નર્મદા જિલ્લામાં સરદાર પટેલ નર્મદા ટ્રેક ૨૦ નવેમ્બર થી ૦૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે
સરદાર પટેલ નર્મદા ટ્રેકનું આયોજન એનસીસી ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરનો સાહસિક પ્રવૃત્તિનું આયોજન કરવામા આવ્યુ છે જેમા અલગ અલગ ૧૪ રાજ્યોના કેડેટ્સ નર્મદા જિલ્લામાં ૨૦ નવેમ્બર ૨૦૨૩ થી ૦૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે.
રાજપીપલા : સરદાર પટેલ નર્મદા ટ્રેકનું આયોજન એનસીસી ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરનો સાહસિક પ્રવૃત્તિનું આયોજન કરવામા આવ્યુ છે જેમા અલગ અલગ ૧૪ રાજ્યોના કેડેટ્સ નર્મદા જિલ્લામાં ૨૦ નવેમ્બર ૨૦૨૩ થી ૦૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે.
ભારતના લોખંડી પુરુષ અને ભારતરત્ન તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારકની મુલાકાત દરમિયાન અલગ અલગ રાજ્યોના કેડેટ્સ સરદાર પટેલની રાષ્ટ્રીય એકાકીકરણ નીતિ, ઐતિહાસિક સાહસની ટીમ કેળવવામાં પ્રેરણારૂપ પ્રવૃત્તિઓ તથા પ્રાણીસૃષ્ટિ તેમજ વારસાનું સ્થાનિક રીતરિવાજો પરંપરાઓનો પરિચય કરાવવાના ઉદ્દેશો સાથે મુલાકાત કરી રહ્યા છે.
આ ટ્રેકમાં જુનારાજ રિઝર્વ ફોરેસ્ટ, કરજણ ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ૨૦ નવેમ્બર થી ૨૭ નવેમ્બર અને ૨૮ નવેમ્બર થી ૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી રહેશે. જેમા તબક્કાવાર ૨ બેચમાં અંદાજિત ૧૨૦૦ જેટલા કેડેટ્સ અને સ્ટાફ આયોજન ટ્રેકમાં ભાગ લેશે. આયોજિત કેમ્પમાં કેડેટ્સોને નેતૃત્વના ગુણો, તેમની શારીરિક સહનશક્તિ તેમજ આત્મવિશ્વાસ વિકસાવવા અને જૂથ શિક્ષણની કસોટી કરવામાં મદદ થશે જે કેડેટ્સના જીવનમાં પ્રેરણારૂપ અનુભવ બની રહેશે. આ કેમ્પમાં ભાગ લેનારા તમામ કેડેટ્સને વ્યક્તિત્વ વિકાસ અને તેમની યોગ્યતાની ઓળખ કરવામાં સક્ષમ બનાવવા માટે બે દિવસની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી કેડેટ્સમાં તેમના જીવનમાં વિશિષ્ટ ગ્રુપ વોલન્ટેર્સના વિષયમાં પ્રદર્શન ક્ષમતાનો વિકાસ કેળવાશે જેઓ NCC એક્સચેન્જ પાર્ટિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા (EXPA ) નો ભાગ છે. આ EXPA સભ્યો NCC કેડેટ્સ છે. જેમણે ગ્રુપ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વિદેશથી યુવા કેડેટ વિદેશથી યુવા કેડેટ્સોએ તાલીમ લીધી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.