નર્મદા જિલ્લામાં તા. ૨૭ થી ૨૯ નવેમ્બર દરમિયાન રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં યોજાઈ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત-ગમત અધિકારી નર્મદા દ્વારા “સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા-SGFI” અંતર્ગત નર્મદા જિલ્લામાં તા. ૨૭ થી ૨૯ નવેમ્બર દરમિયાન રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયમ વિદ્યાલય ખાતે રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધા યોજાઈ હતી.
રાજપીપલા : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત-ગમત અધિકારી નર્મદા દ્વારા “સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા-SGFI” અંતર્ગત નર્મદા જિલ્લામાં તા. ૨૭ થી ૨૯ નવેમ્બર
દરમિયાન રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયમ વિદ્યાલય ખાતે રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શાળાકીય રાજ્યકક્ષા અંડર ૧૪, ૧૭ અને ૧૯ જીમ્નાસ્ટિક (આર્ટિસ્ટિક, રિધમિક, એક્રોબેટિક) રાજ્યના જુદા-જુદા જિલ્લાના રમતવીરો ભાગ લીધો હતો.
નર્મદાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપલા DLSS ના ખેલાડીઓ દ્રારા SGFI ની રાજ્યકક્ષાની જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ૨ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૨ બ્રોન્ઝ એમ કુલ ૯ મેડલ મેળવીને નર્મદા
જિલ્લાની ખ્યાતી વધાવી છે. જેમાં ૧) જાળીયા સત્યપાલે એક ગોલ્ડ અને એક સિલ્વર, ૨) વસાવા દેવિને એક ગોલ્ડ, ૩) કલાલ લક્ષ્મીને એક સિલ્વર, ૪) પટેલ નિકિતાને એક સિલ્વર, ૫) ચુડાસમા મનરાજને એક સિલ્વર, ૬) જોષી કિશનને એક બ્રોન્ઝ, ૭) બારૈયા આર્યનને એક બ્રોન્ઝ આમ, ૨ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૨ બ્રોન્ઝ આમ, કુલ ૯ જેટલા મેડલો પ્રાપ્ત કરી જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી રાજપીપલા, તેમજ શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ રાજપીપલા તથા સમગ્ર નર્મદા જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ભાગ લીધેલ ખેલાડીઓને અને તેમના કોચ હિરલ વસાવા તેમજ ટ્રેનરશ્રી ભાર્ગવ રાઠોડ, શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ વતી શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ગોહિલ, આચાર્યશ્રી જિગેશભાઈ અને તમામ સ્ટાફ દ્વારા ખુબ-ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે. તેમજ સૌ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને આગામી સ્પર્ધાઓમાં વિશેષ પરીણામ અપાવી SAG/DSDO કચેરી નર્મદા તેમજ શ્રીઅંબુભાઈ પુરાણી હાઇસ્કૂલ સાથે સમગ્ર નર્મદા જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
IND vs AUS: ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે પોતાની બોલિંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. સિરાજ હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ રહ્યો છે.
India vs Japan, U19 Asia Cup: અંડર-19 એશિયા કપમાં ભારત અને જાપાન વચ્ચે મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 211 રને જીતી લીધી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતનો આ પ્રથમ વિજય છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલા અંડર-19 એશિયા કપમાં રાજસ્થાન રોયલ્સના કરોડપતિ બેટ્સમેન ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા. આ બેટ્સમેનને IPL મેગા ઓક્શનમાં 1 કરોડ 10 લાખ રૂપિયામાં ખરીદાયો હતો.