વધઘટ બાદ શેરબજાર લપસ્યું, નિફ્ટી 19400ના સ્તરની નીચે બંધ
નિફ્ટી શેરોમાં M&M 4 ટકાથી વધુના વધારા સાથે, એપોલો હોસ્પિટલ લગભગ 4 ટકાના વધારા સાથે અને કોલ ઈન્ડિયા 2 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. બીજી તરફ, અદાણી એન્ટરપ્રાઈઝ એચયુએલ અને અદાણી પોર્ટ્સમાં 1 થી 2 ટકા વચ્ચેનો ઘટાડો જોવા મળ્યો હતો.
આજે ફરી એકવાર શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. બપોરના કામકાજ સુધી શેરોમાં વોલેટિલિટી જોવા મળી હતી, જોકે બપોર બાદ શેરો પર દબાણ વધ્યું હતું અને ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. ગુરુવારના કારોબારમાં સેન્સેક્સ 143 પોઈન્ટના ઘટાડા સાથે 64832ના સ્તરે અને નિફ્ટી 48 પોઈન્ટના ઘટાડા સાથે 19395ના સ્તરે બંધ થયા છે. ગુરુવારે રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે એફએમસીજી અને આઈટી સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે.
આજે નાના અને મધ્યમ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. નિફ્ટીમાં ક્વાર્ટર ટકાના ઘટાડા સામે મિડકેપ 50માં અડધા ટકા અને સ્મોલકેપ 50માં 0.16 ટકાનો વધારો જોવા મળ્યો છે. અન્ય સેક્ટરમાં ઓટો સેક્ટર ઈન્ડેક્સ 0.83 ટકાના વધારા સાથે બંધ થયો હતો. રિયલ્ટી સેક્ટર ઇન્ડેક્સમાં 1.23 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ એફએમસીજી સેક્ટર ઈન્ડેક્સ 0.9 ટકાના ઘટાડા સાથે અને આઈટી સેક્ટર ઈન્ડેક્સ 0.65 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
મળતી માહિતી મુજબ આજે 1655 શેરો ઉછાળા સાથે અને 2050 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. 9 શેરોમાં અપર સર્કિટ છે જ્યારે 3 શેરોમાં લોઅર સર્કિટ છે. આજે 248 શેરો વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. જ્યારે 28 શેર વર્ષના સૌથી નીચા સ્તરે છે. નિફ્ટી સ્ટોકમાં સૌથી વધુ વધારો M&Mમાં જોવા મળ્યો છે, આજે સ્ટોકમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે. એપોલો હોસ્પિટલ્સમાં લગભગ 4 ટકા અને કોલ ઈન્ડિયામાં 2 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ, અદાણી એન્ટરપ્રાઈઝ એચયુએલ અને અદાણી પોર્ટ્સમાં 1 થી 2 ટકા વચ્ચેનો ઘટાડો જોવા મળ્યો હતો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.