સ્ટાર હેલ્થે તેના પ્રારંભથી અત્યાર સુધીનો સૌથી સર્વોચ્ચ PAT નોંધાવ્યો
નાણાકીય વર્ષ 2023માં રૂ. 12,952 કરોડ ગ્રોસ રિટન પ્રીમિયન મેળવ્યું અને નાણાકીય વર્ષ 2022-23 માટે રૂપિયા 619 કરોડનો ચોખ્ખો નફો કર્યો
ભારતની એક અગ્રણી આરોગ્ય વીમા કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઈન્સ્યોરન્સ કં.લિ. એ નાણાકીય વર્ષ 2023માં રૂપિયા 12,952 કરોડનું ગ્રોસ રિટન પ્રીમિયમ (GWP) મેળવ્યું છે જે અગાઉના વર્ષની સરખામણીમાં 13% નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2022ના રૂપિયા 1,041 કરોડની ખોટની સામે માર્ચ 31, 2023ના રોજ પૂરા થયેલા વર્ષનો સ્ટાર હેલ્થનો નફો ટેક્ષ (PAT) કાપ્યા બાદ રૂપિયા 619 કરોડ રહ્યો છે.બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રી આનંદ રૉયની નિમણૂક કરવામાં આવી છે. શ્રી રૉય ભારતીય વીમા અને બેંન્કિંગ ક્ષેત્રમાં બે દાયકા કરતાં વધુનો અનુભવ ધરાવે છે અને 2006માં સ્ટાર હેલ્થના પ્રારંભથી તેની સાથે જોડાયેલા છે. કંપનીમાં તેઓ મેનેજિંગ ડિરેક્ટર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ માર્કેટિંગ ઑફિસર જેવા અગત્યના હોદ્દા સંભાળી ચૂક્યા છે.
બોર્ડના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે શ્રી વી. જગન્નાથની પણ બોર્ડ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. “વીમા ઉદ્યોગમાં મેં પાંચ દાયકા પૂરા કર્યા છે ત્યારે કંપનીમાં નોન-એક્ઝિક્યુટિવ ભૂમિકા સ્વીકારવાની જાહેરાત કરતા મને આનંદ થાય છે. આ કંપની આજે જ્યાં છે ત્યાં પહોંચાડવા માટેની કામગીરી રોમાંચક અને સંતોષજનક રહી છે. સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સનો પ્રારંભ થયો ત્યારે માત્ર આરોગ્ય વીમાનો વિચાર સદંતર નવો હતો અને આરોગ્ય વીમાની પહોંચ સાવ ઓછી હતી. લોકોમાં આરોગ્ય વીમાના મહત્ત્વ વિશે, સુરક્ષિત રહેવાની જરૂરિયાત વિશે તથા સ્વાસ્થ્ય અને તેમની નાણાકીય ભલાઈની જરૂરિયાત બાબતે જાગ્રતિ ઊભી કરવાની અમને જરૂરિયાત લાગતી હતી. આજે હું જોઈ શકું છું કે અમે આ હેતુ અમુક અંશે સિદ્ધ કરી શક્યા છીએ અને સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સનો સતત વિકાસ થઈ રહ્યો છે.આ ઉમદા કામગીરીની જવાબદારી હું આનંદને સોંપતા અત્યંત ખુશ છું. મને ખાતરી છે કે આગામીસમયમાં શ્રી આનંદ રૉયના નેતૃત્વમાં સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ હજુ વધુ ઊંચાઈ હાંસલ કરશે. આજે હું ગૌરવપૂર્વક કહી શકું છું કે આ ધ્યેય મેં સીધી અને આડકતરી રીતે હાંસલ કર્યું છે,” તેમ શ્રી વી જગન્નાથે જણાવ્યું હતું.
સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડના નવનિયુક્ત ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદ રૉયે જણાવ્યું કે, “સ્ટાર હેલ્થ ખાતે નવી ભૂમિકાથી હું અત્યંત વિનમ્રતા અને રોમાંચની લાગણી અનુભવું છું. આ ભવ્ય સંસ્થાને સફળતાના નવા તબક્કે લઈ જવા માટે તેનું નેતૃત્વ કરવું એ ખરેખર પ્રિવિલેજ અને સન્માન છે. નાણાકીય વર્ષ 22-23 અમારા માટે સારું રહ્યું જેમાં પ્રત્યેક ત્રિમાસિક ગાળામાં સ્થિર વૃદ્ધિ નોંધાઈ છે. અમે અમારો રિટેલ માર્કેટનો હિસ્સો વધારવા ઉપર, અમારો સંયુક્ત ઓપરેટિંગ રેશિયો ઘટાડવા ઉપર, અમારા ચેનલ ભાગીદારો તથા એજન્ટ નેટવર્કનો વિસ્તાર કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
વર્ષ દરમિયાન અમે કેટલીક ઈનોવેટિવ પ્રોડક્ટ લૉન્ચ કરી જેને દેશભરમાં ગ્રાહકો તરફથી સારો આવકાર મળ્યો. અમારી વિકાસની વ્યૂહરચના વધુ સારી ગ્રાહક સેવા માટે શાખાઓ તથા નેટવર્ક હોસ્પિટલમાં હાજરી વધારવા ઉપર કેન્દ્રિત છે. અમારો કમ્બાઇન્ડ રેશિયો નાણાકીય વર્ષ 2022માં 117.9% થી સુધરીને નાણાકીય વર્ષ 2023માં 95.3% થયો” શ્રી રૉયે વધુમાં જણાવ્યું કે, “આગામી વર્ષોમાં મુખ્યત્વે રિટેલ આરોગ્ય વીમા ઉપર અમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. અમે પ્રોડક્ટ ઈનોવેશન તથા ડિજિટાઇઝેશન દ્વારા ગ્રાહકોની સુવિધા માટે વિશેષ ધ્યાન આપવાનું ચાલુ રાખીશું. સ્ટાર હેલ્થની બ્રાન્ડ સમગ્ર દેશમાં સારી રીતે પ્રસિદ્ધ છે. વિકાસ અને વિસ્તરણ માટે અમે નવી તકો જોતા રહીશું અને ભારતમાં આરોગ્ય વીમાના ક્ષેત્રમાં અમારી હાજરી વધારવાનું ચાલુ રાખીશું.”
મેટ્રો શહેરોથી લઇને અંતરિયાળ વિસ્તારો સુધીના ગ્રાહકોની રિટેલ વીમાની જરૂરિયાતો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવા સાથે સ્ટાર હેલ્થે નાણાકીય વર્ષ 2023માં રૂપિયા 11,948 કરોડનું રિટેલ હેલ્થ પ્રીમિયમ મેળવ્યું છે જે નાણાકીય વર્ષ 2022ની સરખામણીમાં 18%નો વધારો સૂચવે છે. 31 માર્ચ, 2023ની સ્થિતિએ ભારતમાં જનરલ ઈન્સ્યોરન્સ ઉદ્યોગમાં સ્ટાર હેલ્થનો બજાર હિસ્સો 34% છે. નાણાકીય વર્ષ 2023માં GWP સામે ઓપરેટિંગ ખર્ચ રેશિયો 15.9% રહ્યો હતો, નાણાકીય વર્ષ 2022માં આ રેશિયો 16.0% હતો.
વર્ષ દરમિયાન કંપનીએ સોલવન્સી રેશિયો 2.14x હાંસલ કર્યો છે જે નિયમાનુસાર લઘુતમ 1.5x ની જરૂરિયાત કરતાં ઊંચો છે. સ્ટાર હેલ્થે વિતરણ નેટવર્કનું મજબૂત ડિજિટલ ચેનલોમાં વિસ્તરણ કર્યું છે જેમાં અગ્રણી બેંક-વીમા ભાગીદારો, એજન્સી ચેનલ, કોર્પોરેટ એજન્ટો, બ્રોકર્સ, પૉઇન્ટ ઑફ સેલ પર્સન (POS), વીમા માર્કેટિંગ કંપનીઓ, વેબ એગ્રેગેટરો તથા ડાયરેક્ટ બિઝનેસનો સમાવેશ થાય છે.સ્ટાર હેલ્થે હોસ્પિટલો સાથે ભાગીદારી વિસ્તારી છે અને ભારતભરમાં હાલ 14,203 હોસ્પિટલનું નેટવર્ક ધરાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023માં સમગ્ર ભારતમાં 835 શાખાઓ સાથે તેની હાજરી વધારે મજબૂત બનાવી છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.