Suzlon Energy Share: એક મહિનામાં શેર 10% ઘટ્યો, પરંતુ કંપનીને ઓર્ડર મળતાજ શેર માં ઉછાળો
Suzlon Energy share news: એક મહિનામાં શેર 10 ટકા ઘટ્યો છે. જોકે, એક વર્ષમાં સ્ટોકમાં 260 ટકાનો વધારો થયો છે.
વિન્ડ એનર્જી કંપની સુઝલોન એનર્જી ને મોટો ઓર્ડર મળ્યો છે. આ સમાચાર બાદ સ્ટોક વધ્યો છે. શેર લાલ નિશાનથી લીલા નિશાનમાં પાછો ફર્યો છે. જોકે, એક મહિનામાં સ્ટોક 10 ટકા ઘટ્યો છે. જ્યારે એક વર્ષમાં તેમાં 260 ટકાનો વધારો થયો છે.
કંપનીએ એક્સચેન્જ ને જણાવ્યું કે MAHINDRA SUSTEN તરફથી ઓર્ડર મળ્યો છે. 100.8 મેગાવોટ વિન્ડ પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે.
સ્ટોક હાલમાં 12 વર્ષની ટોચે છે. ત્રણ વર્ષમાં સ્ટોક 600 ટકા વધ્યો છે. આ ઉપરાંત, પ્રમોટર્સે પ્લેજ કરેલા શેર પણ રિડીમ કર્યા છે. કંપનીના પ્રમોટરે બુધવારે SBICAP ટ્રસ્ટી કંપની પાસેથી 97.1 કરોડ પ્લેજ કરેલા શેર રિડીમ કર્યા છે. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી છે. રિડીમ કરાયેલા શેરો કુલ ઈક્વિટીના 7.1% છે. આ ગીરવે રાખેલા શેર 28 સપ્ટેમ્બરે રિડીમ કરવામાં આવ્યા હતા.
14 ઓગસ્ટ સુધીમાં કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કંપનીના પ્રમોટર પાસે 13.3% શેર એટલે કે રૂ. 180 કરોડ છે. આમાં લગભગ 86% શેર એટલે કે 146 કરોડ શેર ગીરવે મુકવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે 1 જુલાઈ, 2024 થી અમલમાં આવતા 5મા પગાર પંચના અપરિવર્તિત પગાર ધોરણ હેઠળ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 12 ટકાનો વધારો કરવાનો આદેશ જારી કર્યો છે. સરકારી ઠરાવ (GR) મુજબ, DA 443 ટકાથી સુધારીને 455 ટકા કરવામાં આવ્યો છે.
આજના કારોબારમાં, આઇટી, મેટલ, ઓઇલ અને ગેસ, ઉર્જા, કેપિટલ ગુડ્સ, પીએસયુ બેંકો, રિયલ્ટીમાં 0.5-1 ટકાનો ઘટાડો થયો.
ભારતમાં અગ્રણી પ્રીમિયમ કાર ઉત્પાદક હોંડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) દ્વારા ઘરઆંગણે તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સફળતાને પગલે તેની વૈશ્વિક એસયુવી મોડેલ હોંડા એલીવેટનું 1 લાખનું એકત્રિત વેચાણનું માઈલસ્ટોન પાર કર્યું છે.