સુપ્રીમ પાવર ઇક્વિપમેન્ટ લિમિટેડનો આઇપીઓ 21 ડિસેમ્બર, 2023ના રોજ ખુલશે
કંપની આ આઇપીઓના માધ્યમથી અપર બેન્ડ પ્રાઇસ પર ₹46.67 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાના છે. ઇશ્યુની સાઇઝ 71,80,000 ઇક્વિટી શેર સુધીની છે, જે પ્રત્યેક ₹10ના ફેસ વેલ્યુ પર છે.
મુંબઈ : સુપ્રીમ પાવર ઇક્વિપમેન્ટ લિમિટેડ (એસપીઇએલ), પાવર અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં એક પ્રતિષ્ઠિત ખેલાડી છે, તેણે 21 ડિસેમ્બર, 2023ના રોજ ઇનિશિયલ પબ્લિક ઑફિંગ સાથે જાહેરમાં જવાની તેની યોજનાની જાહેરાત કરી છે. કંપની આ આઇપીઓના માધ્યમથી અપર બેન્ડ પ્રાઇસ પર ₹46.67 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાના છે.ઇશ્યુની સાઇઝ 71,80,000 ઇક્વિટી શેર સુધીની છે, જે પ્રત્યેક ₹10ના ફેસ વેલ્યુ પર છે.
ક્યૂઆઇબી એન્કર પોર્શન - 18,70,000 ઇક્વિટી શેર્સ સુધી
ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ક્યૂઆઇબી) - 12,50,000 ઈક્વિટી શેર્સ સુધી
નૉન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (એનઆઇઆઇ) - 9,40,000 ઇક્વિટી શેર સુધી
રિટેલ ઇન્ડિવિડ્યૂઅલ ઇન્વેસ્ટર્સ (આરઆઇઆઇ) - 21,88,000 ઇક્વિટી શેર સુધી
માર્કેટ મેકર - 9,32,000 ઇક્વિટી શેર્સ
આ આઇપીઓમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ મૂડી ખર્ચની જરૂરિયાતો, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે કરવામાં આવશે. એન્કર પોર્સન માટે બિડિંગ 20 ડિસેમ્બર, 2023ના રોજ ખુલશે અને ઇશ્યુ 26 ડિસેમ્બર, 2023ના રોજ બંધ થશે. ઇશ્યુ માટે બુક રનિંગ લીડ મેનેજર નાર્નોલિયા ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ છે. ઇશ્યુના રજિસ્ટ્રાર પૂર્વા શેરરજિસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ છે. સુપ્રીમ પાવર ઇક્વિપમેન્ટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી વી રાજમોહને જણાવ્યું, “આ આઇપીઓ અમારા માટે નોંધપાત્ર સિદ્ધિ તરીકે છે અને અમે આગળ રહેલી તકો અને વૃદ્ધિને લઇને ઉત્સાહી છીએ. ઉદ્યોગમાં 29 વર્ષથી વધુ સમય સાથે, અમે તમિલનાડુમાં પાવર અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર્સના અગ્રણી ઉત્પાદક તરીકે ગર્વથી પોતાને સ્થાપિત કર્યા છે. આ આગામી પગલું નવીનતા અને વિશ્વસનીયતા પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
ચોખ્ખી આવક અમારી કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા, મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ ખર્ચનું સંચાલન કરવા તરફ નિર્દેશિત કરવામાં આવશે. અમે ટ્રાન્સફોર્મર ઉદ્યોગમાં સતત સફળતાની આશા ધરાવીએ છીએ."
નાર્નોલિયા ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડના ડિરેક્ટર શ્રી વિપિન અગ્રવાલે જણાવ્યું, “અમને સુપ્રીમ પાવર ઇક્વિપમેન્ટ લિમિટેડ સાથે આ મહત્વપૂર્ણ પ્રવાસનો ભાગ બનીને આનંદ અનુભવી રહ્યાં છે. સુપ્રીમ પાવર ઇક્વિપમેન્ટ લિમિટેડ પાવર અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં એક પ્રતિષ્ઠિત ખેલાડી તરીકે સ્થિતિસ્થાપકતા અને બેજોડ કુશળતા દર્શાવે છે. ગુણવત્તા અને નવીનતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા તેમને ક્ષેત્રમાં એક નેતા તરીકે સ્થાન આપે છે. જેમ જેમ અમે આ સહયોગી પ્રવાસ પર આગળ વધી રહ્યાં છીએ, અમે તેમની સફળતામાં યોગદાન આપવા અને તેમના વ્યવસાયના વિકાસને સમર્થન આપવા માટે આતુર છીએ.”
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.