જનસેવાના અડગ નિર્ધાર સાથે વડોદરા જિલ્લાના ૨૦૪ ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સફળ ભ્રમણ
આજે વડોદરા જિલ્લાના આઠેય તાલુકાના ૧૬ ગામમાં પરિભ્રમણ કરી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારશે.
વડોદરા : ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના ધ્યેયને સાકાર કરવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડોદરા જિલ્લામાં સતત આગળ વધી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી આ યાત્રા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડી રહી છે અને વંચિત લાભાર્થીઓને આવરી રહી છે.
વડોદરા જિલ્લામાં તા. ૩૦ નવેમ્બરથી શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અત્યાર સુધીમાં કુલ ૨૦૪ ગામોમાં સફળ પરિભ્રમણ કરી ચૂકી છે. તા. ૧૪ ડિસેમ્બરે એટલે કે આજે આ યાત્રા આઠેય તાલુકાના ૧૬ ગામમાં પરિભ્રમણ કરશે. વડોદરા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને આવરી લેતી આ યાત્રામાં રથો તેના નિયત રૂટ મુજબ પરિભ્રમણ કરી રહ્યાં છે, જે અંતર્ગત આજે કરજણ તાલુકાના ધાવટ, કુરાલી; શિનોર તાલુકાના સુરાશામળ, મિઢોળ; સાવલી તાલુકાના ભાટપુરા (સા), રાધનપુરા; ડેસર તાલુકાના મોટી વરણોલી, માણેકલા જૂથ; ડભોઈ તાલુકાના પુડા, ગોજાલી; વાઘોડીયા તાલુકાના જેસીગપુરા, બાકરોલ; પાદરા તાલુકાના ભદારી, અંબાડા તેમજ વડોદરા તાલુકાના અંકોડીયા, કરચીયા ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરશે.
મહત્વનું છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના પ્રત્યેક લાભાર્થી સુધી સરકારની જનહિતકારી યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવી રહી છે. જેના થકી લોકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત થઇ રહ્યા છે. જનસેવાનું માધ્યમ બની ચૂકેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું વડોદરા જિલ્લામાં ગામેગામ ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.