દીપ દર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું
ખેલમહાકુંભ ૨.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ડાંગ જિલ્લાની દીપદર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ,દ્વિતીય અને તૃતીયક્રમે વિજેતા બન્યા હતા.અને શાળાનું નામ રોશન કર્યું હતું.
આહવા : ખેલમહાકુંભ ૨.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ડાંગ જિલ્લાની દીપદર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ દોડ,કુદ,ચેસ,સ્કેટીંગ, બેડમિન્ટન જેવી જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો. જેમાં તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓએ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ,દ્વિતીય અને તૃતીયક્રમે વિજેતા બન્યા હતા.અને શાળાનું નામ રોશન કર્યું હતું.
સ્પર્ધા જેમાં એથ્લેટિક્સમાં (૧) ચૌધરી સ્નેહીલ- 30મી. દોડ અને બ્રોડજમ્પમા પ્રથમ (૨) પવાર સિધ્ધાર્થ-30મી.દોડ અને બ્રોડજમ્પમાં તૃતીય (૩) ગાવિતરેચલ- 30મી. દોડમાં દ્વિતીય (૪) બાગુલ દિવ્યાંશી- લાંબીકુદમાં દ્વિતીય ક્રમે વિજેતા રહ્યા હતા. બેડમિન્ટનમાં અં - ૧૪ માં પટેલ માન પ્રથમ ક્રમે અને ચૌર્યા ફેલિસ્યા તૃતીય ક્રમે વિજેતા રહ્યા હતા. સ્કેટીંગની રમતમાં અં- ૧૪ માં ચૌહાણ ભાવિક પ૦૦મી.માં પ્રથમ અને ૧૦૦૦મી. માં તૃતીયક્રમે તેમજ અં - ૧૧ વયજુથમાં માહલે શુભમ ૫૦૦મી. માં પ્રથમ અને ૧૦૦૦ મી. માં દ્વિતીય ક્રમે, અને દેશમુખ જયનીલ ૫૦૦મી.માં પ્રથમ અને ૧૦૦૦ મીમાં તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. ચેસની રમતમાં દીપદર્શન પ્રાથમિક શાળાના ખેલાડીઓએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. જેમાં અં ૧૧ વયજુથમાં ભોયે કેયુર પ્રથમ અને પટેલ પાર્થ તૃતીય ક્રમે તેમજ બહેનોમાં અં - ૧૧ વયજુથમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. ચેસની રમતમાં અં - ૧૪ વયજુથમાં પણ ગાવિત મિલિંદ પ્રથમ અને બહેનોમાં ભોયે સોહાની પ્રથમ અને પટેલ સ્તુતી દ્વીતીય ક્રમે વિજેતા બન્યા હતા.
આ તમામ ખેલાડીઓને શાળાના શિક્ષક સ્નેહલ કુમાર ગામીત અને અયુબભાઇ ચૌર્યાએ કોચિંગ અને માર્ગદર્શન પુરુ પાડયું હતું. તેમજ વિધાર્થીઓએ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ડાંગ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા શાળા પરિવાર દ્વારા પાઠવવામાં આવી હતી.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.