સનસ્ટોનના લાભો હવે અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ખાતે ઉપલબ્ધ થશે
અમદાવાદના એઆઈએચએમ વિવિધ અનુસ્નાતક અભ્યાસક્રમો ઓફર કરે છે, જે વિદ્યાર્થીઓને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં સમૃદ્ધ કારકિર્દી માટે તૈયાર કરે છે. સનસ્ટોનના નવીન અભિગમના સમાવેશ સાથે, એઆઈએચએમ વિદ્યાર્થીઓ 1200થી વધુ રિક્રૂટર્સના વ્યાપક નેટવર્કમાં અપ્રતિમ એક્સેસ મેળવશે, તેમને અગ્રણી કંપનીઓમાં પ્લેસમેન્ટની વિપુલ તકો તરફ આગળ ધપાવશે.
અમદાવાદ : 50થી વધુ સંસ્થાઓમાં 35 શહેરોમાં હાજરી સાથે ભારતનું અગ્રણી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રનું સ્ટાર્ટઅપ સનસ્ટોન હવે અમદાવાદના વાઇબ્રન્ટ શહેરમાં સ્થિત એઆઈસીટીઈ-માન્યતા પ્રાપ્ત કોલેજ, અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ (એઆઈએચએમ)ને તેના લાભો પ્રદાન કરે છે. આ અનન્ય ભાગીદારી એઆઈએચએમના પ્રતિષ્ઠિત પીજીડીએમ પ્રોગ્રામમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે સનસ્ટોનના અદ્યતન લાભો અને પરિવર્તનકારી કાર્યક્રમો લાવે છે, જે ઉચ્ચ શિક્ષણમાં એક નવું ધોરણ સ્થાપિત કરે છે.
અમદાવાદના મધ્યભાગે આવેલી એઆઈએચએમ વિવિધ અનુસ્નાતક અભ્યાસક્રમો ઓફર કરે છે, જે વિદ્યાર્થીઓને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં સમૃદ્ધ કારકિર્દી માટે તૈયાર કરે છે. સનસ્ટોનના નવીન અભિગમના સમાવેશ સાથે, એઆઈએચએમ વિદ્યાર્થીઓ 1200થી વધુ રિક્રૂટર્સના વ્યાપક નેટવર્કમાં અપ્રતિમ એક્સેસ મેળવશે, તેમને અગ્રણી કંપનીઓમાં પ્લેસમેન્ટની વિપુલ તકો તરફ આગળ ધપાવશે. અમદાવાદમાં સનસ્ટોનનું વિસ્તરણ રાજ્યના ખૂણેખૂણેથી મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને આકર્ષિત કરીને શહેરને સમૃદ્ધ ઉચ્ચ શિક્ષણ હબમાં પરિવર્તિત કરવાના સરકારના વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.
આ જાહેરાત અંગે ટિપ્પણી કરતાં, સનસ્ટોનના સહ-સ્થાપક અને સીઓઓ શ્રી પીયૂષ નાંગરુએ જણાવ્યું હતું કે “અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં સનસ્ટોનના પરિવર્તનકારી લાભો લાવવામાં અમને આનંદ થાય છે. અમારું ધ્યેય ભારતમાં, ખાસ કરીને દ્વિતીય અને તૃતીય કક્ષાના શહેરોમાં, વિદ્યાર્થીઓને સતત વિકસતા જોબ માર્કેટમાં સફળ થવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાન સાથે સશક્ત બનાવીને ભારતમાં ઉદ્યોગ-શિક્ષણ જગતના તફાવતને દૂર કરવાનું છે. અમારા હાઇબ્રિડ લર્નિંગ એપ્રોચ અને ઇન્ડસ્ટ્રી-ક્યુરેટેડ અભ્યાસક્રમ દ્વારા અમે અમદાવાદમાં નોંધપાત્ર અસર ઊભી કરવા માટે તૈયાર છીએ.”
સનસ્ટોનના વ્યાપક કાર્યક્રમના ભાગ રૂપે, એઆઈએચએમમાં નોંધાયેલા વિદ્યાર્થીઓને ઉદ્યોગ- કેન્દ્રિત અભ્યાસક્રમ, અદ્યતન પ્રમાણપત્રો, ઇમર્સિવ ઉદ્યોગ-સંકલિત ઇન્ટર્નશિપ્સ અને પ્રોજેક્ટ્સ કે જે તેમની વ્યવહારિક કુશળતા અને ઉદ્યોગની તૈયારીમાં વધારો કરે છે તેની એક્સેસ મળશે. સનસ્ટોન કોમ્પ્રિહેન્સિવ લાઈફ સ્કીલ્સ અને સોફ્ટ સ્કીલ ટ્રેનિંગ, રસના વિષયો પર આધારિત ઇવેન્ટ્સ, આનંદદાયક સ્પોર્ટ્સ મીટ, સાંસ્કૃતિક ઉત્સવો, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ્સ અને ડાયનેમિક ડિજિટલ કમ્યૂનિટીમાં મેમ્બરશિપ આપીને પરંપરાગત શિક્ષણથી આગળ વધે છે તથા એક સર્વગ્રાહી અને સમૃદ્ધ શૈક્ષણિક પ્રવાસને પ્રોત્સાહન આપે છે.
આ જાહેરાત અંગે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટના ડાયરેક્ટર શ્રી ગ્રુવિશ ગજ્જરે જણાવ્યું હતું કે, “સનસ્ટોન સાથેની ભાગીદારી અમારા વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક એક્સપોઝર મેળવવા અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે તૈયાર કરાયેલા પર્સનલાઈઝ્ડ કોર્સીસમાં પ્રવેશ મેળવવાની અજોડ તકો રજૂ કરે છે. આ સહયોગ એઆઈએચએમ વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટની તકોમાં નોંધપાત્ર વધારો કરશે, તેમને ઉદ્યોગ-સંબંધિત શિક્ષણ અને કારકિર્દી વૃદ્ધિ માટે મજબૂત પાયા સાથે સશક્તિકરણ કરશે.”
સનસ્ટોનના ડિસ્રપ્ટિવ ફી વિકલ્પો, જેમ કે ઝીરો પર્સન્ટ ઈએમઆઈ સાથે સ્માર્ટ અને શિલ્ડ કરિયર અશ્યોરન્સ પ્લાન્સ, વિદ્યાર્થીઓને અનેકવિધ તકો પૂરી પાડે છે. પ્રેક્ટિકલ અને થિયરેટિકલ એજ્યુકેશન પર ભાર મૂકતા, સનસ્ટોન વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે સ્નાતકો તેમના પસંદ કરેલા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે જરૂરી જોબ-રેડી સ્કીલ સેટ્સ ધરાવે છે.
ડિમાન્ડ નોટિસમાં જણાવાયું છે કે માંગની નાણાકીય અસર GST (રૂ. 242.23 કરોડ), વ્યાજ (રૂ. 213.43 કરોડ) અને દંડ (રૂ. 24.22 કરોડ) જેટલી છે.
Gold Rate Today 27th February 2025 : આજે ગુરુવારે સોના અને ચાંદીના સ્થાનિક વાયદાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો વાયદો 85,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહેલા રોહિત દ્વારા ભાડે લેવાયેલ આ એપાર્ટમેન્ટ લોઢા માર્ક્વિસ - ધ પાર્કમાં આવેલું છે, જે મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (લોઢા ગ્રુપ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ 7 એકરમાં ફેલાયેલો રેડી-ટુ-મૂવ હાઉસિંગ પ્રોજેક્ટ છે.