ભાયાવદર મોટી પાનેલી ગામે સુભાષ ગિરી બાપુ રેલ્વે સ્ટેશન પાસે આંચકી ઉપડી જતા મુત્યુ પામ્યા
9મી સપ્ટેમ્બર, 2023ની મધ્યરાત્રિએ ઘડિયાળનો કાંટો વાગ્યો ત્યારે, ભાયાવદરનું અનોખું ગામ પોતાને એક ગૂંચવણભરી ગાથામાં ફસાયેલું જોવા મળ્યું. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે સુભાષ ગીરી બાપુ, એક વૃદ્ધ વયના માણસને, મોટી પાનેલી ગામમાં રેલ્વે સ્ટેશન નજીક અચાનક આંચકી આવી.
પ્રતિનિધિ વિજય પટેલ: ભાયાવદર પોલીસ સ્ટેશન મોત નંબર ૪૧/૨૦૨૩ C.R.PC-૧૭૪ મુજબનો બનાવ આજરોજ તારીખ ૦૯/૦૯/૨૦૨૩ ના કલાક ૦૦/૧૫ વાગ્યે જાહેર થયેલ હોય જેમા ગઇ તા.૨૯/૦૮/૨૦૨૩ ના રોજ સુભાષગીરી બાપુ ઉવ. આશરે ૬૦ વર્ષ વાળા પુરૂષને મોટી પાનેલીગામે રેલ્વે સ્ટેશન પાસે અચાનક આંચકી ઉપડી જતા તેમને ઉપલેટા ખાતે સારવારમાં લઇ ગયેલ ત્યાર બાદ વધુ સારવાર અર્થે તેમને જુનાગઢ ખાતે લઇ ગયેલ અને ત્યાં દાખલ કરેલ અને તા.૦૮/૦૯/૨૦૨૩ ના રોજ સારવાર દરમ્યાન ફરજ પરના ડૉ.સાહેબએ મરણ ગયેલનું જાહેર કરેલ પરંતુ મરણ જનારનું પુરૂ નામ સરનામું કે વાલી વારસ મળી આવેલ ન હોય જેથી લાશનુ પી.એમ.જુનાગઢ ખાતે કરાવી જુનાગઢ સરકારી હોસ્પીટલ ખાતે કોલ્ડ સ્ટોરેજ મમાં રાખેલ હોય અને મરણ જનાર શરીરે પાતળા બાંધાની તથા ભગવા કલરની ઝબ્બો તથા ધોતિયું પહેરેલ હોય જેથી મરણ જનાર બીનવારસી પુરુષના વાલીવારસની તપાસ કરવા માટે આપે ભાયાવદર પોલીસ સ્ટેશન ફોન..02826274304 પર સંપર્ક કરવા માટે જણાવાયું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.