શ્રીલંકન નેવીએ 32 ભારતીય માછીમારોની કરી અટકાયત, લગાવ્યા આ આરોપો
શ્રીલંકાની નૌકાદળ અવારનવાર ભારતીય માછીમારોની તેમના પ્રાદેશિક જળસીમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને ધરપકડ કરે છે. નેવી દ્વારા 32 ભારતીય માછીમારોને પકડી લેવામાં આવ્યા છે.
કોલંબો: શ્રીલંકાના નૌકાદળ દ્વારા બુધવારે ઓછામાં ઓછા 32 ભારતીય માછીમારોને શ્રીલંકાના તાલાઈમન્નાર તટ અને ડેલ્ફ્ટ દ્વીપકલ્પની નજીકના પ્રાદેશિક જળમાં માછીમારી કરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ વર્ષે એક જ દિવસમાં ભારતીય માછીમારોની અટકાયત કરવામાં આવેલી આ સૌથી વધુ સંખ્યા છે. સરકારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
એક સરકારી નિવેદન અનુસાર, નૌકાદળે તાલાઈમન્નારથી બે બોટ સાથે સાત ભારતીય માછીમારોને અને ડેલ્ફ્ટ પેનિન્સુલાથી ત્રણ બોટ સાથે 25 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. નિવેદન અનુસાર, સાત માછીમારો અને તેમની બે બોટને તાલાઈમન્નાર ડોક પર લાવવામાં આવી હતી જ્યારે 25 માછીમારો અને તેમની ત્રણ બોટને કનકસાંથુરાઈ બંદરે લઈ જવામાં આવી હતી.
પકડાયેલા માછીમારો અને તેમની બોટને હવે આગળની કાયદેસરની કાર્યવાહી માટે મન્નાર અને માલાડીના ફિશરીઝ ઇન્સ્પેક્ટરોને સોંપવામાં આવશે. શ્રીલંકાની નૌકાદળે 2024માં અત્યાર સુધીમાં 23 ભારતીય બોટ અને 178 ભારતીય માછીમારોને પકડીને કાયદેસરની કાર્યવાહી માટે અધિકારીઓને સોંપ્યા છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં માછીમારોનો મુદ્દો વિવાદનું કારણ રહ્યો છે. શ્રીલંકાના પ્રાદેશિક જળસીમામાં ગેરકાયદેસર ઘૂસણખોરીની અનેક કથિત ઘટનાઓમાં, શ્રીલંકાના નૌકાદળના કર્મચારીઓએ ભારતીય માછીમારો પર ગોળીબાર પણ કર્યો હતો અને પાલ્ક સ્ટ્રેટમાં તેમની બોટ જપ્ત કરી હતી.
પાલ્ક સ્ટ્રેટ એ શ્રીલંકાને તમિલનાડુથી અલગ કરતી પાણીની સાંકડી પટ્ટી છે જે બંને દેશોના માછીમારો માટે માછીમારીનું મેદાન છે. બંને દેશોના માછીમારો અવારનવાર જ્યારે અજાણતા એકબીજાની દરિયાઈ સીમામાં પહોંચી જાય છે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે છે. 2023 માં, શ્રીલંકાની નૌકાદળે તેના પ્રાદેશિક જળસીમામાં કથિત રીતે માછીમારી કરવા બદલ 35 બોટ સાથે 240 ભારતીય માછીમારોને પકડ્યા હતા.
ઇટાલીમાં એક કેબલ કાર અકસ્માતનો ભોગ બની. આના કારણે, 3 પ્રવાસીઓ સહિત 4 લોકોના મોત થયા. આ ઘટનાનું કારણ એક જ કેબલ તૂટવાને કારણે થયું હોવાનું કહેવાય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા છે. અહીં તેમણે ભારત સાથે બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવાની હિમાયત કરી.
ટ્રમ્પે ભારત સહિત 75 દેશો પર ટેરિફમાં 90 દિવસની રાહત આપી છે, તેમના આ નિર્ણયથી અમેરિકન બજાર સહિત વિશ્વભરના બજારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પણ શું તમે જાણો છો કે તેમણે આ રાહત શા માટે આપી છે? જો નહીં, તો ચાલો તમને આ પાછળનું કારણ જણાવીએ...