TBO.COMએ સ્પેનના જમ્બો ટુર્સ ગ્રુપનો ઓનલાઈન બિઝનેસ હસ્તગત કરવાની ડીલ પર હસ્તાક્ષર કર્યા
ટીબીઓ ટેક લિમિટેડએ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, ટેક ટ્રાવેલ્સ ડીએમસીસીએ જમ્બોનલાઈન એકમોડેશન્સ એન્ડ સર્વિસિસ S.L.U.નો 100 ટકા હિસ્સો ખરીદી લીધો હોવાની જાહેરાત કરી છે. જે હવે જમ્બો ટુર્સ ગ્રુપમાંથી ઓનલાઈન બિઝનેસ તરીકે ડિમર્જ થઈ ગઈ છે. આ એક્વિઝિશન સાથે TBO યુરોપમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કરવા માંગે છે.
ટીબીઓ ટેક લિમિટેડએ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, ટેક ટ્રાવેલ્સ ડીએમસીસીએ જમ્બોનલાઈન એકમોડેશન્સ એન્ડ સર્વિસિસ S.L.U.નો 100 ટકા હિસ્સો ખરીદી લીધો હોવાની જાહેરાત કરી છે. જે હવે જમ્બો ટુર્સ ગ્રુપમાંથી ઓનલાઈન બિઝનેસ તરીકે ડિમર્જ થઈ ગઈ છે. આ એક્વિઝિશન સાથે TBO યુરોપમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કરવા માંગે છે. જમ્બો ટુર્સ ગ્રૂપ એ વિશ્વભરના ટુરિઝમ ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્સીઓને વિશાળ રેન્જમાં સેવાઓ અને પ્રોડક્ટ્સ ઓફર
કરતું સૌથી મોટા ઈન્ટરનેશનલ ટુરિઝમ ઓપરેટર્સ પૈકી એક છે.
જમ્બોનલાઇન બિઝનેસ જથ્થાબંધ વેપારીઓ અને ટૂર ઓપરેટરો માટે એક જ પ્લેટફોર્મ પર ઉત્પાદનોની વ્યાપક રેન્જનું વિતરણ કરે છે. એડવાન્સ API સોલ્યુશન 15,000 હોટેલ્સ સાથે સીધુ સહિત 120,000થી વધુ હોટેલ્સની ઍક્સેસ ઝડપી
પ્રદાન કરે છે. આ વ્યવસાયને પૂરક બનાવતા, અન્ય બે બ્રાન્ડ્સ ટ્રાવેલ એજન્સીઓ માટે ટોચની ઓનલાઈન હૉલસેલર જમ્બોબેડ્સ, અને જમ્બોટ્રાન્સફર્સ છે. જે આકર્ષક કિંમતે પરિવહન સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે.
ટેક ટ્રાવેલ્સ DMCCના [કો-ફાઉન્ડર અને ડિરેક્ટર] ગૌરવ ભટનાગરે જણાવ્યું હતું કે: “આ એક્વિઝિશન અમને માત્ર જમ્બોના ક્લાયન્ટને જ નહીં પરંતુ યુરોપના તમામ મુખ્ય સ્થળોથી કેરેબિયન સુધીની ગુણવત્તાયુક્ત સામગ્રી પ્રદાન કરશે. અમે વૈશ્વિક મુસાફરીને સરળ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા પ્રત્યે અડગ રહેતાં અમારી ગ્લોબલ ફુટપ્રિન્ટને વિસ્તૃત કરવાનું જારી રાખીએ છીએ.”
આ એક્વિઝિશન અંગે જમ્બો ટુર્સ ગ્રુપના સીઈઓ જીનેસ માર્ટિનેઝે જણાવ્યું હતું કે “અમે આ ભાગીદારીથી ખૂબ જ ઉત્સાહિત છીએ અને સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને મધ્ય પૂર્વ અને APACમાં ટ્રાવેલ ડિસ્ટ્રિબ્યુશનમાં TBOની શક્તિનો લાભ લેવા આતુર
છીએ. તેમની ટેક, પ્રતિભા અને વૃદ્ધિ ખૂબ જ પ્રભાવશાળી રહી છે અને અમે TBO પરિવારનો ભાગ બનવા બદલ ઉત્સુક છીએ.” અલ્પિટૂર વર્લ્ડના પ્રેસિડેન્ટ અને સીઈઓ ગેબ્રિયલ બર્ગિઓએ કહ્યું હતું કે, “અમે ભારપૂર્વક માનીએ છીએ કે આ જોડાણમાં
મોટી સંભાવનાઓ છે, ટીબીઓ ટેક્નોલોજી ઓનલાઈન બિઝનેસમાં ઉત્કૃષ્ટ કુશળતા સાથે આકર્ષક પાર્ટનર છે. જ્યારે જમ્બો ટુર્સ ગ્રૂપ કામગીરી, કોન્ટ્રાક્ટિંગ, સ્થાનિક નોલેજ, અને સ્થળોનું પ્રતિનિધિત્વ કરવાની ઉત્તમ પ્રતિભા ધરાવે છે. અમને ખાતરી
છે કે બંને પક્ષો આ સંયુક્ત પ્રોજેક્ટમાંથી સૌથી વધુ લાભ મેળવશે.”
આ વિકાસ એ વૃદ્ધિ યોજનાઓને પ્રતિબિંબિત કરે છે જે TBO દ્વારા વૈશ્વિક સ્તરે સેટ કરવામાં આવી છે કારણ કે તે ટ્રાવેલ ઇકોસિસ્ટમને સરળ બનાવવા અને સશક્ત બનાવવાના તેના વિઝન વિસ્તરણ, ભરતી અને ગ્રાહકોના અનુભવમાં સુધારો કરવા
સતત રોકાણો અને આ પ્રકારની ભાગીદારીની શોધમાં છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.