મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ
શરદ પવારના ભત્રીજા અજિત પવારની ભાજપમાં એન્ટ્રીની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે
મુંબઈઃ ગણા દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ મચી ગઈ છે. NCP નેતા અજિત પવાર ભાજપ સાથે જોડાઈ શકે છે તે અંગે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જોકે અજિત પવાર પોતે છેલ્લા એક સપ્તાહથી આ વાતને નકારી રહ્યા છે. પરંતુ હજુ પણ સવાલ એ છે કે જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય એકનાથ શિંદેની વિરુદ્ધ જાય તો શું ભાજપને અજિત પવારની જરૂર પડશે? જોકે, બીજેપી અને એકનાથ શિંદેની શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા જોતા એવું લાગતું નથી.
આમ છતાં ગઈ કાલે જ જાણવા મડયું હતું કે NCP નેતા અજિત પવારે મંગળવારે મુંબઈમાં તેમના સમર્થક ધારાસભ્યોની બેઠક બોલાવી છે.ગઈકાલે પણ અજિત પવારે આ વાતને નકારી કાઢી છે. આજે તેઓ વિધાન ભવનમાં પાર્ટી કાર્યાલયમાં હાજર છે. જ્યાં તેમની સાથે કેટલાક ધારાસભ્યો પણ હાજર હોવાનું કહેવાય છે. તેમની સાથે ધર્મરાવ બાબા આત્રામ અને શેખર નિકમ જેવા ધારાસભ્યો છે.
અજિત પવારના ભાજપમાં જોડાવાની અટકળો પર પ્રતિક્રિયા આપતા NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે તેમાં કોઈ સત્ય નથી. અજિત પવારે કોઈ બેઠક બોલાવી નથી. તમામ મિત્રો પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે. આ ચર્ચા તમારા મગજમાં જ ચાલે છે. અજિત પવાર પણ પાર્ટી માટે કામ કરી રહ્યા છે. જ્યારે ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે એનસીપીના કેટલાક ધારાસભ્યોના જવાથી પાર્ટી તૂટતી નથી.
NCPના ધારાસભ્ય અન્ના બન્સોડે અજિત પવારને મળ્યા હતા. અજિત પવારને મળ્યા બાદ અન્નાએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે હું ગઈ કાલે અજિત પવાર સાથે હતો, આજે પણ છું અને ભવિષ્યમાં પણ તેમની સાથે રહીશ. અમે તેમના વફાદાર કાર્યકરો છીએ. તેઓ જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. 40થી વધુ ધારાસભ્યો તેમની સાથે છે. અજિત પવારે અમારી કે અન્ય કોઈ ધારાસભ્ય પાસેથી કોઈ સહી લીધી નથી. શરદ પવારે હજુ સુધી અમારો સંપર્ક કર્યો નથી.
ભાજપના 109 ધારાસભ્યો છે. તેને 6 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. એટલે કે કુલ 115 ધારાસભ્યો છે. તે જ સમયે, મુખ્યમંત્રી એકનાથ શિંદેની સાથે તેમના 40 ધારાસભ્યો અને 10 અપક્ષ છે. કુલ ધારાસભ્યોની સંખ્યા 50 છે. આવી સ્થિતિમાં, 115 અને 50 મળીને 165 થાય છે. જ્યારે વિધાનસભામાં બહુમતીનો આંકડો 145 છે.
જો 16 ધારાસભ્યો અયોગ્ય થઈ જાય તો પણ 149 ધારાસભ્યો સરકાર સાથે રહે છે. જો 16 ધારાસભ્યો ગેરલાયક ઠરશે તો વિધાનસભામાં 272 ધારાસભ્યો રહી જશે. ત્યારે બહુમતનો આંકડો 137 થશે. જ્યારે સરકારને 149 ધારાસભ્યોનું સમર્થન છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL) ની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ તૃણમૂલ કૉંગ્રેસ (TMC) ના 26માં સ્થાપના દિવસ નિમિત્તે 1 જાન્યુઆરીએ રજાની જાહેરાત કરી હતી અને દરેકને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
દિગ્ગજ ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા લાલકૃષ્ણ અડવાણી, જેઓ દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, તેમની તબિયતમાં સુધારાને પગલે આ સપ્તાહની શરૂઆતમાં રજા આપવામાં આવી હતી.