તનિષ્ક દ્વારા ‘સેલેસ્ટ X સચિન તેંડુલકર’ નામે ભવ્ય સોલિટેર કલેક્શન લૉન્ચ
ટાટા જૂથની ભારતની સૌથી વિશાળ જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્ક દ્વારા ‘સેલેસ્ટ X સચિન તેંડુલકર’ નામે ભવ્ય સોલિટેર કલેક્શન લૉન્ચ કરવામાં આવ્યું છે. આ કલેક્શનમાં અગણિત ચળકતા સૂક્ષ્મ પાસાંની સર્વોત્તમ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમાં અત્યંત કાળજીપૂર્વક તથા સંપૂર્ણ સચોટ ક્રાફ્ટ કરવામાં આવ્યું છે અને તેના દ્વારા ક્રિકેટના દંતકથા સમાન માસ્ટર બ્લાસ્ટરના 50મા જન્મવર્ષના સન્માનરૂપે તેની 100 આંતરરાષ્ટ્રીય સદીની સિદ્ધિને સેલિબ્રેટ કરવામાં આવી રહી છે.
આ કલેક્શન દ્વારા તનિષ્ક તરફથી સર્વશ્રેષ્ઠ સચિન તેંડુલકરનું સર્વોત્તમ સન્માન
આ મર્યાદિત 100 એડિશનનું સોલિટેર કલેક્શન તેના લેજન્ડ જેવું છે જે શ્રેષ્ઠતાના શિખરનું પ્રતિનિધિત્વ કરે છે. આ કલેક્શનના પ્રત્યેક નંગ હાથે ઘડેલા ડાયમંડ- અદ્વિતીય શ્રેષ્ઠ, ચળકાટ અને રંગોના ઝગારાથી છલકાય છે. ડાયમંડની દુનિયામાં સેલેસ્ટ સોલિટનર તમામ ઘરેણામાં અવિવાદિત સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. આ ઉબર-પ્રીમિયમ કલેક્શનના પ્રત્યેક પિસ ક્રાંતિકારી ડાયમંડ કટિંગ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યા છે, તે છ પેટન્ટથી સુરક્ષિત છે અને સેલેસ્ટ સોલિટેર એ ડાયમંડ કટિંગના ક્ષેત્રમાં અભૂતપૂર્વ ઇનોવેશનનું પરિણામ છે.
‘તનિષ્ક સેલેસ્ટ X સચિન તેંડુલકર’ કલેક્શનમાં રિંગ, ઇયરિંગ તેમજ બ્રેસલેટનો સમાવેશ થાય છે અને તે મહિલાઓ અને પુરુષો બંને માટે આકર્ષક ડિઝાઈનમાં ઉપલબ્ધ છે. તનિષ્ક સેલેસ્ટનું પ્રત્યેક નંગ હસ્તકલા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સચિન તેંડુલકરની સ્ટાઇલ અને પ્રતિભાને અભિવ્યક્ત કરી શકાય. હાઉસ ઑફ તનિષ્કના આ કલેક્શનમાં સર્વોચ્ચ ક્લેરિટી ગ્રેડ ડાયમંડનો ઉપયોગ થયો છે પરિણામે તેમાં કોઇપણ પ્રકારે મિશ્રણ કે ડાઘ શોધવાનું શક્ય નથી.
આ આકર્ષક સોલિટેર નંગો શ્રેષ્ઠતા, વિશિષ્ટતા, પ્રેમ તથા જીવનની અત્યંત કીમતી ક્ષણોને સેલિબ્રેટ કરવાનું પ્રતીક છે. આ એક્સક્લુઝિવ સોલિટેર ભવ્યતા, અનંતતા તથા ગુણવત્તાનું એવું સંયોજન છે જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી.
આ કલેક્શન લૉન્ચ કરવાના પ્રસંગે બોલતા તનિષ્ક, ટિટાન કંપની લિમિટેડના કૅટેગરી, માર્કેટિંગ અને રિટેલના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અરુણ નારાયણે કહ્યું કે, “તનિષ્ક સેલેસ્ટનું લૉન્ચ એક યાદગાર ક્ષણ છે કેમ કે આવા સર્વોત્તમ ક્રાફ્ટ કરેલા ડાયમંડ રજૂ કરતા અત્યંત આનંદ થાય છે જે શ્રેષ્ઠતા અને આકર્ષકતાનું પ્રમાણ છે. આ ડાયમંડ વિશ્વભરમાંથી લાવવામાં આવ્યા છે, તે શ્રેષ્ઠતાના 60 કરતાં વધુ માપદંડ ધરાવે છે, અને તેથી વિશેષ આ એક સદી કરતાં વધુ સમયગાળામાં ડાયમંડ કટિંગનું સૌથી મોટું ઇનોવેશન છે. પ્રત્યેક તનિષ્ક સેલેસ્ટ ડાયમંડને હજારો અદૃશ્ય સૂક્ષ્મ કણો સાથે જોડવામાં આવ્યા છે જેને કારણે તે પ્રકાશમય બને છે અને સાથે સર્વોત્તમ ઉત્પાદન બને છે જે તનિષ્ક સેલેસ્ટને ખરા અર્થમાં ઉત્તમ બનાવે છે."
સેલેસ્ટની અમૂલ્યતા વધારવા અમે દંતકથા સમાન આઇકોન અને અદ્વિતીય સ્ટાઇલ અને સોફિસ્ટિકેશનના પ્રતીક સચિન તેંડુલકર સાથે ભાગીદારી કરતા આનંદ અનુભવીએ છીએ. શ્રેષ્ઠતા અને સર્વોપરિતાના શિખર રૂપે અમે ‘સચિન X સેલેસ્ટ’ ની મર્યાદિત 100 એડિશન રજૂ કરતાં આનંદ અનુભવીએ છીએ જે જે ડી-ફ્લોરેસ 1 કૅરેટ શ્રેણીમાં દુનિયામાં ઉપલબ્ધ 0.006% શ્રેણીમાં સમાવેશ પામે છે.
દુનિયામાં હાલ ઉપલબ્ધ અત્યંત કીમતી 1 કૅરેટ ડાયમંડમાંથી તેનું નિર્માણ થયું છે, જેનો હેતુ સચિનની સદીઓ બનાવવાના દાયકાની ઉજવણી છે, જે ક્રિકેટની દુનિયામાં આજે પણ શ્રેષ્ઠતાનું પ્રતીક છે. ઉપરાંત સ્વયં માસ્ટર બ્લાસ્ટરની જેમ સેલેસ્ટ ડાયમંડનો જન્મ વિશેષ રૂપે થયો હતો પરંતુ તેમાં પર્ફેક્શન લાવવા માટે તેને ક્રાફ્ટ કરવાની અને ડિઝાઇન કરવાની જરૂર હતી. આ જર્નીને શરૂ કરવા માટે પ્રત્યેક સચિન X સેલેસ્ટ સ્પેશિયલ એડિશનની સાથે “સચિન, બ્રિલિયન્ટ બાય ડિઝાઇન” નામે એક એક્સક્લુઝિવ કૉફી ટેબલ બુક પણ આપવામાં આવશે.
આ જોડાણ અંગે પ્રતિભાવ આપતા સચિન તેંડુલકરે કહ્યું કે, “આ એક્સક્લુઝિવ મર્યાદિત એડિશન કલેક્શનના સર્જન માટે તનિષ્કની સાથે ભાગીદાર કરવાનો આનંદ છે. તનિષ્ક એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે જે તેની ડિઝાઇન, વિશ્વસનીયતા તથા ગ્રાહકો સાથેના શ્રેષ્ઠ સંપર્ક માટે પ્રચલિત છે. તનિષ્ક સેલેસ્ટ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલું ઇનોવેટિવ કલેક્શન છે જેમાં ક્રિકેટના એકતાના સંદેશને પણ પ્રતિબિંબિત કરે છે. હું આશા રાખું છું કે આ ભાગીદારી ગ્રાહકોમાં રહેલી શ્રેષ્ઠતાને સેલિબ્રેટ કરવાની નવી તકો ઊભી કરશે.”
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.
કંપનીએ 22 નવેમ્બર, 2024ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનો હેતુ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવા જઈ રહેલા શેર સાથે ₹99.07 કરોડ એકત્ર કરવાનો છે.