શ્રીજેશને ધોની-સચિન જેવું મળ્યું સન્માન... જુનિયર ટીમના કોચ પણ બન્યા
હોકી ઈન્ડિયાએ શ્રીજેશની 16 નંબરની જર્સી નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીજેશની આઇકોનિક નંબર 16 જર્સી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય કોઇ ભારતીય હોકી ખેલાડી માટે ઉપલબ્ધ રહેશે નહીં.
PR Sreejesh No.16 Jersery Retired: ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમે સતત બીજી ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા તેણે ટોક્યો ઓલિમ્પિક (2020)માં પણ આ સિદ્ધિ મેળવી હતી.
ભારતીય ટીમના ઐતિહાસિક પ્રદર્શનમાં ગોલકીપર પીઆર શ્રીજેશે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગોલકીપર તરીકે પીઆર શ્રીજેશ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ગોલને ખડકની જેમ બચાવતો રહ્યો. પેરિસ ઓલિમ્પિક સાથે જ શ્રીજેશે આંતરરાષ્ટ્રીય હોકીને અલવિદા કહી દીધું. શ્રીજેશે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે પેરિસ ઓલિમ્પિક તેની છેલ્લી ટૂર્નામેન્ટ બનવા જઈ રહી છે.
હવે હોકી ઈન્ડિયાએ પીઆર શ્રીજેશનું સન્માન કર્યું છે. હોકી ઈન્ડિયાએ શ્રીજેશને 25 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. એટલું જ નહીં શ્રીજેશની 16 નંબરની જર્સી પણ રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રીજેશની આઇકોનિક નંબર 16 જર્સી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય કોઇ ભારતીય હોકી ખેલાડી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આનો મતલબ એ છે કે કોઈપણ ભારતીય ખેલાડી આંતરરાષ્ટ્રીય હોકીમાં 16 નંબરની જર્સી પહેરી શકશે નહીં. જો કે, જર્સી નંબર 16 જુનિયર સ્તરે ઉપલબ્ધ રહેશે, જેથી શ્રીજેશ જેવા નવા સ્ટારની શોધ થઈ શકે.
રમતગમત જગતના દિગ્ગજ ખેલાડીઓની જર્સી નિવૃત્ત કરવી એ નવી વાત નથી. 2017 માં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની નંબર-10 જર્સીને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ BCCIએ 2023માં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની 7 નંબરની જર્સીને રિટાયર કરી દીધી હતી.
IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ સિઝનમાં, મુંબઈ ઇન્ડિયન્સ 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાની પહેલી મેચ રમશે.
હાર્દિક પંડ્યા વિરુદ્ધ અબ્દુલ રઝાક પર શોએબ અખ્તર, ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે તે ખેલાડીનું નામ આપ્યું છે જેને તે વિશ્વ ક્રિકેટનો સૌથી મજબૂત ઓલરાઉન્ડર માને છે.
Hasan Ali Prediction: હસન અલીએ મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે સેમ અયુબ તેમની કારકિર્દીમાં પાકિસ્તાન માટે ઘણું બધું કરશે.