સ્ટર્લિંગ હોસ્પિટલ્સે “લિવર ટૉક્સ” કાર્યક્રમનું આયોજન કર્યું
અગ્રણી ડૉક્ટર્સે લિવરના કેન્સરના નિદાન અને સારવાર પર ઉપયોગી જાણકારી આપી દર્દીઓને પ્રોત્સાહન આપ્યું
અગ્રણી હેલ્થકેર સંસ્થા સ્ટર્લિંગ હોસ્પિટલને ‘વર્લ્ડ લિવર ડે’ની ઉજવણી પર એનાં આગામી કાર્યક્રમ “લિવર ટૉક્સઃ સ્ટોરીઝ ઓફ હૉપ એન્ડ કરેજ”નું આયોજન કર્યું હોવાની જાહેરાત પર અતિ ગર્વ થાય છે. આ કાર્યક્રમ 19 એપ્રિલ, 2023ના રોજ આઇઆઇએમ અમદાવાદની સામે સ્થિત એએમએ (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન)માં યોજાયો હતો.
“લિવર ટૉક્સ” એક પેનલ ચર્ચાનો કાર્યક્રમ હતો, જેમાં પ્રતિષ્ઠિત તબીબી નિષ્ણાતો સામેલ થયા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. હિતેશ ચાવડા, ડિરેક્ટર-ડિપાર્ટમેન્ટ ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ એન્ડ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, સ્ટર્લિંગ હોસ્પિટલ, અમદાવાદએ કર્યું હતું. પેનલમાં સામેલ પ્રતિષ્ઠિત તબીબી નિષ્ણાતો આ હતા – ડૉ. સુધાંશુ પટવારી – એમડી, ડીએમ (ગેસ્ટ્રોએન્ટોરોલોજી), ડૉ. સંદીપ શાહ – એમબીબીએસ, એમડી, ડીએમ, ડૉ. ચિરાગ શાહ – એમડી, ડીએમ (ગેસ્ટ્રોએન્ટોરોલોજી), ડૉ. નીલ પાલખીવાલા – એમડી, ડીએમ (ગેસ્ટ્રોએન્ટોરોલોજી) અને ડૉ. તન્મય વ્યાસ – એમડી, ડીએમ (હીપેટોલોજી). આ તમામ તબીબોએ લીવર ને લગતા રોગો પર તેમની જાણકારી અને ઉપયોગી બાબતો પ્રસ્તુત કરી હતી તેમજ લિવરના કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) સામે સફળતાપૂર્વક ઝઝૂમનાર દર્દીઓની આશા અને સાહસની વાતો રજૂ કરી હતી.
સ્ટર્લિંગ હોસ્પિટલના એમડી અને સીઇઓ ડૉ. સિમ્મરદીપ ગિલે કહ્યું હતું કે, "અમને વર્લ્ડ લિવર ડેના પ્રસંગે “લિવર ટૉક્સ” કાર્યક્રમનું આયોજન કરવા પર ગર્વ છે. એક અગ્રણી હેલ્થકેર સંસ્થા તરીકે અમે લીવર ને લગતા રોગો વિશે જાગૃતિ વધારવા તથા એના નિદાન અને સારવારમાં લેટેસ્ટ પ્રગતિ પર ચર્ચાવિચારણા કરવા એક મંચ પ્રદાન કરવા કટિબદ્ધ છીએ. અમારી પેનલમાં સામેલ ડૉક્ટર્સે આશા અને સાહસની વાતો રજૂ કરી હોવા છતાં અમને લીવર ને લગતા રોગોનો સામનો કરતાં દર્દીઓ અને તેમના પરિવારજનોને પ્રેરિત કરવાની અપેક્ષા છે.
આ પ્રસંગે ડૉ. હિતેશ ચાવડાએ કહ્યું હતું કે, "લિવર સાથે સંબંધિત રોગની ઘટનાઓ, જેમાં ફેટ્ટી લિવર અ લિવરનું કેન્સર સામેલ છે. આ પ્રકારના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જે માટે મુખ્યત્વે જીવનશૈલી, મેદસ્વીપણું, આલ્કોહોલ (શરાબ)નું સેવન અને ડાયાબીટિસ જવાબદાર છે. સમયસર નિદાન અને નિયમિત ચેકઅપ આ પ્રકારની બિમારીઓ સાથે સંબંધિત જટિલતાઓ નિવારી શકે છે.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.