સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ સોમવાર, 6 જાન્યુઆરી, 2025ના રોજ ખુલશે
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડ નાણાકીય વર્ષ 2024માં આવકની દ્રષ્ટિએ, ભારતમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટર માટે ટોચના પાંચ વિશિષ્ટ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ પૈકીની એક છે, તેણે તેના પ્રથમ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ માટે પ્રત્યેક ₹10/-ના અંકિત મૂલ્ય વાળા પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ ₹133/-થી ₹140/- નિર્ધારિત કરી છે.
કંપનીની ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ સબસ્ક્રિપ્શન માટે સોમવાર, જાન્યુઆરી 6,2025ના રોજ ખુલશે અને બુધવાર, 8 જાન્યુઆરી, 2025ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 107 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 107 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.આ આઈપીઓ રૂ.210 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યુ અને પ્રમોટર સેલિંગ અને પ્રમોટર ગ્રુપ તથા અન્ય સેલિંગ શેરધારકો દ્વારા 1,42,89,367 ઇક્વિટી શેરની વેચાણ ઓફરનું મિશ્રણ છે. તેના ફ્રેશ ઈશ્યુથી થનારી આવકમાંથી રૂ.10 કરોડ મશીનરી અને સાધનસામગ્રીની ખરીદી માટે કંપનીની મૂડી ખર્ચની જરૂરિયાતોના ભંડોળ માટે; રૂ.130 કરોડ કંપની દ્વારા કંપની દ્વારા લેવામાં આવેલ ચોક્કસ બાકી ઉધારના અમુક ભાગની સંપૂર્ણ અથવા આંશિક રીતે પુન:ચુકવણી અથવા પૂર્વચુકવણી માટે અને તેની સંપૂર્ણ માલિકીની મટેરિયલ પેટાકંપની એસ2 એન્જીનિયરિંગ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ માટે, બેંક અને નાણાકીય સંસ્થાઓ તરફથી એસ2 એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેળવેલ ચોક્કસ બાકી ઉધારના તમામ અથવા અમુક ભાગની સંપૂર્ણ અથવા આંશિક રીત પુનઃચુકવણી અથવા પૂર્વચુકવણી માટે; રૂ.30 કરોડ મશીનરી અને સાધનોની ખરીદી માટે તેની મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરૂં પાડવા માટે, તેની સંપૂર્ણ માલિકીની મટેરિયલ પેટાકંપની એસ2 એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ માટે; રૂ.20 કરોડ વ્યૂહાત્મક રોકાણો અને/અથવા સંપાદનના માધ્યમથી અકાર્બનિક વૃદ્ધિને ભંડોળ આપવા માટે; અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે.
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલૉજીની ક્ષમતાઓમાં ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે અને ટર્નકી આધાર પર ફાર્માસ્યુટિકલ અને કેમિકલ મેન્યૂફેક્ચરર્સ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરને સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. તેના પોર્ટફોલિયોમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ પ્રોડક્ટ્સની મેન્યૂફેક્ચરિંગમાં વપરાતા મુખ્ય ઉપકરણોનો સમાવેશ થાય છે, જેને રિએક્શન સિસ્ટમ્સ; સ્ટોરેજ, સેપરેશન
અને ડ્રાઇંગ સિસ્ટમ્સ; અને પ્લાન્ટ, એન્જિનિયરિંગ અને સેવાઓ (અન્ય સહાયક ભાગો સહિત)માં વર્ગીકૃત કરી શકાય છે. એફએન્ડએસ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2024માં આવકના સંદર્ભમાં તે ગ્લાસ-લાઇન્ડ, સ્ટેનલેસ સ્ટીલ અને નિકલ એલોય-આધારિત વિશિષ્ટ એન્જિનિયરિંગ ઉપકરણોના ભારતના ટોચના ત્રણ મેન્યૂફેક્ચરર્સમાંથી એક છે.
નાણાકીય વર્ષ 2024માં આવકની દ્રષ્ટિએ, તે ભારતમાં પોલિટેટ્રાફ્લોરોઇથિલિન લાઇનવાળી પાઇપલાઇન્સ અને ફિટિંગના ટોચના ત્રણ સપ્લાયર્સમાંની એક પણ છે. તે ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઝડપથી વિકસતી કંપની રહી છે અને તેણે આવકની દ્રષ્ટિથી પાછલા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. કંપની પાસે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિએન્ટ (“એપીઆઈ”) અને ફાઈન કેમિકલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં જરૂરી તમામ વિશેષ સ્પેશિયલાઇઝ્ડ એન્જિનિયરિંગ ઉપકરણોનું મેન્યૂફેક્ચર કરવાની ઇન-હાઉસ ક્ષમતાઓ છે. છેલ્લા એક દાયકામાં, તેણે 11,000થી વધુ પ્રોડક્ટ્સ સપ્લાય કરી છે. તેના અગ્રણી ગ્રાહક આધારમાં 30 જૂન, 2024 સુધીમાં એનએસઇ 500 ઇન્ડેક્સમાં આશરે 80 ફાર્માસ્યુટિકલ અને કેમિકલ કંપનીઓમાંથી 30નો સમાવેશ થાય છે. તે 400,000 ચોરસ ફૂટથી વધુના બિલ્ટ-અપ/ફ્લોર એરિયામાં ફેલાયેલી તેના આઠ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ્સના માધ્યમથી કાર્ય કરે છે, જે વ્યૂહાત્મક રીતે ભારતના ફાર્મા હબ હૈદરાબાદ, તેલંગાણામાં સ્થિત છે, જે નાણાકીય વર્ષ 2024માં કુલ ભારતીય જથ્થાબંધ દવાના ઉત્પાદનમાં 40.00% હિસ્સો ધરાવે છે. આઈઆઈએફએલ કેપિટલ સર્વિસિસ લિમિટેડ અને મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર્સ છે અને કેફિન ટેક્નોલોજિસ લિમિટેડ ઈશ્યૂના રજિસ્ટ્રાર છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.