સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનનો પ્રોજેક્ટ અમૃતનું અમદાવાદમાં સાબરમતીના છઠ્ઠ પૂજા ઘાટ ખાતેનું સફળ આયોજન
સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીના માર્ગદર્શન માં દિલ્હીમાં યમુના કિનારે અમૃત પ્રોજેક્ટના નેજા હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન પરિયોજનાનું બીજા તબક્કાનું શુભારંભ થયું.
અમદાવાદ : ગુજરાતમાં સંત નિરંકારી મંડળના ઝોનલ ઇન્ચાર્જ ધર્મપાલ મોટવાની જી એ સવારે 07.00 વાગે સાબરમતી નદી પરના છઠ પૂજા ઘાટના રીવર ફ્રન્ટ (ઇન્દિરા બ્રીજ નજીક) પર ‘પ્રોજેક્ટ અમૃત’ પરિયોજના અભિયાન અન્વયે ‘જળ સ્વચ્છતા’ ના સ્વચ્છ જળ સ્વચ્છ મન કાર્યક્રમમાંહાજર રહેલ AMC અને સાબરમતી રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (SRFDCL) ના અધિકારીઓ આવકાર્યા હતા. મોટવાનીજીએ તેમના સંબોધનમાં કહ્યું કે સતગુરુ માતા સુદીક્ષાના માર્ગદર્શનમાં શરુ કરેલ જાહેર સ્થળો જેમકે રેલ્વે સ્ટેશન, સીવીલ હોસ્પિટલના સફળ સ્વચ્છતાઅભિયાન બાદ સ્વચ્છ જળના અભિયાનને શરુ કરવામાં આવ્યું છે. આવા કાર્યક્રમો ના આયોજન દ્વારા સમાજમાં સ્વચ્છ જળ પ્રત્યે ની જાગૃતિ ઉત્પન કરવાનો ભાવ છે.
‘પ્રોજેક્ટ અમૃત’ પરિયોજના અન્વયે ‘જળ સ્વચ્છતા’ અભિયાનમાં સતત ચાર કલાક ચાલેલ કાર્યક્રમમાં ૪૦૦ જેટલા સંત નિરંકારી સેવાદળના સ્વયંસેવકો, ચેરીટેબલ ફાઉન્ડેશનના સદસ્યો તથા અન્ય નિરંકારી શ્રદ્ધાળુ ભક્તોએ ભાગ લીધો હતો. સમર્પણ, ભક્તિ અને સેવાની ભાવના સાથે તમામ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક સાબરમતીના છઠ્ઠ ઘાટ પર AMCના સફાઈ કાર્યક્રમમાં truck, tractor, compactor અને પાણીના skimmerનો ઉપયોગ કરી 20થી પણ વધારે ફેરા દ્વારા એકઠા થયેલા જુના કપડા, પૂજામાં વપરાયેલ વસ્તુઓ અને પ્લાસ્ટિકના કચરાને AMCના ડમ્પયાર્ડ મોકલી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશો આપ્યો હતો.
બાબા હરદેવ સિંહજી મહારાજની શિક્ષાઓથી પ્રેરિત,આ પરિયોજના સમગ્ર ભારતમાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1533થી વધુ સ્થળોએ 11 લાખથી વધુ સ્વયંસેવકોની સહયોગથી એક સાથે વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
પ્રોજેક્ટ અમૃતના બીજા તબક્કાનું દિલ્લી ખાતે આરંભ કરતાં નિરંકારી રાજપિતા રમિતજીએ સદ્દગુરુ માતા જી થી પૂર્વ પોતાના સંબોધનમાં કહ્યું કે બાબા હરદેવ સિંહ જીએ તેમના જીવન દ્વારા આપણને પ્રેરણા આપી કે સેવાની ભાવના નિષ્કામ રૂપમાં હોવી જોઈએ ન કોઈ પ્રશંસા ન તો કોઈ મહત્વકાંક્ષા.
સેવા કરતી વખતે આપણે તેના પ્રદર્શન નો અવાજ ઉઠાવવાને બદલે તેની મૂળ ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણો પ્રયાસ પોતાને બદલવાનો હોવો જોઈએ કારણ કે આપણુ આંતરિક પરિવર્તન જ સમાજ અને વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે. એક સ્વચ્છ અને નિર્મલ મન દ્વારા જ સાત્વિક પરિવર્તન નો આરંભ થાય છે.
સદ્દગુરુ માતા જીએ પ્રોજેક્ટ અમૃત અવસર પર તેમના આશિષ-વચનોમાં કહ્યું કે આપણા જીવનમાં જળ નુ ઘણું મહત્વ છે અને તે અમૃત સમાન છે. પાણી એ આપણા જીવનનો મૂળ આધાર છે. પરમાત્મા દ્વારા આપણને આપેલી આ સ્વચ્છ અને સુંદર રચનાની કાળજી રાખવી એ આપણી ફરજ છે.
માનવ રૂપમાં આપણે આ અમૂલ્ય ધરોહરનો દુરુપયોગ કરી એને પ્રદૂષિત કર્યું છે. આપણે પ્રકૃતિને તેના મૂળ સ્વરૂપમાં રાખવાની છે અને તેને સાફ કરવાની છે. આપણે ફક્ત શબ્દોથી નહીં પણ આપણા કર્મોથી દરેકને પ્રેરણા આપવી પડશે. કણ-કણ માં વ્યાપ્ત પરમાત્માથી જ્યારે આપણો સંબંધ જોડાઈ છીએ અને જ્યારે આપણે તેનો આધાર લઈએ છીએ, ત્યારે આપણે તેની રચનાના દરેક સ્વરૂપને પ્રેમ કરવાનું શરૂ કરીએ છીએ. આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે જ્યારે આપણે આ સંસાર છોડીએ ત્યારે આ પૃથ્વીને વધુ સુંદર સ્વરૂપમાં છોડીએ.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોએ મિશનની ભરપૂર પ્રશંસા કરી અને નિરંકારી સદ્દગુરુ માતા જીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે મિશને જળ સંરક્ષણ અને જળ સ્વચ્છતાના આ કલ્યાણકારી પરિયોજના ના માધ્યમ થી નિશ્ચિત પ્રકૃતિ સંરક્ષણ હેતુ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવેલ છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.