સતગુરુ બાબા હરદેવ સિંહજી મહારાજની સ્મૃતિમાં ૧૩મેં ના રોજ વિશેષ સત્સંગનું આયોજન
સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની સ્મૃતિમાં તા.૧૩ મેના રોજ સમર્પણ દિવસ સાંજે 5 થી 9 દરમ્યાન સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમાલખામાં વર્તમાન સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે
અમદાવાદ : સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની સ્મૃતિમાં મુખ્ય કાર્યક્રમ તા. ૧૩ મે શનિવારના રોજ સમર્પણ
દિવસ સાંજે 5 થી 9 દરમ્યાન સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમાલખામાં વર્તમાન સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમસ્ત નિરંકારી પરીવારના સંતો તથા શ્રદ્ધાળુગણ હાજર રહી બાબા હરદેવસિંહજી મહારાજના પ્રત્યે પોતાના શ્રદ્ધા સુમન અર્પણ કરશે. આ દિવસે ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓમાં વિશેષ સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.
અમદાવાદ ખાતે સંત નિરંકારી સત્સંગ ભવન, ઇન્ડિક્વિપ ખાતે સાંજે 5 થી 8 કલાકે વિશેષ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. બાબા હરદેવસિંહજી મહારાજ પ્રેમ, કરૂણા, દયા અને સાદગીના જીવંત સ્વરૂપ હતા. તેમનું દિવ્ય રૂપ, સર્વપ્રિય સ્વભાવ તથા વિશાળ અલૌકિક વિચારો સમગ્ર માનવજાતિના કલ્યાણના માટે સમર્પિત હતા. તેમને ૩૬ વર્ષ સુધી સંત નિરંકારી મિશનની લગામ સંભાળી હતી અને તેમના અનથક પ્રયાસોના પરીણામ સ્વરૂપ સંત નિરંકારી મિશન આજે વિશ્વના પ્રત્યેક મહાદ્વીપોના ૬૦ દેશો સુધી પહોચ્યું છે જેમાં મુખ્યત્વે રાષ્ટ્રીય અને અંતર્રાષ્ટ્રીય સ્તરે સંત સમાગમ, યુવા સંમેલન તથા સમાજ સેવાના કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
બાબા હરદેવસિંહજી મહારાજના અમૂલ્ય યોગદાનના ફળસ્વરૂપે સંત નિરંકારી મિશનને રાષ્ટ્રીય અને અંતર્રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠાની સાથે સાથે અ નેક પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંત નિરંકારી મિશનને સામાજીક અને આર્થિક પરિષદના સલાહકારના રૂપમાં માન્યતા આપવામાં આવી છે.બાબા હરદેવસિંહજી મહારાજે માનવમાત્રને બ્રહ્મજ્ઞાનના બોધની સાથે સાથે દરેક મનુષ્યના હ્રદયમાં પ્રેમની શિતળ-નિર્મળ ધારાને પ્રવાહિત કરી છે. સાથે સાથે નિરંકારી ઇન્ટરનેશનલ સમાગમ (એન.આઇ.એસ.) દ્વારા દૂર દેશોમાં એકત્વ તથા સદભાવની પ્રેરણા આપનાર સંદેશને આધ્યાત્મિકતાના માધ્યમથી પ્રસારીત કર્યા છે.
બાબાજીએ સમાજના ઉત્થાનના માટે અનેક પરિયોજનાઓને પણ ક્રિયાન્વિત સ્વરૂપ આપ્યું છે જેમાં મુખ્યત્વે રક્તદાન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, મહિલા સશક્તિકરણ વગેરે ગતિવિધિઓનો સમાવેશ થાય છે. ‘નફરતની દિવાલોને તોડીને પ્રેમના પૂલોનું નિર્માણ કરીએ’ આ તથ્યને વિશ્વ સમક્ષ જીવન્તરૂપમાં પ્રસ્તુત કરીને તેમણે એક નવો દ્રષ્ટિકોણ રાખ્યો કે પ્રત્યેક રેખા કે જે બે રાજ્યો કે દેશોને વિભાજીત કરે છે તે વાસ્તવમાં બે રાજ્યો અને બે દેશોને જોડનારી રેખા હોય છે.
બાબાજીની અનેક શિક્ષાઓ જેવી કે માનવતા એ જ ધર્મ છે, પરસ્પર ભાઇચારાની ભાવના (યુનિવર્સલ બ્રધરહુડ), વિશ્વબંધુત્વ, મિલવર્તન, એકત્વમાં સદભાવ, દિવાલ રહિત સંસાર, ધર્મનું કામ જોડવાનું છે તોડવાનું નહી, વગેરે સુંદર ભાવોનો સમગ્ર સંસારમાં વિસ્તાર કર્યો. વર્તમાન સમયમાં સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજના સત્ય સંદેશના સુંદર સ્વપ્નને સાકાર કરવા, તેને મનુષ્ય માત્ર સુધી પહોંચાડવા માટે પ્રયાસરત છે જેને તમામ નિરંકારી ભક્તો પ્રેરણા લઇને પોતાના જીવનને સાર્થક બનાવી રહ્યા છે.
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને નૌકાદળના સહયોગી ઓપરેશનમાં, ગુજરાતના પોરબંદરના દરિયાકિનારે ડ્રગનો એક મોટો પર્દાફાશ થયો હતો.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ કૌભાંડને લઈને વ્યાપક આક્રોશ વચ્ચે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોતાનું પહેલું નિવેદન જાહેર કર્યું છે.
અમદાવાદની જાણીતી ખ્યાતી હોસ્પિટલના ડૉક્ટરોની બેદરકારીને કારણે ગાંધીનગરના શેરથા ગામના એક દર્દીએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ હોસ્પિટલ સામે જાહેરમાં આક્રોશ ફરી વળ્યો છે