સ્ટાર અલાયન્સ વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સ 2024 ખાતે વિશ્વની અગ્રણી એરલાઇન અલાયન્સ બની
સતત પાંચમા વર્ષે સ્ટાર અલાયન્સ પ્રતિષ્ઠિત વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સ ખાતે વિશ્વની અગ્રણી એરલાઇન અલાયન્સ બની છે. 24 નવેમ્બર, 2024ના રોજ પોર્ટુગલના મેડેઇરા ખાતે યોજાયેલી ભવ્ય ફાઇનલ ગાલા સેરેમનીમાં આ જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગ્લોબલ ટુરિઝમની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
સતત પાંચમા વર્ષે સ્ટાર અલાયન્સ પ્રતિષ્ઠિત વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સ ખાતે વિશ્વની અગ્રણી એરલાઇન અલાયન્સ બની છે. 24 નવેમ્બર, 2024ના રોજ પોર્ટુગલના મેડેઇરા ખાતે યોજાયેલી ભવ્ય ફાઇનલ ગાલા સેરેમનીમાં આ જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગ્લોબલ ટુરિઝમની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
અગાઉ જુલાઈ 2024માં નોર્થ અમેરિકા એડિશમમાં સ્ટાર અલાયન્સના લોસ એન્જલસ એરપોર્ટ લાઉન્જે સતત પાંચમા વર્ષે નોર્થ અમેરિકાના અગ્રણી એરપોર્ટ લાઉન્જનું ટાઇટલ મેળવીને આ મહત્વપૂર્ણ સન્માન મેળવ્યું હતું જે એરપોર્ટ હોસ્પિટાલિટીમાં અગ્રણી તરીકે તેનું સ્થાન ફરી મજબૂત કરે છે.
પોતાના તાજેતરના મળેલા સન્માન અંગે કૃતજ્ઞતા વ્યક્ત કરતા સ્ટાર અલાયન્સના સીઈઓ થિયો પેનાજિઓટોલિયસે જણાવ્યું હતું કે અમે ફરી એક વખત વિશ્વની અગ્રણી એરલાઇન અલાયન્સના ટાઇટલ મેળવીને ખૂબ જ સન્માનિત છીએ. આ અદ્વિતીય સિદ્ધિ સ્ટાર અલાયન્સ અને મેમ્બર એરલાઇનના કર્મચારીઓની સહિયારી પ્રતિબદ્ધતા તથા સરળ ટ્રાવેલ અનુભવો પૂરા પાડવા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે તેમના સતત વિશ્વાસ અને સમર્થન બદલ અમારા મૂલ્યવાન ગ્રાહકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
31મી એડિશનમાં વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સનું લક્ષ્ય ટ્રાવેલ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી ઉદ્યોગોના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતાને ઓળખવા અને ઉજવવાનો છે. વિજેતાઓને કન્ઝ્યુમર ટ્રાવેલ બાયર્સ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રમાં ક્વોલિફાઇડ એક્ઝિક્યુટિવ્સને સમાવતા વિશ્વભરના સર્વેના આધારે નક્કી કરવામાં આવ્યા છે.
વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સના ફાઉન્ડર ગ્રેહામ ઇ. કૂકે જણાવ્યું હતું કે વિશ્વની અગ્રણી એરલાઇન અલાયન્સ 2024 ટાઇટલ જીતવા બદલ સ્ટાર અલાયન્સને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. આ અદ્વિતીય સિદ્ધિ દર્શાવે છે કે આ કંપની ઉડ્ડયન જોડાણોમાં માપદંડોને ઉચ્ચ સ્તરે લઈ જઈ રહી છે. બુકિંગથી માંડીને એરપોર્ટ્સ, કનેક્શન અને લોયલ્ટી સુધીની સફરને ગ્રાહકો માટે સરળ બનાવવાની તેની પ્રતિબદ્ધતા અદ્વિતીય છે. સમગ્ર સ્ટાર અલાયન્સ ટીમની પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી છે.
અલાયન્સ સ્તરના એવોર્ડ્સ ઉપરાંત અનેક સ્ટાર અલાયન્સ મેમ્બર એરલાઇન્સને પણ આ વર્ષે વ્યક્તિગત સ્તરે જીત મળી છે જે સ્ટાર અલાયન્સ વિશ્વભરના મુસાફરો માટે સામૂહિકપણે જે શક્તિ અને સેવાની ઉત્કૃષ્ટતા લાવે છે તે દર્શાવે છે. મેમ્બર એરલાઇન્સને નોર્થ અમેરિકા, એશિયા, આફ્રિકા અને સાઉથ અમેરિકાની વિશ્વની અગ્રણી એરલાઇન સહિતની ચાર કેટેગરીમાં એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.