સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩ બર્નિંગ જર્મની માટે મનો દિવ્યાંગ ખેલાડી સોહમ રાજપુત અને કોચ તરીકે ડૉ.વિકાશ અગ્રવાલની પસંદગી
સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩ બર્લિન જર્મની ખાતે યોજાનાર છે ગુજરાતના ૧૨ મનો દિવ્યાંગ રમતવીરો, ૨ યુનિફાઈડ ખેલાડી અને ૧૦ કોચનું ચયન થયું છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે મનો દિવ્યાંગો માટેનું સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩ નું જર્મની ખાતે આગામી તારીખ ૧૭ જૂનથી ૨૫ જૂન દરમિયાન યોજનાર છે જેમાં વિશ્વના ૧૯૦ દેશોના ૭૦૦૦ થી વધુ સ્પેશિયલ એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે ૩૦૦૦ કોચ, રેફરી, ઓફિસિયલ અને ૨૦૦૦૦ સ્વયંસેવકો આમાં સેવાઓ આપવાના છે.
સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩ બર્લિન જર્મની ખાતે યોજાનાર છે ગુજરાતના ૧૨ મનો દિવ્યાંગ રમતવીરો, ૨ યુનિફાઈડ ખેલાડી અને ૧૦ કોચનું ચયન થયું છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે મનો દિવ્યાંગો માટેનું સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩ નું જર્મની ખાતે આગામી તારીખ ૧૭ જૂનથી ૨૫ જૂન દરમિયાન યોજનાર છે જેમાં વિશ્વના ૧૯૦ દેશોના ૭૦૦૦ થી વધુ સ્પેશિયલ એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે ૩૦૦૦ કોચ, રેફરી, ઓફિસિયલ અને ૨૦૦૦૦ સ્વયંસેવકો આમાં સેવાઓ આપવાના છે.
જર્મની જનાર ભારતના ૨૮૯ સભ્યોના ડેલીગેશન માં ગુજરાતના ૧૨ મનો દિવ્યાંગ રમતવીરો, ૨ યુનિફાઇડ ખેલાડીઓ અને ૧૦ કોચ જોડાશે. જેમાં વડોદરાનો મનો દિવ્યાંગ ખેલાડી સોહમ
રાજપુત ની એથ્લેટિક્સમાં ૪૦૦×૪ રીલે રેસ અને ૮૦૦ મીટર રેસ માટે પસંદગી થઈ છે.સોહમ રાજપુત દિશા સ્પેશિયલ સ્કૂલમાં વોકેશનલ કોર્સ કરે છે અને આર.કે સ્પોર્ટ્સ એકેડમી ખાતે ડૉ. લક્ષ્મણ સિંહ રાઠોડ પાસેથી રમતગમતની તાલીમ લે છે. ડૉ.વિકાશ અગ્રવાલ (ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન, એસવીઆઈટી- સદ.અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર, સ્પેશિયલ ઓલિમ્પિક્સ, વડોદરા) ની ટેબલ ટેનિસ કોચ તરીકે પસંદગી થઈ છે. જેઓ છેલ્લા ૧૮ વર્ષથી મનો દિવ્યાંગ ખેલાડીઓ સાથે કામ કરી રહ્યા છે.
સ્પેશિયલ ઓલિમ્પિક્સ મનોદિવ્યાંકતા ધરાવ વ્યક્તિઓ માટે કાર્ય કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું હેડકવાટર અમેરિકાના વોશિંગ્ટન ડી.સી. ખાતે આવેલ છે તેની નીચે સાત રિજનલ આવેલા છે એશિયા પેસેફિક રિજીઅન માં ભારત આવેલ છે સ્પેશિયલ ઓલિમ્પિક્સ વિશ્વના માનસિક દિવ્યાંગ વ્યક્તિઓને રમતગમત દ્વારા સમાજમાં તેમના પુન સ્થાપનનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે આ ૧૬ માં વર્લ્ડ સમર ગેમ્સ માં એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, બીચ વોલબોલ, સાઇકલિંગ, ફુટ સેલ, ફૂટબોલ, હેન્ડબોલ, જુડો, પાવર લીફ્ટિંગ, રોલર સ્પોર્ટ્સ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેનિસ, જેવી કુલ ૧૬ આંતરરાષ્ટ્રીય રમતોમાં ૨૦૨ એથ્લેટ્સ, ૫૯ કોચ અને ૨૫ ઓફિસ તથા અન્ય મળીને ૨૮૯ સભ્યોનું ડેલીગેશન ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યું છે ગુજરાત માટે ગૌરવ લેવી જેવી બાબત એ છે કે સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ 2023 માં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી૧૨ મનો દિવ્યાંગ રમતવીરો, ૨ યુનિફાઇડ ખેલાડીઓ અને ૧૦ કોચ છેલ્લા બે વર્ષથી સખત મહેનત કરીને આ વર્લ્ડ સમર ગેમ્સ માટે પસંદગી પામ્યા છે તેઓ ગુજરાત વતી ભારતનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે કરવા જઈ રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે અમદાવાદના મેમનગરમાં શાંતિનિકેતન સોસાયટીના રહેવાસીઓ સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી. સમાજને રંગબેરંગી પતંગો અને અટપટી રંગોળીઓથી શણગારવામાં આવી હતી, જેનાથી ઉત્સવનું વાતાવરણ ઊભું થયું હતું.
ગુજરાતીઓ માટે ઉત્તરાયણ માત્ર તહેવાર નથી; તે આનંદ, આનંદ અને સાંસ્કૃતિક ગૌરવની ઉજવણી છે, જે રંગબેરંગી પતંગ ઉડાડવામાં આવે છે. દર વર્ષે, 14 અને 15 જાન્યુઆરીના રોજ, સમગ્ર ગુજરાતમાં લોકો આ વાઇબ્રન્ટ પ્રસંગને માણવા માટે ધાબા પર ભેગા થાય છે.
ઉતરાયણ પર્વ કાઈપો, એ... લેપેટના ખુશખુશાલ મંત્રોચ્ચાર સાથે. ઉત્સવ, ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, તે માત્ર પતંગ ઉડાડવા માટે જ નથી પરંતુ સંગીત અને આનંદની સાથે ઉંધીયા અને જલેબી જેવી પરંપરાગત વાનગીઓનો આનંદ માણવાનો પણ છે