તાતા એઆઈએએ તેના પોલીસીધારકો માટે અત્યાર સુધીનું સૌથી વધુ રૂ. 1,183 કરોડનું બોનસ જાહેર કર્યું
નાણાંકીય વર્ષ 2023 માટે વાર્ષિક બોનસ પાછલા નાણાંકીય વર્ષ કરતાં 37% વધુ છે, બોનસ મેળવવા માટે 7,49,229 પાર્ટિસિપેટિંગ પોલીસીઓ
ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓમાંની એક તાતા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે (તાતા એઆઈએ) નાણાંકીય વર્ષ 2022-23 માટે પાર્ટિસિપેટિંગ (PAR) પોલીસીધારકો માટે રૂ. 1,183 કરોડનું બોનસ જાહેર કર્યું છે. કંપની વર્ષોથી તેના પાત્ર પોલીસીધારકોને બોનસ ચૂકવી રહી છે અને નાણાંકીય વર્ષ 2023નું બોનસ નાણાંકીય વર્ષ 2022માં જાહેર કરાયેલ રૂ. 861 કરોડના બોનસ કરતાં 37% વધુ હતું. કુલ 7,49,229 પાર્ટિસિપેટિંગ પોલીસીઓ આ બોનસ માટે પાત્ર છે.
તાતા એઆઈએ સતત તેના સહભાગી પોલીસીધારકોને ઉચ્ચ બોનસ સાથે પુરસ્કાર આપવામાં સક્ષમ છે, તેની મજબૂત ફંડ મેનેજમેન્ટ ક્ષમતાઓને મજબૂત રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસને જોતાં આ પ્રક્રિયામાં, તેણે સુનિશ્ચિત કર્યું છે કે તેના ગ્રાહકોને તેના નવીન ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સથી લાભ મળે અને આનંદ થાય. ગ્રાહકો આને કંપની તરીકે દ્રઢતા પર શ્રેષ્ઠ પૈકીની એક તરીકે સ્વીકારે છે. દ્રઢતા એ એક એવું મેટ્રિક્સ છે જે ગ્રાહકોની ટકાવારી દર્શાવે છે કે જેઓ તેમની પોલીસી રિન્યૂ કરવાનું પસંદ કરે છે અને બ્રાંડમાં વિશ્વાસ મૂકે છે.
આ પ્રસંગે ટિપ્પણી કરતાં તાતા એઆઈએ લાઇફ ઇન્સ્યોરન્સના પ્રમુખ અને મુખ્ય નાણાંકીય અધિકારી શ્રી સમિત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “તાતા એઆઈએમાં અમે ગ્રાહક તરફી ઝુકાવના અમારા મુખ્ય મૂલ્યથી પ્રેરિત છીએ. અમારો પ્રયાસ અમારા ગ્રાહકોને તેમની નાણાંકીય સુખાકારીમાં ભાગીદાર બનાવવાનો છે અને આ બોનસની જાહેરાત આ સંબંધમાં અમારા પોલીસીધારકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રદર્શન છે. તાતા એઆઈએના ગ્રાહકો આર્થિક રીતે સુરક્ષિત રહે અને તેમની વફાદારી બદલ પુરસ્કાર મળે તેની ખાતરી કરવા અમે સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું.”
તાતા એઆઈએ દ્વારા વિકસિત PAR પ્રોડક્ટ્સ લાઇફ ઇન્શ્યોરન્સ કવર, આવક, તેમજ બોનસના રૂપમાં એકસાથે લાભ આપે છે. આ સોલ્યુશન્સમાં રોકાણ ગ્રાહકોને બજાર સાથે જોડાયેલી પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલા જોખમો લીધા વિના તેમના રોકાણમાં વૃદ્ધિ કરવાની તક આપે છે. રોકડ બોનસ તરલતા પ્રદાન કરે છે અને ગ્રાહકોને પોલીસીના સમગ્ર સમયગાળા દરમિયાન લાઈફ કવર ઉપરાંત ટર્મિનલ બોનસ કમ્પોનેન્ટ દ્વારા સંપત્તિ સર્જન કરવામાં મદદ કરે છે.
તાતા એઆઈએએ સારી રીતે વ્યાખ્યાયિત સંશોધન પ્રક્રિયા બનાવી છે અને તેના ગ્રાહકો માટે સતત મૂલ્ય સુનિશ્ચિત કરવા લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ અપનાવે છે. 31મી માર્ચ 2023 સુધીમાં કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) રૂ. 71,006 કરોડ હતી. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મોર્નિંગસ્ટાર* અનુસાર આ જ સમયગાળા માટે તાતા એઆઈએ લાઇફના રેટેડ એયુએમના 99.10%ને 5-વર્ષના ધોરણે 4-સ્ટાર અથવા 5-સ્ટાર રેટ કરવામાં આવ્યા હતા. નવા વ્યવસાય માટે ઉપલબ્ધ 11 ફંડ્સમાંથી 7ને 5-સ્ટાર રેટ કરવામાં આવ્યા હતા અને 4ને 5-વર્ષના આધારે 4-સ્ટાર રેટ કરવામાં આવ્યા હતા.
પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી કંપનીઓ દ્વારા દરરોજ અપડેટ કરવામાં આવે છે, નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે.
ગૌતમ અદાણીએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
શેરબજારના રોકાણકારો ડરી ગયા છે. તેઓ સમજી શકતા નથી કે આ બજાર કેટલી હદે તૂટી શકે છે. જો તમે પણ તે રોકાણકારોમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી. બજાર ફરી ઉછળશે.