રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, અમદાવાદ સેનાપતિ કચેરી તથા આવાસોનું લોકાર્પણ કરાશે
પોલીસ કર્મયોગીઓની સુવિધાઓમાં વધારો: ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાશે
રાજ્યના નાગરિકોની સુરક્ષામાં સતત ખડેપગે રહેતા પોલીસ કર્મયોગીઓની સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જે અંતર્ગત આવતીકાલે તા.૧૩મી એપ્રિલના રોજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. તે ઉપરાંત અમદાવાદ ખાતે નવનિર્મિત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, સેનાપતિ કચેરી તથા આવાસોનું લોકાર્પણ કરી મંત્રીશ્રી એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે સવારે ૯ કલાકે લોકાર્પણ કરાશે. આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી તથા અમદાવાદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ તેમજ અમદાવાદ રેન્જ આઈ.જી. શ્રી વી. ચંન્દ્રશેખર ઉપસ્થિત રહેશે.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અમદાવાદમાં સેનાપતિ કચેરી તથા પોલીસ જવાનો માટેના બી કક્ષાના ૨૮૮ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, અમદાવાદ સેનાપતિ કચેરી તથા આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલ તા. ૧૩ એપ્રિલના રોજ બપોરે ૧૨ કલાકે લોકાર્પણ કરાશે. ઉપરાંત મંત્રી શ્રી એન્ટી
હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવશે. જેમાં સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, આઈ.પી.એસ શ્રી હસમુખ પટેલ, આઈ.પી.એસ શ્રી આર. બી. બ્રહ્મભટ્ટ, આઈ.પી.એસ ડો. પી. કે. રોશન સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.