હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે શ્રીરામનવમી મહોત્સવની થનાર ઉજવણી
રામનવમીએ ભગવાન શ્રીરામનો અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની કૌશલ્યાના ત્યાં થયેલ દિવ્ય અવતરણની યાદ અપાવે છે. તેમના દિવ્ય ગુણો અને કરેલ લીલાઓનું વર્ણન મહાન કવિ વાલ્મિકી દ્રારા રામાયણમાં કરવામાં આવ્યુ છે. રામનવમીના પવિત્ર દિવસે ભક્તો રામનવમી વ્રત રાખે છે અને ભગવાનની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે.
શ્રી રામનવમી’ એ ભગવાન શ્રીરામનો અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની કૌશલ્યાના ત્યાં થયેલ દિવ્ય અવતરણની યાદ અપાવે છે. તેમના દિવ્ય ગુણો અને કરેલ લીલાઓનું વર્ણન મહાન કવિ વાલ્મિકી દ્રારા રામાયણમાં કરવામાં આવ્યુ છે. રામનવમીના પવિત્ર દિવસે ભક્તો રામનવમી વ્રત રાખે છે અને ભગવાનની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે.
સર્વ શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણએ ચૈત્ર માસમાં, પૂર્ણરીતે ખીલતા ચંદ્રના નવમાં દિવસે (ચૈત્ર માસ શુકલ પક્ષ નવમી તિથિ)ભગવાન શ્રીરામ રૂપે અવતાર લીધેલ હતો. સર્વશક્તિમાન ભગવાન અયોધ્યાના રાજા દશરથના પુત્રરૂપે અવતર્યા હતા. ઈક્ષવાકુ મહારાજાના વંશના(રઘુવંશ તરીકે પ્રચલિત વંશના) રાજા દશરથ હતા. દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી – કૌશલ્યા, કૈકઈ અને સુમિત્રા છતાં તેમને એક પણ સંતાન નહોતું. મહર્શી વશિષ્ઠના પરામશને અનુસરીને તેમણે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો હતો જેના ફળસ્વરૂપ તેમની ત્રણેય રાણીઓને પુત્ર પ્રાપ્તિ થઈ હતી. રાણી કૌશલ્યાએ ભગવાન શ્રીરામને જન્મ આપ્યો અને રાણી કૈકઈએ ભરતને જન્મ આપ્યો હતો. રાણી સુમિત્રાએ જોડયા બાળકોને જન્મ આપ્યો જેમનું નામ લક્ષ્મણ અને શત્રુજ્ઞ હતું.
મહાનઋષિ વાલ્મિકીએ તેમના રામાયણ નામક પુસ્તકમાં ભગવાન શ્રીરામના જીવન અને લીલાઓ (પ્રવૃતિઓ) વિશે વિસ્તારથી જણાવ્યું છે. આ રામાયણને સંક્ષિપ્તરૂપે શુકદેવ ગોસ્વામી દ્રારા પરિક્ષિત મહારાજને શ્રીમદ્ ભાગવતમ્ ના નવમાં ખંડમાં કહેવામાં આવી છે.
હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે સાંજના 6.00 વાગ્યાથી ઉત્સવની શરૂઆત થશે. શ્રીરામનવમી ઉત્સવએ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવાતા ઉત્સવમાંનો એક મુખ્ય ઉત્સવ છે. ભકતો આખા દિવસ દરમ્યાન ઉપવાસ રાખે છે અને તેમના પવિત્ર નામનું રટણ અથવા તો રામાયણ સાંભળીને ભગવાન શ્રીરામનું સ્મરણ કરે છે. ભકતો સંધ્યાકાળે ઉપવાસનુ વ્રત પુરું કરે છે.આ ઉત્સવ દરમ્યાન હરેકૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવનાશ્રીવિગ્રહોને ખાસ અંલકારથી શણગારવામાંઆવશે.ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ કરવામાં આવશે.
સર્વોપરી શ્રી શ્રી સીતા રામ ને ભવ્ય પાલકીમાં મંદિર પરિસરમાં વિહાર કરાવવામાં આવશે જયારે ભકતો ભગવાન શ્રીરામના પવિત્ર નામનું ગાન કરતા સંકિર્તન ગાઈને જોડાશે. ત્યાર બાદ ભક્તો “શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ”નો મંત્રઘોષ કરતા“શ્રી રામ તારકયજ્ઞ”કરશે. યજ્ઞ પછી, મહામંગલા આરતી ઉતારવામાં આવશે. “શ્રી નામ રામાયણ” જેમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપાવામાં આવી છે તેનું ભક્તો ગાન કરશે.
હરેકૃષ્ણ મંદિર, ભાડજ આપ સૌને તા. 17એપ્રિલ, 2024 ના રોજ ઉજવાઈ રહેલ શ્રી રામનવમી ઉત્સવમાં ભાગ લેવા માટે ભાવભર્યું આમંત્રણ આપે છે. ભગવાન શ્રી રામચંદ્ર જેઓ પોતે સર્વોપરી ભગવાન છે તેમની મહિમા (કિર્તીગાથા) ને સ્મરણ કરવાનો આ એક ખાસ અવસર છે.
તારીખ અને દિન –17એપ્રિલ, 2024,બુધવાર
શુભ સ્થળ – હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સ સીટી નજીક, અમદાવાદ.
ઉત્સવની વિશિષ્ટતાઓ
1) દર્શન – સવારના ૭.૧૫થી રાત્રીના ૯.૦૦ વાગ્યા સુધી
2) મહાસંકિર્તન તથા પાલકી ઉત્સવ -- સાંજના૬.૦૦ વાગ્યાથી
3) રામ તારક યજ્ઞ – સાંજે ૭.૦૦ વાગે
4) મહા આરતી – રાત્રીના ૮.૦૦ વાગે
પ્રભુની સેવામાં
શ્રીજગનમોહનકૃષ્ણદાસા
પ્રેસિડન્ટ–હરેકૃષ્ણમંદિર, ભાડજ,અમદાવાદ
વધુ વિગત માટે સંપર્ક કરશો
રાયારામ દાસા –૯૯૦૪૨૦૩૨૨૮, શ્યામચારણદાસ – 9904272229
હા, ગુજરાત હવે ઉત્તરાખંડ પછી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુસીસી કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેન્સરના દર્દીઓને, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સફળ ટેબ્લો પાછળની ટીમ સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી, જ્યાં તેમણે રાજ્ય સાંસ્કૃતિક પ્રદર્શનમાં ત્રીજું સ્થાન મેળવવા બદલ અભિનંદન આપ્યા