બોરસદ વિધાનસભા મત વિભાગમાં મતદારોને જાગૃત કરવા ખાસ ઝુંબેશ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત આગામી ૭ મી મે, મંગળવારના રોજ યોજાનાર મતદાનમાં ૧૬- આણંદ સંસદીય મતવિસ્તારમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવા માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત આગામી ૭ મી મે, મંગળવારના રોજ યોજાનાર મતદાનમાં ૧૬- આણંદ સંસદીય મતવિસ્તારમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવા માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
જે અન્વયે ૧૦૯- બોરસદ વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અમીત પટેલ દ્વારા સમગ્ર વિભાગમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. જે મુજબ બોરસદ નગરપાલિકા દ્વારા બોરસદ શહેરી વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન અર્થે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં બોરસદ નગરપાલિકા દ્વારા બોરસદ શહેરી વિસ્તારના મતદાન મથક નં. બોરસદ-૮ થી બોરસદ-૧૫ સુધીના વિસ્તારો જેમાં રબારી ચકલાથી બોરસદ નગરપાલિકા સુધી મતદાર જાગૃતિ રેલી યોજાઈ હતી. નગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા અને નાગરિકોને હું અવશ્ય મતદાન કરીશના શપથ લેવડાવ્યા હતાં.
આ મતદાર જાગૃતિ રેલીમાં બોરસદ નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી વિરાજકુમાર શાહ, નગરપાલિકાના કર્મચારીઓ અને બોરસદની હનીફા ઇગ્લીંશ મીડીયમ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.