સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને મિર્ચીએ ગ્રીન મેરેથોનની ચોથી આવૃત્તિની ઉજવણી કરી
SBI ગ્રીન મેરેથોન એ ભારતની સૌથી મોટી ઇકો-ફ્રેન્ડલી મેરેથોન છે, જે સહભાગીઓને પર્યાવરણના મિત્ર, તંદુરસ્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરે છે.
SBI ગ્રીન મેરેથોનની પ્રથમ ત્રણ આવૃત્તિઓની જબરદસ્ત સફળતા બાદ, દેશના સૌથી મોટા નાણાકીય સર્વિસ ગ્રુપ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અને ભારતની અગ્રણી સંગીત અને મનોરંજન કંપની, મિર્ચી, ૨૪ મી માર્ચે અમદાવાદ અને જયપુરમાં અનુક્રમે ગિફ્ટ સિટી ગાંધીનગર અને સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે ગ્રીન મેરેથોનની ચોથી આવૃત્તિના સમાપનની ગર્વપૂર્વક જાહેરાત કરી હતી.
SBI ગ્રીન મેરેથોન એ ભારતની સૌથી મોટી ઇકો-ફ્રેન્ડલી મેરેથોન છે, જે સહભાગીઓને પર્યાવરણના મિત્ર, તંદુરસ્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરે છે. તમામ દોડવીરોએ તેમની સહભાગિતાના ભાગરૂપે ઓર્ગેનિક ટી-શર્ટ અને BIB મેળવ્યા. ૫૦૦૦, ૧૦૦૦૦ અને ૨૧૦૦૦ મીટર સાથે આ મેરેથોન તમામ શ્રેણીમાં ભાગ લેનાર દોડવીરોને ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને સાથે સાથે પર્યાવરણના સુધારમાં મદદરૂપ થાય તેવી જીવનશૈલી કેળવવા સંદેશ આપ્યો હતો.
ચાર શહેરમાં થનારી મેરેથોન ઈવેન્ટની શરૂઆત ૧૭ મી માર્ચ ૨૦૨૪ ના રોજ મુંબઈ અને ભોપાલમાં થઈ હતી અને ત્યારબાદ ૨૪ મી માર્ચે અમદાવાદ અને જયપુરમાં યોજાઈ હતી. ઇવેન્ટના પ્રથમ તબક્કામાં બંને શહેરોમાં મોટી સંખ્યામાં સહભાગીઓ જોવા મળ્યા હતા. "રન ફોર ગ્રીન" થીમ દરેક સહભાગીને વિશ્વને હરિયાળું બનાવવા માટેના પરિવર્તનના પ્રતિક રૂપે ગણે છે.
એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક (ઈન્ડિયા) લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને નેશનલ આઈપી ડિરેક્ટર પૂજા ગુલાટીએ જણાવ્યું હતું કે, “મિર્ચી બે દાયકાથી પણ વધુ સમયથી મેરેથોન જેવા પ્રયાસો સાથે સંકળાયેલા રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગ્રીન મેરેથોન દ્વારા, મિર્ચી અને SBI એ ભારતીયોને તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત પર્યાવરણના સંરક્ષણમાં પણ યોગદાન આપવા માટે એક પ્લેટફોર્મ આપવાનું એક ધ્યેય રાખે છે. તેની ચોથી આવૃતિમાં, તે ભારતની સૌથી મોટી ઇકો-ફ્રેન્ડલી મેરેથોન બની છે અને તે મુંબઈ, અમદાવાદ, ભોપાલ અને જયપુર સહિત ચાર શહેરોમાં પણ વિસ્તરી છે. આ મેરેથોન દર વર્ષે ભારતીયો દ્વારા વધુ રસ અને સહભાગિતા મેળવી રહી છે, જે તેને ખરેખર એક ખાસ અનુભવ બનાવે છે. મિર્ચીની મજબૂત પહોંચ અને હાઇપરલોકલ સમજ અમને દરેક દોડવીર માટે ઉત્તમ અનુભવ બનાવવા માટે યોગ્ય રસ્તો આપે છે. અમે આ મેરેથોનને દેશની સૌથી મોટી મેરેથોન બનાવવા માંગીએ છીએ.
SBI અને મિર્ચીએ ઈવેન્ટ દરમિયાન પેદા થતા કચરાને રિસાઈકલ કરવા માટે વેસ્ટ મેનેજમેન્ટ એજન્સી Skrap સાથે ભાગીદારી કરી, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂક્યો. મેરેથોનમાંથી એકત્ર કરાયેલ કચરાને Skrap દ્વારા રિસાયકલ કરવામાં આવશે, અને તેઓ પારદર્શિતા અને હરિયાળા વિશ્વ પ્રત્યેના તેમના સમર્પણને રેખાંકિત કરીને આવા સ્તરના ઇવેન્ટમાંથી રિસાઈકલ કરાયેલા કચરાના જથ્થા પર એક વ્યાપક અહેવાલ બહાર પાડશે. SBI ગ્રીન મેરેથોન ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરાયેલ અર્લિ-બર્ડ કૂપન્સ અને શહેર મુજબની રચનાત્મક ઝુંબેશ સાથે, આ સહયોગ સામાજિક અને ડિજિટલ પ્લેટફોર્મ્સ સુધી પણ વિસ્તર્યો.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.