સંત નિરંકારી મંડળ દ્વારા વિશેષ રક્ત દાન શિબિર અને સત્સંગ નું આયોજન ‘ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગ થી ૧૪૩ યુનિટ એકત્ર કરાયું’
સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ ના આશીર્વાદ થી સંત નિરંકારી મંડળ દ્વારા આનંદ નિકેતન સ્કુલ, સેટેલાઈટ બ્રાંચ, રામદેવનગર કેમ્પસ ખાતે રવિવાર તારીખ ૨૪.૦૯.૨૦૨૩ ના રોજ એક રક્ત દાન શિબિરનું આયોજન કરી ૧૪૩ યુનિટ એકત્ર કરી ને માનવ કલ્યાણ હેતુ એકત્ર કરીને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ને આપવામાં આવ્યું હતું.
અમદાવાદ: સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના આશીર્વાદથી સંત નિરંકારી મંડળ દ્વારા આનંદ નિકેતન સ્કુલ, સેટેલાઈટ બ્રાંચ, રામદેવનગર કેમ્પસ ખાતે રવિવાર તારીખ ૨૪.૦૯.૨૦૨૩ ના રોજ એક રક્ત દાન શિબિરનું આયોજન કરી ૧૪૩ યુનિટ એકત્ર કરીને માનવ કલ્યાણ હેતુ એકત્ર કરીને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને આપવામાં આવ્યું હતું.
નિરંકારી સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા માનવ કલ્યાણ માટે નું ‘સર્વોત્તમ કાર્ય’ નું આયોજન સંત નિરંકારી મિશન દ્વારા ભારત તેમજ વિશ્વભર ના અનેક જગ્યાઓ પર વર્ષો વર્ષ થી કરવામાં આવી રહ્યું છે. સંત નિરંકારી મંડળ, અમદાવાદ દ્વારા આ વર્ષ દરમ્યાન યોજવા માં આવેલ ચૌથી રક્તદાન શિબિર હતી.
આ રક્તદાન ના કાર્યક્રમનાં અને તેના સંદર્ભમાં જન-જાગૃતિ માટે તા. ૨૩.૦૯.૨૦૨૩ ના રોજ આનંદનગર/ પ્રહલાદનગર વિસ્તારને આવરી લઈને માં એક બાઈક-રેલી નું આયોજન પણ કરવા આવ્યું હતું. રેલી દરમ્યાન સંત નિરંકારી મંડળ ના શ્રદ્ધાળુ ભક્તો દ્વારા એક નુક્કડ નાટક નું પણ આયોજન પણ કરવા આવ્યું હતું.
રક્તદાન શિબિર ની સાથે-સાથે આનંદ નિકેતન સ્કૂલના હોલ માં એક સત્સંગ નું આયોજન કરવા માં આવ્યું હતું. સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના રક્તદાન અંગે ના સંદેશને આવરી લઇ ને અમદાવાદના ઝોનલ ઇન્ચાર્જ ધર્મપાલ મોટવાની જી એ કહ્યું કે એક સ્વસ્થ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું રક્તદાન ત્રણ વ્યક્તિઓ ની જાન બચાવી શકે છે. સત્સંગ માં પધારેલ શ્રદ્ધાળુ ભક્તોને સંબોધતા તેમણે કહ્યું કે જે પ્રભુ પરમાત્મા ની પૂજા અને ભક્તિ કરવાની છે એની જાણકારી હોવી જરૂરી છે અને એની ઓળખ આ માનવ યોની માં જ સંભવ છે. આ નિરાકાર પ્રભુ પરમાત્મા ની જાણકારી સતગુરુ ની શરણ માં જઈ ને જ પ્રાપ્ત કરી શકાય જેથી તમારો મનુષ્ય જન્મ ફોક ના જાય. સત્સંગ અને રક્તદાન શિબિરમાં પધારેલ ભક્તો માટે સંત નિરંકારી મંડળ ની બોપલ બ્રાંચ દ્વારા લંગર પ્રસાદી ની ઉત્તમ વ્યવસ્થા કરવામાં
આવી હતી.
અમદાવાદ : 15મો કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં સત્તાવાર રીતે શરૂ થયો છે, જે આજથી 31 ડિસેમ્બર સુધી ચાલશે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના એક કુશળ પ્રયાસને સફળતાપૂર્વક અટકાવ્યો છે.
અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદમાં દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત નીપજવાની કરુણ ઘટના સામે આવી છે.