જીસીએસ હોસ્પિટલ દ્વારા સેન્ટ. ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ
જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ - સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન હેઠળ અત્યાર સુધી 110 સીપીઆર ટ્રેનિંગ માં 16,000 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો.
જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ - સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન હેઠળ અત્યાર સુધી 110 સીપીઆર ટ્રેનિંગ માં 16,000 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો. આ અભિયાન હેઠળ 19 ઓગસ્ટના 2023 રોજ સેન્ટ. ઝેવિયર્સ સ્કૂલ ખાતે CPR ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું.
આજે સામાન્ય માણસ હોય કે કોઈ મોટા સેલિબ્રિટી, તેઓ નાની ઉંમરે પણ ‘કાર્ડિએક એરેસ્ટ’ (હૃદયનું કામચલાઉ ખૂબ ધીમું અથવા બંધ પડી જવું) ના ભોગ બને છે. તેઓને CPR ટેક્નિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક 40 ટકાથી પણ વધુ વધી જાય છે. આ પદ્ધતિમાં કાર્ડિયાક અરેસ્ટ સમયે છાતી પર અમુક નિયત જગ્યાએ, નિયત સમયે દબાણ આપવાનું હોય છે તેનાથી હૃદયના ધબકારા પાછા શરુ થાય છે અને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.
CPR પ્રક્રિયા એટલે કે કાર્ડીઓપલ્મોનરી રિસસીટેશન જેમાં હાર્ટ એટેકના દર્દીને બચાવવા કઈ રીતે છાતીના કયા ભાગમાં હાથની કઈ સ્થિતીમાં પુશઅપ કરવું અને કેટલું દબાણ આપવું તે અંગે જીસીએસ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો. રવિ સુથાર પ્રેક્ટીકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવ્યું હતું. કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર CPRથી ઘણા લોકોના જીવ બચાવી શકીએ. 550 થી વધુ વિદ્યાર્થીઓએ આ ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.