Swiss Open 2023: ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીએ રચ્યો ઈતિહાસ
સાત્વિક-ચિરાગની જોડીએ સ્વિસ ઓપન બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચમાં સાત્વિક-ચિરાગે ચીનના રેન ઝિઆંગ યુ અને તાન ક્વિઆંગને 21-19, 24-22થી હરાવ્યા
Swiss Open 2023: સ્વિટ્ઝર્લેન્ડમાં લહેરાવ્યો ત્રિરંગો, સાત્વિક-ચિરાગે બેડમિન્ટનમાં ઇતિહાસ રચ્યો.ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ ઈતિહાસ રચ્યો છે. સાત્વિક-ચિરાગની જોડીએ સ્વિસ ઓપન બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચમાં સાત્વિક-ચિરાગે ચીનના રેન ઝિઆંગ યુ અને તાન ક્વિઆંગને 21-19, 24-22થી હરાવ્યા હતા.
બેડમિન્ટનમાં ભારતે મોટી સફળતા હાંસલ કરી છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ સ્વિસ ઓપન સુપર સિરીઝ 300 ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. સાત્વિક અને ચિરાગે બાસેલમાં રમાયેલી ફાઈનલ મેચમાં ચીનના રેન શિયાંગ યુ અને તાન ક્વિઆંગને 54 મિનિટમાં 21-19, 24-22થી પરાજય આપ્યો હતો. સાત્વિક-ચિરાગે પ્રથમ વખત સ્વિસ ઓપનનો ખિતાબ જીત્યો છે. ઓક્ટોબર 2022માં ફ્રેન્ચ ઓપન સુપર 750 જીત્યા બાદ આ તેનું પ્રથમ ટાઇટલ હતું.
ફાઈનલ મેચમાં સાત્વિક-ચિરાગની જોડી શરૂઆતથી જ શાનદાર લયમાં હતી. બીજા ક્રમાંકિત સાત્વિક-ચિરાગે પ્રથમ ગેમ 21-19ના માર્જિનથી જીતી હતી. જોકે બીજી ગેમમાં ચીનના ખેલાડીઓએ ભારતીય જોડીને જોરદાર ટક્કર આપી હતી. આ છતાં, સાત્વિક-ચિરાગે નિર્ણાયક ક્ષણોમાં પોતાની લય જાળવી રાખી અને ટાઈટલ જીત્યું.
સાત્વિક અને ચિરાગે સેમિફાઇનલ મેચમાં ઓંગ યૂ સિન અને ટીઓ યીની ત્રીજી ક્રમાંકિત મલેશિયાની જોડીને 21-19 17-21 21-17થી પરાજય આપ્યો હતો. તે પહેલા, ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કની જેપી બે અને લાસ્સે મોલ્હેડેને 15-21, 21-11, 21-14થી હરાવી હતી.
વિશ્વ રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે રહેલા સાત્વિક-ચિરાગે વર્ષ 2022માં 3 ટાઇટલ જીત્યા હતા, જેમાં કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડલ પણ સામેલ હતો. બંનેએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. સાત્વિક પણ તાજેતરના સમયમાં ઇજાઓથી પરેશાન છે અને તેને ફેબ્રુઆરીમાં યોજાયેલી એશિયન મિક્સ્ડ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભાગ લેવો પડ્યો હતો. તાજેતરમાં યોજાયેલી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં સાત્વિક-ચિરાગને પહેલા રાઉન્ડમાં જ બહાર થવું પડ્યું હતું, પરંતુ હવે સ્વિસ ઓપન જીતીને શાનદાર વાપસી કરી છે.
સાત્વિક-ચિરાગને બાદ કરતાં સ્વિસ ઓપનમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. પીવી સિંધુ વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં અને લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. બીજી તરફ કિદાંબી શ્રીકાંત અને એચએસ પ્રણય પણ અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા ન હતા. ઓલ ઈંગ્લેન્ડ ઓપનની સેમીફાઈનલમાં ગાયત્રી ગોપીચંદ અને જોલી ટ્રીસા પણ કંઈ ખાસ કરી શકી નથી.
બે વખત ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની સફર ચાઈના માસ્ટર્સ સુપર 750ના બીજા રાઉન્ડમાં સમાપ્ત થઈ. સિંધુને સિંગાપોરની ખેલાડી સામે ત્રણમાંથી 2 સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય મહિલા હોકી ટીમે બિહારના રાજગીરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સામે 1-0થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે.
જેનિક સિનરે વર્ષનું તેનું આઠમું ટાઇટલ જીતીને અને તેની પ્રથમ વખતની નિટ્ટો એટીપી ફાઇનલ્સ ટ્રોફી જીતીને તેની 2024ની નોંધપાત્ર સિઝનને સમાપ્ત કરી. ઇટાલિયન સ્ટારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટેલર ફ્રિટ્ઝને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો