથે રિસોર્સ અને વીજળીના વપરાશનો મુદ્દો પણ પેદા થાય છે. સોની સસ્ટેનેબિલિટી માટે પ્રતિબદ્ધ છે જેથી પ્રોડક્ટના વિકાસથી લઈને ટીવી જોવા સુધી કાર્યક્ષમતા વધારવામાં આવી છે. તેની રોડ ટુ ઝીરો પહેલ દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાની પ્રતિબદ્ધતા જાળવી રાખી છે. પર્યાવરણ પર અસરને ઘટાડવા માટે સોની પ્રોડક્ટની લાઈફ સાઈકલના બહુવિધ પાસાઓ પર કામ કરી રહી છે, જેમ કે વર્જિન પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો, પરિવહન કાર્યક્ષમતામાં સુધારો અને ઉપયોગ દરમિયાન વીજળીના વપરાશની સમીક્ષા કરવી. આ ઉપરાંત 2023ના બધા મોડલ્સમાં સમાવિષ્ટ નવું ઇકો ડેશબોર્ડ વપરાશકર્તાઓને ઊર્જાની બચત કરવાની અને સેટિંગ્સને સરળતાથી કસ્ટમાઇઝ કરવાની સગવડ આપે છે.
વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત વધઘટના કારણે દેશના અનેક શહેરોમાં તેલની કિંમતોમાં દરરોજ ફેરફાર જોવા મળી રહ્યા છે. સોમવારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. આ પછી દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા શેરબજારમાં તેજી જોવા મળીસોમવારે ભારતીય શેરબજારો મોટે ભાગે ફ્લેટ રહ્યા હતા, કારણ કે રોકાણકારો યુનાઇટેડ સ્ટેટ્સના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણની રાહ જોઈ રહ્યા હતા.
સપ્તાહના ચોથા દિવસે, BSE સેન્સેક્સ ૪૦૯.૬૧ પોઈન્ટના વધારા સાથે ૭૭,૧૩૩.૬૯ પોઈન્ટ પર બંધ થયો.