નગરમાં રખડતા ઢોરનો મુદ્દો ચર્ચાયો: નર્મદ જિલ્લાએ સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક યોજી
નર્મદ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ બેઠકમાં નગરમાં રખડતા ઢોરનો પ્રશ્ન ચર્ચાયો હતો. આ બેઠકમાં વિવિધ હોદ્દેદારો અને સત્તાધિશોએ હાજરી આપી હતી. શું તેઓ આ સમસ્યાનો ઉકેલ શોધશે? અહીં વધુ વાંચો.
* ચોક્કસ દિવસે મળતી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ બેઠક માં રજૂ થયેલા પ્રશ્નો નાં ઉકેલ આવશે ખરા..? કે પછી આ કાર્યક્રમનો એક ભાગ જ છે..?
* વર્ષો થી રાજપીપળા માં રખડતા ઢોર નો પ્રશ્ન સામે ઊભો છે, કેટલાય લોકો ને રખડતા ઢોરો એ ઇજા પહોંચાડી છે કેટલાક ને મોત ને ઘાટ ઉતાર્યા છે..તો આ ગંભીર પ્રશ્ન હલ થશે..?
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓએ બેઠકમાં ઉપસ્થિત રહીને નાગરિકોના પ્રશ્નોના કાયમી નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે આગામી તા. ૨૪-૨૫ના રોજ રવિ કૃષિ મહોત્સવની ઉજવણી અને આગામી તા. ૨૬-૨૭ મીએ ભાદરવા ખાતે યોજાનાર ભાથીજીના લોકમેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ સુચારૂ આયોજન-અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્રિય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની બે દિવસની યાત્રા-મુલાકાત સંદર્ભે પણ ચર્ચા કરાઈ હતી.
જિલ્લા સંકલનની પ્રારંભ બેઠકમાં સાંસદ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના જવાબો સમયસર મોકલી આપવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. તેમજ જિલ્લાના નાગરિકોને પડતી મુશ્કેલી જેવીકે, નગરમાં રખડતા ઢોરનું વ્યવસ્થાપન, રોડ સાઈડમાં પડેલા કચરાનો યોગ્ય નિકાલ અંગે એકબીજા વિભાગોને સંકલનમાં રહીને પ્રશ્નો દૂર કરવા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. સાથોસાથ લોકો દ્વારા તથા જનપ્રતિનિધિઓના લેખિતમાં આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા પણ જણાવવામાં આવ્યું હતું. વિવિધ વિભાગો દ્વારા નિકાલ કરાયેલી કામગીરીની સત્વરે જાણ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
બીજી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દૂધાતની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હથિયાર પરવાના, તપાસણી નોંધણી જેવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષક અને પ્રાંત-મામલતદાર કક્ષાએ કરેલી કામગીરી અને બાકી રહેલા પ્રશ્નોનું મોનિટરિંગ કરી ઝડપી નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી.
ત્રીજી બેઠકમાં જિલ્લામાં ચાઈલ્ડ લેબર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સપ્તાહ અને આગામી માસ દરમિયાન ખાસ બાળ મજૂરી દૂર કરવા વિવિધ એકમોમાં તપાસ અને રેડ કરવા તેમજ આવી બાબતો કોઈ કચેરી કે અધિકારીના ધ્યાને આવે તો લેબર કમિશ્નરની ઓફિસનું ધ્યાન દોરવા પણ જણાવાયું હતું. જિલ્લામાં ફિલ્ડ વિઝીટ કરીને આ બાબત ધ્યાને આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી અંગેની બેઠકમાં આર.ટી.ઓ. વિભાગ દ્વારા એજન્ડા પ્રમાણે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં માર્ગો પરના બ્લેક સ્પોટ દૂર કરવા તેમજ રોડ પર સાઈન બોર્ડ, વૃક્ષ ટ્રીમિંગ, પ્લાન્ટેશન, દ્વિચક્રી વાહનો પર હેલમેટ ચકાસણી, વાહન ચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સની ચકાસણી તથા નેશનલ હાઈવેના અકતેશ્વર-ગોરા(જૂના) બ્રિજ પર જ્યાં અકસ્માત ઝોન જણાય ત્યાં જોઈન્ટ વિઝીટ કરીને લોકોની સલામતી અને સુરક્ષા અંગેના પગલાં ભરવા સુચના આપવામાં આવી હતી. સાથે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગોરાથી ઝરવાણી ધોધ તરફ જતા માર્ગ ઉપર જરૂરી સાઈનેજીસ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શાળાઓ શરૂ થતાં જ તેમાં જાગૃતિ સંદેશા તથા કેટલાક યુવાનો રોડ પર સ્પીડમાં બાઈક હંકારે છે, તેનાથી અકસ્માત થવાની સંભાવના હોય તેમને રોડ સેફ્ટી અંગેની સમજ અને દંડ અને લાયસન્સ રદ અંગેની કાયદાકીય કાર્યવાહી અંગે જાગૃતતા લાવવા પર ભાર મુકાયો હતો.
નિયમિત મળતી આ બેઠકો માં ઘણા પ્રશ્નો માટે રજૂઆતો અથવા ચર્ચા થાય છે પરંતુ ક્યારેક આમ જણાય છે કે ઉપર થી મળેલો આ કાર્યક્રમ નિયમિત અધિકારીઓ ની હાજરી માં યોજાય છે જેમાં અધ્યક્ષ દ્વારા જે તે વિભાગ ના અધિકારીઓ ને સૂચના આપવામાં આવે છે પરંતુ મોટા ભાગના પ્રશ્નો નું કોઈજ નિરાકરણ આવતું નથી તો શું આવી બેઠકો નાટ્યાત્મક કહી શકાય..? કે સૂચના કાર્યક્રમ નો એક ભાગ કહી શકાય. જોઈએ હવે શહેર માં રખડતા ઢોર સહિત નાં પ્રશ્નો કેટલા સફળ થાય છે.
વડોદરા : જેમ જેમ ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થાય છે તેમ, પતંગના દોરાની માંગમાં વધારો થયો છે, જેના કારણે વેપારીઓ નફો વધારવા માટે ચાઈનીઝ ફુગ્ગાઓ અને દોરાઓનું વેચાણ કરીને તેમની તકોમાં વધારો કરે છે. જો કે, આનાથી ચિંતા વધી છે, જેના કારણે ગેન્ડીગેટ ચિત્તેખાનની ખળભળાટવાળી શેરીઓ પર વાડી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
પંચમહાલ મોરવાહડફ પોલીસે શહેરમાં દારૂની રેલમછેલ અટકાવવી છે, જેમાં એક ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આઈસર ટેમ્પોમાં ચોરીના તંત્રનો ઉપયોગ કરીને વિદેશી દારૂ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આવકવેરા વિભાગે એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં કમલેશ શાહ, મીના શાહ, દેવાંગ વ્યાસ, ગૌરાંગ પંચાલ, રમેશ ઠક્કર અને NR એન્ડ કંપની અને ND ગોલ્ડ જેવા વ્યવસાયો જેવા વ્યક્તિઓના રહેઠાણો અને ઓફિસો સહિત સમગ્ર શહેરમાં 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.