બજેટ બાદ શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1200 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 400 પોઈન્ટ તૂટ્યો
Stocks Market Today on Budget 2024 : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ પૂરું થતાંની સાથે જ સેન્સેક્સ 1,266.17 પોઈન્ટ ઘટીને 79,235.91 પોઈન્ટ પર, નિફ્ટી 435.05 પોઈન્ટ ઘટીને 24,074.20 પોઈન્ટ પર આવી ગયો.
નવી દિલ્હી: Share Market Today: નાણામંત્રીએ ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધાર્યા પછી ભારતીય શેરબજાર 1,000 પોઈન્ટથી વધુ તૂટીને 80,000 પોઈન્ટની નીચે 79,224.32 પર આવી ગયું હતું. નિફ્ટી 50 પણ 400થી વધુ પોઈન્ટ ઘટીને 24,000ની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ પૂરું થતાંની સાથે જ સેન્સેક્સ 1,266.17 પોઈન્ટ ઘટીને 79,235.91 પોઈન્ટ પર, નિફ્ટી 435.05 પોઈન્ટ ઘટીને 24,074.20 પોઈન્ટની સપાટીએ રહ્યો હતો.
આજે, 23 જુલાઈ 2024 ના રોજ, બજેટના દિવસે, ભારતીય શેર બજાર લીલા નિશાન પર ખુલ્યું. સવારે 9:12 વાગ્યે, BSE સેન્સેક્સ 222.22 (0.28%) ના વધારા સાથે 80,724.30 પર ખુલ્યો અને નિફ્ટી 59.65 (0.24%) ના વધારા સાથે 24,568.90 પર ખુલ્યો.
બજેટની રજૂઆત પહેલા શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 264.33 પોઈન્ટ વધીને 80,766.41 પોઈન્ટ્સ અને નિફ્ટી 73.3 પોઈન્ટ વધીને 24,582.55 પોઈન્ટ પર પહોંચ્યો હતો. સવારે 9:45 વાગ્યે સેન્સેક્સ 47 પોઈન્ટ અથવા 0.06 ટકાના ઘટાડા સાથે 80,454 પર અને નિફ્ટી 21 પોઈન્ટ અથવા 0.09 ટકાના ઘટાડા સાથે 24,487 પર હતો.
માર્કેટમાં લાર્જકેપ શેરની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 73 પોઈન્ટ અથવા 0.13 ટકાના વધારા સાથે 56,698 પર છે અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 57 પોઈન્ટ અથવા 0.31 ટકાના વધારા સાથે 18,505 પર છે.
સોમવારે, સામાન્ય બજેટની રજૂઆતના એક દિવસ પહેલા, બીએસઈનો 30 શેરનો સેન્સેક્સ 102.57 પોઈન્ટ અથવા 0.13 ટકા ઘટીને 80,502.08 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નો નિફ્ટી 21.65 પોઈન્ટ્સ અથવા ઘટીને બંધ થયો હતો 0.09 ટકા ઘટીને 24,509.25 પોઈન્ટ પર શેરબજારોમાં સતત બીજા સત્રમાં ઘટાડો નોંધાયો હતો. અગાઉ શુક્રવારે પણ બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.